________________
૮િ૮૬.
અધ્યાત્મમતપરીક્ષા
• • • • • • • • . . . . .ગાથા ૧૭૩ પૂર્વમાં સ્થાપન કર્યું કે સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ થવા છતાં પણ વિશેષ ઇચ્છા થઇ શકે છે, તેથી કોઈ વ્યક્તિને બધાં સુખો ભોગવ્યા પછી સિદ્ધત્વજ્ઞાન થવાના કારણે ઇચ્છાનો વિચ્છેદ થઈ જાય તો પણ ફરી વિશેષ સુખ મેળવવાની ઇચ્છા થઈ શકે છે. અને તેથી જ કહ્યું કે, અવચ્છેદકાવચ્છેદન સિદ્ધત્વજ્ઞાનને જ ઇચ્છાના પ્રતિબંધકરૂપે માનવું યુક્ત છે. એનાથી એ પ્રાપ્ત થાય કે બધાં સુખો મને સિદ્ધ થયાં છે તેવું જ્ઞાન આત્મિક સુખ જોનારને જ થઈ શકે છે. તેથી કોઈક વ્યક્તિને સુખોને ભોગવીને સિદ્ધત્વજ્ઞાન થાય એટલા માત્રથી ઇચ્છાનો વિચ્છેદ થઈ શકે નહિ. માટે પૂર્વપક્ષીનું કથન નિરસ્ત જાણવું.
ઉત્થાન - પૂર્વમાં સિદ્ધાંતકારે એ સ્થાપન કર્યું કે અવચ્છેદકાવચ્છેદેન સિદ્ધત્વજ્ઞાન જ ઇચ્છાના પ્રતિબંધક તરીકે માનવું ઉચિત છે. તેનું નિરાકરણ કરતાં “મથ'થી પૂર્વપક્ષી કહે છે
ટીકા અથ શુદ્ધત્વેને છ પ્રતિ સુદ્યત્વેનસિદ્ધવજ્ઞાનમેવપ્રતિવન્યાં, નતુસુવાવરસિદ્ધત્વજ્ઞાન, सुखत्वव्यापकसिद्धत्वीयस्वरूपसम्बन्धेन सिद्धत्वप्रकारकसुखत्वावच्छिन्नविशेष्यताकज्ञानत्वापेक्षया विशेषतः स्वरूपसम्बन्धेन सिद्धत्वप्रकारकसुखत्वावच्छिन्नविशेष्यताकज्ञानत्वस्यैव लघुत्वात् ।
ટીકાર્ય - અથ' - સુખત્વરૂપે ઇચ્છા પ્રતિ સુખત્વરૂપે સિદ્ધત્વજ્ઞાન જ પ્રતિબંધક છે, પરંતુ સુખ–ાવચ્છેદન સિદ્ધત્વજ્ઞાન ઇચ્છાનું પ્રતિબંધક નથી. કેમ કે સુખત્વવ્યાપકસિદ્ધત્વીયસ્વરૂપસંબંધથી સિદ્ધત્વપ્રકારક સુખત્વાવચ્છિન્નવિશેષતાક જ્ઞાનત્વની અપેક્ષાએ વિશેષથી સ્વરૂપસંબંધથી સિદ્ધત્વપ્રકારક સુખત્નાવચ્છિન્નવિશેષતાક જ્ઞાનનું જ લઘુપણું છે. (એથી સંબંધની ઉપસ્થિતિમાં લાઘવ હોવાના કારણે સુખત્વેન ઇચ્છા પ્રતિ સુખત્વેન સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનવું ઉચિત છે.)
ભાવાર્થઃ- કોઈ વ્યક્તિને પૂરોવર્સી પદાર્થવિષયક સુખ મને સિદ્ધ છે તેવું જ્ઞાન થાય છે ત્યારે, સિદ્ધત્વવિશિષ્ટ એવું આ સુખ છે તેવો શાબ્દબોધ થાય છે, તેથી તે જ્ઞાનમાં સિદ્ધત્વ પ્રકારરૂપે ભાસે છે. અને તે જ્ઞાનમાં વિશેષ્યરૂપે ભાસમાન જે સુખ છે તેમાં જે વિશેષ્યતા છે તે સુખ–ાવચ્છિન્ન છે, તેથી તે જ્ઞાનનો આકાર સિદ્ધત્વપ્રકારક સુખત્નાવચ્છિન્ન વિશેષ્યતાક પ્રાપ્ત થાય છે.
આ જ્ઞાનમાં સિદ્ધત્વવિશિષ્ટ એવું જે સુખ છે ત્યાં સિદ્ધત્વથી વિશિષ્ટ સુખ કયા સંબંધથી પ્રાપ્ત થયું? એવી આકાંક્ષા થાય છે. તેથી તે બંને વચ્ચે સ્વરૂપસંબંધ પ્રાપ્ત થાય છે. પરંતુ સિદ્ધાંતપક્ષે જે અવરચ્છેદકાવચ્છેદન સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક કહેલ છે, ત્યાં સુખત્વવ્યાપકસિદ્ધત્વીયસ્વરૂપસંબંધ પ્રાપ્ત થશે અને પૂર્વપક્ષીએ જે સુખત્વેન ઇચ્છા પ્રતિસુખત્વેનસિદ્ધત્વજ્ઞાન પ્રતિબંધક કહ્યું, ત્યાં વિશેષથીસ્વરૂપસંબંધ પ્રાપ્ત થશે; જેસિદ્ધાંતકારના સ્વરૂપસંબંધ કરતાં લઘુભૂત સ્વરૂપસંબંધ છે એમ પૂર્વપક્ષીનું કહેવું છે.
' અહીં સિદ્ધાંતકારના મતમાં સુખત્વવ્યાપકસિદ્ધત્વીય સ્વરૂપસંબંધ કહ્યો, તેનું તાત્પર્ય એ છે કે, જે સુખ સિદ્ધ હોય તે સુખમાં સિદ્ધત્વ હોય છે, તેથી સિદ્ધત્વવિશિષ્ટ સુખ બને છે. અને આ સિદ્ધત્વ અને સુખ વચ્ચેનો સંબંધ ઉભય સ્વરૂપ છે, તેથી સ્વરૂપસંબંધથી સિદ્ધત્વવિશિષ્ટ તે સુખ છે. પરંતુ સિદ્ધાંતપણે અવચ્છેદકાવચ્છેદન