________________
23. . . . . . . . . . . . . . . . . અધ્યાત્મમતપરાશા. ..
.ગાથા : ૧૭૩ ઇચ્છા થાય છે, ત્યાં કાંતા પ્રત્યેનો ગાઢ રાગ ઉત્તેજક તરીકે સ્વીકારીને તેની સંગતિ કરે છે. આમ કરવાથી એ પ્રાપ્ત થયું કે, જે વ્યક્તિને ભોગો ભોગવવાથી બધાં સુખો મને સિદ્ધ થઈ ગયાં છે તેવું જ્ઞાન થાય છે, તે વ્યક્તિને ફરી સુખની ઇચ્છા થતી નથી; અને ભોગો ભોગવ્યા પછી ફરી સુખની ઇચ્છા થાય, ત્યાં તે સુખ ભોગવવાનું કર્મવિશેષ ઉત્તેજક છે, અને જે વ્યક્તિને ફરી ઇચ્છા થતી નથી તેને કર્મવિશેષ નથી તેથી ઇચ્છા થતી નથી.
પૂર્વપક્ષીના આ કથનના નિરાકરણરૂપે સિદ્ધાંતકાર કહે છે કે, આ રીતે પ્રથમ સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનવું, અને પછી સિદ્ધત્વજ્ઞાન હોવા છતાં ફરી ઇચ્છા થાય છે ત્યાં સુખજનક અદષ્ટવિશેષને ઉત્તેજક માનવું, તેના કરતાં સર્વત્ર એમ માનવું જ ઉચિત છે કે, ભોગસુખજનક અદષ્ટવિશેષ છે તે ઇચ્છાનો જનક છે, અને તેવું અદૃષ્ટ જેનું ક્ષય પામેલું છે તેને ઇચ્છાનો વિચ્છેદ થઇ જાય છે. તેથી જે વ્યક્તિએ સંસારનાં સુખો ભોગવ્યાં નથી, તે વ્યક્તિને પણ ભોગજનક અદષ્ટના ક્ષયથી સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ થઇ શકે છે, અને જે લોકોએ સંસારનાં સુખો પ્રચુર રીતે ભોગવ્યાં છે, તેઓને પણ તે કર્મના ઉદયથી ઇચ્છા થાય છે; તેમ માની લેવાથી પ્રતિબંધક અને ઉત્તેજકની કલ્પના કરવાની જરૂર રહેતી નથી.
આ રીતે ભોગકર્મના ઉદયથી ભોગની ઇચ્છા અને ભોગકર્મના ક્ષયથી સામાન્ય ઈચ્છાનો વિચ્છેદ સ્થાપન કર્યો, તે અંતરંગ કારણના અભાવથી ઇચ્છાનો વિચ્છેદ સ્વીકારવારૂપ છે; પરંતુ બાહ્ય અનુભવરૂપે ઇચ્છાનો વિચ્છેદ કઈ રીતે થાય છે તે બતાવવા અર્થે વસ્તુતઃ'થી સિદ્ધાંતકાર કહે છે કે, સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ જેમને સમતાનો પરિણામ હોય છે તેમને હોય છે, કેમ કે સમતાના પરિણામવાળા જીવો સામાન્યદર્શી હોય છે. પરંતુ સમતાની ભૂમિકાની પૂર્વમાં જીવો વિશેષદર્શી હોય છે, તેથી જ ઘણા પદાર્થોનો ભોગ કર્યા પછી પણ અન્ય અન્ય પદાર્થમાં તેમને ઇચ્છા થાય છે. માટે વિશેષદર્શીને સંસારના સુખમાં સિદ્ધત્વજ્ઞાન થાય તો પણ સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ થઈ શકે નહિ, પરંતુ ઉપદેશાદિની સામગ્રીને પામીને સંસારના સુખમાં સંસારના પરિભ્રમણરૂપ દુઃખાનુબંધિત્વનું જ્ઞાન થાય તો તે સુખો પ્રત્યે દ્વેષ થાય છે, તેથી સંસારનાં સુખોની ઇચ્છાનો સામાન્યથી વિચ્છેદ થાય છે. આ રીતે જ્યારે સંસારનાં સુખો પ્રત્યેના દ્વેષને કારણે ઇચ્છાનો વિચ્છેદ થાય છે, ત્યારે અંતરંગરીતે ભોગજનક અદૃષ્ટનો ક્ષય પણ થાય છે; પરંતુ તે ક્ષય પ્રત્યે સંસારનાં સુખો પ્રત્યેનો દ્વેષ કારણ બને છે, તેથી ઇચ્છાનો વિચ્છેદ થાય છે.
વળી મોક્ષસુખમાં દુઃખાનનુબંધિત્વનું જ્ઞાન ઉપદેશથી પ્રગટે છે, તેથી મોક્ષની ઈચ્છાનો વિચ્છેદ થતો નથી; અને પોતે વિશેષદર્શી હોવાને કારણે દુઃખાનનુબંધી એવાં સુખો પ્રત્યે તેને ઇચ્છા પ્રગટે છે, અને જેમ જેમ વૈરાગ્યમાં યત્ન કરે છે તેમ તેમ આત્મિક સુખ અનુભૂતિ થાય છે, તેથી મોક્ષની ઇચ્છા વધે છે. આ રીતે મોક્ષની ઇચ્છા પ્રકૃષ્ટબન્યા પછી અંતે સર્વ પદાર્થો પ્રત્યે સમતા પ્રગટે છે ત્યારે, મુનિને ઇચ્છાનો પણ વિચ્છેદ થાય છે. તેથી સંસાર અવસ્થામાં જ આંશિક રીતે સાક્ષાત્ મોક્ષસુખનો અનુભવ તેમને થાય છે.
ટીકા - ચારેત-વિજ્ઞાતીયસુવdાવછેરેના સિદ્ધનાતીયત્વજ્ઞાનમેવ વિનાતીયસુદ્ધત્વેનેઝાતિલ, न चाऽविरक्तस्य संसारसुखे सिद्धजातीयत्वं वस्तुसदपि भासते, मोहनीयकर्मदोषमहिम्ना भाविनि सुखे नियमतः सिद्धसुखवैलक्षण्यस्यैवोपस्थितेः । तदुक्तं'पत्ता य कामभोगा कालमणंतं इहं सउवभोगा। अपुव्वं पि व मन्नइ तहवि य जीवो मणे सुक्खं ॥[ उपदेशमाला२०२] अत्रापूर्वपदमपूर्वजातीयपरं, अन्यथा भाविनः सुखस्य वस्तुतोऽपूर्वत्वादिनार्थानुपपत्तिः, एवं १. प्राप्ताश्च कामभोगाः कालमनन्तमिह सोपभोगाः । अपूर्वमिव मन्यते तथापि च जीवो मनसि सौख्यम् ॥ .