________________
અધ્યાત્મમતપરીક્ષા
૮૯૩
ગાથા = ૧૭૩ चोक्तकर्मदोषविलयेन विजातीयसुखत्वावच्छेदेन सिद्धजातीयत्वज्ञानादेव संसारसुखेच्छाविच्छेद इति । मैवम्, सिद्धसुखे बलवद्दुःखानुबन्धित्वज्ञानात् तज्जातीयत्वज्ञानस्य द्वेषहेतुतज्ज्ञानप्रयोजकत्वात्, तद्धि (? तेन हि ) सामग्रीप्रतिपादनेन फलतः संसारसुखेच्छाविच्छेदहेतुद्वेषसामग्रीवैकल्यस्यैव प्रतिपादनात् । अत एव
'जाणिज्जइ चितिज्जइ जम्मजरामरणसंभवं दुःखं । ण य विसएसु विरज्जइ अहो सुबद्धो कवडगंठि ॥ [૩૫વેશમાતા-૨૦૪]
इत्यनेन दोषमहिम्ना संसारसुखे द्वेषहेतुबलवदुःखानुबन्धित्वज्ञानवैकल्यमेवोक्तम्, अत एव चजाणेइ जह मरिज्जइ अमरंतं पि हु जरा विणासेइ । ण य उव्विग्गो लोगो अहो रहस्सं सुणिम्मायं ॥ [ उपदेशमाला२०५] इत्यनेनैतदेव विवृतम् ।
ટીકાર્થ :- ‘સ્થાવેતત્’ અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, વિજાતીયસુખત્વાવચ્છેદેન સિદ્ધજાતીયત્વજ્ઞાન જ વિજાતીયસુખત્વેન ઇચ્છાનું પ્રતિબંધક છે.
ઉત્થાન :- આ રીતે પ્રતિબધ્ય-પ્રતિબંધકભાવ સ્વીકારવામાં પૂર્વપક્ષીને આવતા દોષના નિવારણ માટે ‘ન વ’થી કહે છે
ટીકાર્થ :- ‘ન =’ - અને અવિરક્તને સંસારસુખમાં સિદ્ધજાતીયત્વ વસ્તુરૂપે રહેલું હોવા છતાં ભાસતું નથી, કેમ કે મોહનીયકર્મના દોષના મહિમાથી ભાવિસુખમાં નિયમથી સિદ્ધસુખના વૈલક્ષણ્યની ઉપસ્થિતિ છે.
ભાવાર્થ :- સંસા૨નું તમામ સુખ આત્મિકસુખ કરતાં વિજાતીય છે, અને તેમાં વિજાતીય સુખત્વ જાતિ રહેલી છે, તદ્મવચ્છેદેન સંસારના તમામ સુખનો સંગ્રહ થાય છે; અને અત્યારે પોતે જે સુખ ભોગવે છે તે સુખ પોતાને સિદ્ધ છે તેથી તેમાં સિદ્ધત્વનું જ્ઞાન છે, અને જે સુખ પોતાને મળ્યું નથી તે પણ તજ્જાતીય છે=પોતાને જે સુખ સિદ્ધ થયું છે તજ્જાતીય છે; તેથી સંસારના તમામ સુખમાં સિદ્ધજાતીયત્વનું જ્ઞાન જેને થાય છે, તેને વિજાતીય સુખત્વાવચ્છેદેન સંસારના સુખમાં સિદ્ધજાતીયત્વેન જ્ઞાન થાય છે. અને તે સિદ્ધજાતીયત્વનું જ્ઞાન વિજાતીયસુખત્વેન ઇચ્છા પ્રતિ પ્રતિબંધક છે, અને અવિરક્ત વ્યક્તિને સંસારનાં સુખમાં રહેલું સિદ્ધજાતીયત્વ વસ્તુરૂપે હોવા છતાં ભાસતું નથી, એથી કરીને ઇચ્છાનો વિચ્છેદ થતો નથી. કારણ કે મોહનીયકર્મના દોષના મહિમાથી જે સુખો પોતાને પ્રાપ્ત થયાં છે, તેનાથી અન્ય ભાવિમાં જે સુખો પ્રાપ્ત થવાનાં, તેમાં નિયમથી સિદ્ધસુખના વૈલક્ષણ્યની ઉપસ્થિતિ છે. જ્યારે વિવેકીને સિદ્ધજાતીયત્વનું જ્ઞાન થઇ જાય તો ઇચ્છાનો વિચ્છેદ સંભવે.
પૂર્વપક્ષીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, જો મોહનીયકર્મનો ઉદય ન હોય, અને સંસારનાં સુખો ભોગવવાથી સિદ્ધત્વનું જ્ઞાન થાય, તો સાંસારિક સુખની ઇચ્છા તે સિદ્ધજાતીયત્વના જ્ઞાનથી પ્રતિબંધિત થઇ જાય.
૧.
૨.
ज्ञायते चिन्त्यते जन्मजरामरणसंभवं दुःखम् । न च विषयेषु विरज्यतेऽहो ! सुबद्धः कपटग्रन्थिः ॥ जानाति च यथा म्रियतेऽम्रियमाणमपि जरा विनाशयति । न चोद्विग्नो लोकः अहो रहस्यं सुनिर्मातम् ॥