________________
ગાથા : ૧૭૩ . . . . . • • • • • • • • • અધ્યાત્મમત પરીક્ષા
૮૮૫ ઉપાય છે તેમ નિર્ણય થાય છે, અને તે પ્રકારના પ્રયત્નથી સર્વ પદાર્થો પ્રત્યે નિરપેક્ષ ચિત્ત પોતે પેદા કરી શકે છે, ત્યારે સુખ–ાવચ્છેદન સિદ્ધત્વજ્ઞાન થાય છે. આથી જ નિરપેક્ષ મુનિઓને મોક્ષની પણ ઇચ્છા થતી નથી, તેથી સુખ–ાવચ્છેદન સિદ્ધત્વજ્ઞાન નિરપેક્ષ મુનિઓને જ હોય છે. અને તે જ ઇચ્છાનું પ્રતિબંધક છે તેમ માનવું યુક્ત
ટીકા-ત્તે સીમાનાવરપેરસિદ્ધત્વજ્ઞાનવૈવવિધિત્વ,ષિતત્વવનોનર્વસામાન્યર્નક્ષણોपस्थिते भाव्यवलोकने तत्कान्तीयत्वभ्रमेण सिद्धतत्तदवलोकनेतरतत्कान्तावलोकनत्वेनैवेच्छेति निरस्तम्।
ટીકાર્ય - ‘પન' - આનાથી તથપિયુત્વીશ્વ' સુધી જે કથન કહ્યું આનાથી, વક્ષ્યમાણ કથન નિરસ્ત છે. અને તે વક્ષ્યમાણ કથન આ પ્રમાણે- સામાનાધિકરણ્યન સિદ્ધત્વજ્ઞાનનું જ (ઇચ્છાનું) વિરોધીપણું છે. વળી પરદેશ ગયેલા પુરુષને અવલોકન–સામાન્ય લક્ષણાથી ઉપસ્થિત થયેલ ભાવિ અવલોકનમાં તત્કાન્તીયત્વનો ભ્રમ થવાને કારણે સિદ્ધ તે તે અવલોકનથી ઇતર તત્કાન્તિાઅવલોકન—ન ઇચ્છા થાય છે, એ પ્રમાણે નિરસ્ત જાણવું.
ભાવાર્થ - અહીં પૂર્વપક્ષીનો આશય એ છે કે, જે અધિકરણમાં સિદ્ધત્વજ્ઞાન હોય તે અધિકરણમાં ઇચ્છા થઇ શકે નહિ, તેથી સુખત્યાદિના અધિકરણમાં સિદ્ધત્વજ્ઞાન થાય તો ઈચ્છા થઈ શકે નહિ, માટે સુખાદિના ઉપભોગને કારણે સિદ્ધત્વજ્ઞાનકૃત સામાન્ય ઇચ્છાનો વિચ્છેદ થઈ શકે; તેથી ભોગ કરીને સંયમમાં પ્રવૃત્તિ કરવી એ જ ઉચિત છે. અને પોતાની આ જાતની માન્યતામાં એક જ અધિકરણમાં અવલોકનત્વની સિદ્ધિ હોવા છતાં ફરી અવલોકનની ઇચ્છા થાય છે તેની સંગતિ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે કે, પરદેશમાં ગયેલ પુરુષને પોતાની કાંતારૂપ અધિકરણમાં કાંતાઅવલોકનવાદિ સિદ્ધ હોવા છતાં ફરી ઇચ્છા થાય છે, તેનું કારણ સિદ્ધ એવા તે તે અવલોકનથી ઇતર કાંતાઅવલોકન–પણાથી ઇચ્છા થાય છે. આમ છતાં સામાન્યથી જોતાં એમ લાગે કે, પૂર્વમાં કાંતાઅવલોકનત્વ સિદ્ધ હોવા છતાં ફરી તે જ અવલોકનની ઇચ્છા થાય છે, તેનું કારણ પૂર્વના અવલોકનથી આ નવું અવલોકન જુદું હોવા છતાં આ તે જ અવલોકન છે તેવો ભ્રમ થાય છે. અને તે ભ્રમ આ રીતે પેદા થાય છે
પૂર્વમાં થયેલ કાંતાનું અવલોકન અને ઉત્તરમાં થનારું અવલોકન એ બંનેમાં અવલોકનવરૂપ સામાન્યધર્મ છે, અને સામાન્યધર્મરૂપે ઉપસ્થિત એવા ભાવિ અવલોકનમાં તત્ કાંતીયત્વનો ભ્રમ થાય છે તેની કાંતા સંબંધી પૂર્વનું અવલોકન પોતે કર્યું છે તે જ આ અવલોકન છે એવો ભ્રમ સામાન્યલક્ષણાથી થાય છે.
વસ્તુતઃ તે બંને અવલોકનો જુદાં છે, જેમ ઘટત્વ સામાન્ય લક્ષણા પ્રયાસત્તિથી ઉપસ્થિત એવા અન્ય ઘટમાં આ તે જ ઘટછે તેવો ભ્રમ સદશ એવા અન્યઘટમાં થઈ શકે છે. તેથી પરદેશ ગયેલ પુરુષને જે કાંતાના અવલોકનની - ઇચ્છા થાય છે તેનું કારણ કાંતારૂપ અધિકરણમાં સર્વ અવલોકનો સિદ્ધ થયાં ન હતાં, પરંતુ જે વ્યક્તિને તે અધિકરણમાં સિદ્ધત્વજ્ઞાન થાય તેને ફરી ઇચ્છા થઈ શકે નહિ. તેથી પોતાની ઇચ્છા સંતોષાય ત્યાં સુધી ભોગો ભોગવી લે તો સિદ્ધત્વજ્ઞાન થઈ શકે, અને ત્યારપછી સંયમ ગ્રહણ કરે તો સંયમમાં નિરાબાધ પ્રવૃત્તિ થઈ શકે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
આ પૂર્વપક્ષીનું કથન પૂર્વમાં તથાપિ પુત્વીશ્વ' સુધી ગ્રંથકારે જે કથન કર્યું તેનાથી નિરાકૃત થાય છે તે આ રીતે