________________
ગાથા = ૧૭૩
અધ્યાત્મમતપરીક્ષા
૮૮૭
સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માન્યું ત્યારે, તેમના પક્ષમાં પ્રતિબંધક એવા જ્ઞાનની ઉપસ્થિતિ જે સ્વરૂપસંબંધથી કરવાની છે, ત્યાં તે સિદ્ધત્વજ્ઞાન સુખત્વની સાથે વ્યાપક છે તે બતાવવું આવશ્યક છે; કેમ કે સિદ્ધાંતકારે સુખત્વાવચ્છેદેન સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનેલ છે. તેથી યાવત્ સુખો સિદ્ધ થાય ત્યારે જ તે પ્રતિબંધક બને. આ રીતે સિદ્ધાંતકારના મતે સુખત્વવ્યાપકસિદ્ધત્વીય સ્વરૂપસંબંધથી સિદ્ધત્વવિશિષ્ટ સુખનું જ્ઞાન ઇચ્છા પ્રત્યે પ્રતિબંધક છે.
વળી પૂર્વપક્ષીએ સુખત્વેન ઇચ્છા પ્રતિ સુખત્વેન સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક તરીકે સ્વીકારેલ છે,ત્યાં વિશેષથી સ્વરૂપસંબંધ વડે સિદ્ધત્વપ્રકારક સુખત્વાવચ્છિન્ન વિશેષ્યતાક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી ત્યાં સિદ્ધત્વવિશિષ્ટ સુખનો સંબંધ વિશેષથી સ્વરૂપસંબંધ છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, સિદ્ધત્વવિશિષ્ટ સુખની વચ્ચે જે સંબંધ છે તે સિદ્ધત્વ અને સુખ ઉભય સ્વરૂપ છે, અને તે સ્વરૂપસંબંધની ઉપસ્થિતિ વિશેષથી કરવી પડે છે. તે આ રીતેસિદ્ધત્વત્વેન સિદ્ધત્વની ઉપસ્થિતિ અને સુખત્વેન સુખની ઉપસ્થિતિ કરવી પડે છે, માટે વિશેષથી સ્વરૂપસંબંધ માનવામાં લાઘવ પ્રાપ્ત થાય છે, એમ પૂર્વપક્ષીનું કહેવું છે.
અહીં વિશેષથી સ્વરૂપસંબંધની ઉપસ્થિતિ કહી ત્યાં વિશેષથી એટલા માટે કહેલ છે કે, સિદ્ધત્વની ઉપસ્થિતિ સિદ્ધત્વપ્રકા૨ક કરવાની છે અન્યરૂપે નહિ, અને સુખની ઉપસ્થિતિ સુખત્વપ્રકારક ક૨વાની છે, જીવપર્યાયત્વેન નથી કરવાની, તેથી સ્વરૂપસંબંધ ઉભયસ્વરૂપ જ પ્રાપ્ત થાય છે. જ્યારે સિદ્ધાંતપક્ષમાં સંબંધની કુક્ષિમાં સુખત્વવ્યાપકસિદ્ધત્વીય સ્વરૂપસંબંધ માનવો પડે છે, તેથી ગૌરવદોષ પ્રાપ્ત થાય છે; અને પૂર્વપક્ષીના કથનમાં સ્વરૂપસંબંધ માનવો પડે છે, તેથી લાઘવ પ્રાપ્ત થાય છે.
ઉત્થાન :- આ રીતે ‘અથ’થી પૂર્વપક્ષીએ એ સ્થાપન કર્યું કે, અવચ્છેદકાવચ્છેદેન સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનવું ઉચિત નથી, પરંતુ સુખત્વેન સિદ્ધત્વજ્ઞાનને સુખની ઇચ્છા પ્રતિ પ્રતિબંધક માનવું ઉચિત છે; અને આ રીતે પ્રતિબંધક સ્વીકારવામાં કોઇ અધિકરણમાં સિદ્ધત્વજ્ઞાન થઇ જાય ત્યાં ફરી ઇચ્છા થવી જોઇએ નહિ, પરંતુ થાય છે તે અનુભવસિદ્ધ છે. તે આપત્તિના નિવારણ માટે પૂર્વપક્ષી કહે છે
ટીકા :- ૧ ચૈવ સામાનાધિરન્ટેન સિદ્ધત્વજ્ઞાનોત્તમાં સામાનાધિવાળ્યેને∞ાપતાપ:, અનન્યાત્યા सुखजनकादृष्टविशेषस्योत्तेजकत्वस्वीकारात् । एवं च प्रोषितस्यापि मृतकान्तावलोकनेच्छा प्रतिबन्धके तत्कान्तावलोकनत्वेन सिद्धत्वज्ञाने कान्तामरणज्ञानाभावादिकमुत्तेजकं वाच्यम् । न चैवं गौरवम्, व्यापकत्वनिवेशापेक्षयोत्तेजकनिवेशे लाघवात्, अन्यथा विशेषदर्शिनः सामान्येच्छाऽविच्छेदप्रसङ्गाच्चेति . चेत् ? न, एवं सत्युत्तेजकत्वाभिमतादृष्टक्षयस्यैव सामान्येच्छाविच्छेदकत्वौचित्यात्। वस्तुतस्तु विशेषदर्शिनः सिद्धत्वज्ञानकृतः सामान्येच्छाविच्छेदो नास्त्येव, किन्तु सुखे संसारदुःखानुबन्धित्वज्ञानाद् द्वेषकृत एव स: । अत एवोक्तं न जातु कामः कामानामुपभोगेन शाम्यति इति । अत एव संसारसुखमात्र एव द्वे विशेषेच्छापि विरक्तस्य विच्छिद्यते । यत्र तु बलवदुःखानुबन्धित्वं न ज्ञातं प्रत्युत तदननुबन्धित्वमेव ज्ञातं तत्र मोक्षसुखे द्वेषाभावान्मुमुक्षोरिच्छा न विच्छिद्यते, प्रत्युत समेधते, सामग्रीसत्त्वादिति ।
- ૧. अस्योत्तरार्धः - વિષા વૃાવર્ત્યેવ પુનરેવ પ્રવર્ધત । [ નાવપરિવ્રાનોપનિષદ્ રૂ/રૂ૭]