________________
૮૯૮ .... • • •
અધ્યાત્મમત પરીક્ષા.......
ગાથા : ૧૭૩
ટીકાર્ય -“ચાત'- અહી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, તજજાતીયમાં સિદ્ધજાતીય એવા સુખમાં, સુખત્વેન ઇચ્છાની નિવૃત્તિમાં થાવ તજાતિઆશ્રયભૂત સુખોનું સ્વરૂપસંસિદ્ધપણું જ તંત્રછે હેતુ છે. નૈવ તેને સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે ઇચ્છા આકાશ સમાન અસંખ્યાત છે, ઇત્યાદિ આગમપ્રામાણ્યના બળથી અનિરુદ્ધ મનવાળાને જગતનું જ ઇચ્છાવિષયપણું હોવાથી તેટલા વિષયોનું અસિદ્ધપણું છે.
ભાવાર્થ:- પૂર્વપક્ષીનું એ કહેવું છે કે, જે સુખો પોતાને પ્રાપ્ત થયાં છે, તેનાથી તજ્જાતીય અન્ય સુખમાં જીવને આકાંક્ષા થાય છે. માટે તે ઇચ્છાની નિવૃત્તિનો ઉપાય એ છે કે, જે સુખો પોતાને સિદ્ધ થયાં છે, તે સિદ્ધસુખ જાતિવાળાં બધાં સુખો સ્વરૂપથી પોતાને સંસિદ્ધ થઈ જાય તો ઇચ્છાની નિવૃત્તિ થાય. માટે સંયમાર્થીએ પ્રાપ્ત થયેલાં સુખોની જેમ તજ્જાતીય બીજાં સુખોને પ્રાપ્ત કરી લેવા જોઈએ, કે જેથી તત્સમાન સર્વવિષયમાંથી ચિત્ત નિવૃત્ત થઈ જાય, એવો પૂર્વપક્ષીનો આશય છે. તેને સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે ઇચ્છા આકાશની જેમ અંત વિનાની છે, ઇત્યાદિ આગમપ્રમાણના બળથી જેઓએ મન વશ નથી કર્યું, તેવા જીવોને આખું જગત ઇચ્છાના વિષયભૂત હોવાથી તેટલા વિષયો ક્યારેય સિદ્ધ થતા ન હોવાથી, પ્રાપ્ત થયેલા સુખોની જાતિના આશ્રયવાળા સુખોનું સ્વરૂપસંસિદ્ધપણું કોઈને પ્રાપ્ત થઈ શકે નહિ, કે જેથી સર્વસુખોની ઇચ્છાનો વિચ્છેદ સંભવે.
ઉત્થાન યદ્યપિ આ રીતે પોતાને જે સુખ સિદ્ધ થયાં છે તજાતિ યાવત્ સુખો પ્રાપ્ત ન થઇ શકે, અને પૂર્વપક્ષીએ તજ્જાતીય સુખત્વેન ઇચ્છાની નિવૃત્તિમાં યાવત્ તજજ્જાતિ આશ્રયભૂત સુખોનું સ્વરૂપસંસિદ્ધપણું જ હેતુ છે એમ કહ્યું, તે સંગત નથી તે અનુભવના બળથી બતાવતાં કહે છે
ટીકાર્ય - ‘પ્રોષિતચ' અને પરદેશ ગયેલ પુરુષને સકલ તેની કાંતાઅવલોકનનું સ્વરૂપથી સિદ્ધપણું હોવા છતાં મૃત કાંતાના અવલોકનની ઇચ્છાનું દર્શન છે. (તેથી પ્રાપ્ત થયેલા સુખોની જાતિના આશ્રયભૂત સુખોનું સ્વરૂપસંસિદ્ધપણું કોઇને થાય, તો પણ સર્વ સુખોની ઇચ્છાનો વિચ્છેદ થાય તેવો નિયમ નથી.)
ભાવાર્થ - પરદેશ ગયેલા પુરુષને કાંતા મૃત હોય તો કાંતાનું કાવત્ અવલોકન તેને થઇ ચૂકેલું છે, કેમ કે પૂર્વમાં તેણે કાંતાનું અવલોકન કરેલુ તેનાથી અન્ય અવલોકન હવે સંભવિત નથી, તેથી પૂર્વપક્ષીના કથન પ્રમાણે ફરી કાંતાઅવલોકનની ઇચ્છા થવી જોઈએ નહિ. પરંતુ કોઈ વ્યક્તિને પોતાની કાંતા મૃત છે તેવું જ્ઞાન ન હોય તો ફરી તેના અવલોકનની ઇચ્છા થાય છે, અને વળી કોઈ વ્યક્તિને કાંતા મૃત છે તેવું જ્ઞાન છે તો પણ અતિ રાગદશાને કારણે મૃત કાંતાના અવલોકનની ઇચ્છા થાય છે. તેથી યાવત્ તજ્જાતીય આશ્રય સુખોનું સ્વરૂપથી સંસિદ્ધપણું સુખની ઇચ્છાની નિવૃત્તિ પ્રત્યે કારણ છે તેમ કહી શકાય નહિ.
ઉત્થાન -“ચાત થી પૂર્વપક્ષીએ જે યુક્તિ આપેલ કે, પોતાને જે સુખ પ્રાપ્ત થયાં છે તજ્જાતીય આશ્રયવાળાં સુખો સ્વરૂપથી મળી જાય તો ઇચ્છાનો વિચ્છેદ થઈ શકે અને તેમ કરવાથી સંયમમાં નિરાબાધ પ્રવૃત્તિ થઇ શકે, તેનું નિરાકરણ સિદ્ધાંતકારે કર્યું. તેથી પૂર્વપક્ષીએ ઉપદેશમાલા ગાથા-૨૦૨ના કથનથી જે વાત કરેલ કે જીવે