________________
અધ્યાત્મમતપ૨ીક્ષા
ગાથા - ૧૭૩
અહીં પૂર્વપક્ષી કહે કે, કોઇ વ્યક્તિને સુખાદિ સર્વ પદાર્થો સિદ્ધ થઇ જાય, તો તે વ્યક્તિને સિદ્ધત્વજ્ઞાન થવાને કારણે ઇચ્છાનો વિચ્છેદ થાય છે. આમ છતાં ફરી તે વ્યક્તિને વિશેષ ઇચ્છા થાય છે તેનું કારણ પૂર્વમાં પોતે જે સુખ ભોગવ્યું છે તેનાથી આ સુખ જુદા પ્રકારનું છે તેવો ભ્રમ થાય છે, તેથી વિશેષ ઇચ્છા થાય છે; પણ તે વ્યક્તિને તેવો ભ્રમ ન થાય તો તેને વિશેષ ઇચ્છા થાય નહિ. તેને ગ્રંથકાર કહે છે કે, પોતે પૂર્વમાં જે સુખ અનુભવ્યું છે તે જ સુખની મને ફરી ઇચ્છા થઇ છે તેવી પ્રતીતિ હોવા છતાં, તે સુખથી આ સુખ જુદા પ્રકારનું છે તેવો જીવને ભ્રમ થાય છે એમ કહેવું તે ઉચિત નથી. કેમ કે અનુભવ જ બતાવે છે કે પૂર્વમાં મેં જે સુખ અનુભવ્યું તે મને સિદ્ધ થઇ ગયું છે; આમ છતાં વર્તમાનમાં ફરી તેવા અનુભવ દ્વારા મને સુખપ્રાપ્તિ થાય તેવી પ્રતીતિથી જીવ તે સુખવિષયક ફરી પ્રયત્ન કરે છે, તેથી તેને ભ્રમરૂપે કહેવું તે ઉચિત નથી. આમ છતાં તેને ભ્રમરૂપે સ્વીકારીએ તો પણ, આવા અનંત ભ્રમોની કલ્પના કરવી પડે છે. એના કરતાં પૂર્વમાં કહેલ કે સુખત્વેન તે તે સુખમાં સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનીએ, તો અનંત પ્રતિબંધક કલ્પનામાં ગૌરવની પ્રાપ્તિ થાય તે જ સ્વીકારવું વધારે ઉચિત છે. કેમ કે ભ્રમત્વની કલ્પનામાં પણ ગૌરવ છે, અને આવા વિશેષ પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ માનવામાં પણ ગૌરવ છે. આ રીતે ગૌરવદોષ બંનેમાં સમાન છે, છતાં ભ્રમત્વની કલ્પના કરવી તે અનુભવવિરુદ્ધ છે એમ પૂર્વમાં કહ્યું, તેથી વિશેષ પ્રતિબધ્યપ્રતિબંધકભાવ માનવો એ જ ઉચિત છે. અને તે જ વાતને બતાવે છે કે સમાનવિષયત્વ પ્રત્યાસત્તિથી સમાનપ્રકા૨ક સિદ્ધત્વજ્ઞાનને સમાનપ્રકારક ઇચ્છા પ્રત્યે પ્રતિબંધક માનવું એ ઉચિત છે.
કહેવાનો આશય એ છે કે, વિષયતાસંબંધથી સિદ્ધત્વજ્ઞાન જે વિષયમાં થાય છે, તે જ વિષયમાં ઇચ્છા થાય તો તે સમાનવિષયત્વ પ્રત્યાસત્તિથી કહેવાય, અને એક જ વિષયમાં જે પ્રકારે સિદ્ધત્વજ્ઞાન હોય તે પ્રકારે ફરી ઇચ્છા થતી નથી. જેમ- એક જ કાંતાના અવલોકનના વિષયમાં તત્ અવલોકનત્વપ્રકારક સિદ્ધત્વજ્ઞાન હોય તો તે જ કાંતાના અવલોકનના વિષયમાં તવલોકનત્વપ્રકારક ઇચ્છા થતી નથી, પરંતુ તદન્ય અવલોકનત્વપ્રકારક ઇચ્છા થઇ શકે છે. એ રીતે વિશેષ પ્રતિબધ્ય-પ્રતિબંધકભાવ માનવાથી એ સિદ્ધ થાય કે, સિદ્ધત્વજ્ઞાનકૃત સામાન્ય ઇચ્છા વિચ્છેદનો સંભવ નથી, તેથી જીવ ગમે તેટલા ભોગો ભોગવે તો પણ ભોગથી ઇચ્છાનો વિચ્છેદ થતો નથી એમ માનવું જ ઉચિત છે.
હવે ગ્રંથકાર અનંત પ્રતિબંધકની કલ્પનાકૃત ગૌરવ વગરનો પ્રતિબધ્ય-પ્રતિબંધકભાવ બતાવતાં કહે છેપરદેશ ગયેલા પુરુષને તે તે સુખથી ભિન્નપણા વડે કરીને સુખની ઇચ્છા થાય છે, અર્થાત્ પૂર્વે પોતે જે સુખો ભોગવ્યાં છે તેના કરતાં ભિન્ન સુખની ઇચ્છા થાય છે, અને પૂર્વમાં તે કાંતાનું અવલોકન કર્યું છે તેનાથી અન્ય કાંતાના અવલોકનત્વાદિરૂપે ઇષ્ટસાધનતાનું જ્ઞાન થાય છે, અને તે બંને જ્ઞાત અન્યકાંતાઅવલોકનત્વાદિરૂપે ઇચ્છાનો હેતુ છે તેમ કલ્પના કરવી, અને કહેવું કે તે તે સુખત્વાદિ સામાનાધિકરણ્યથી સિદ્ધત્વજ્ઞાન નથી, તેથી ફરી કાંતાઅવલોકનત્વની ઇચ્છા થાય છે; પરંતુ ભોગોને ભોગવ્યા પછી બધા ભોગોમાં સિદ્ધત્વજ્ઞાન થઇ જાય તો ઇચ્છા થાય નહિ એમ માનવું, તેની અપેક્ષાએ અવચ્છેદકાવચ્છેદેન જ સિદ્ધત્વજ્ઞાનને ઇચ્છાનું પ્રતિબંધક માનવું એ યુક્ત છે. અર્થાત્ કોઇ વ્યક્તિને સુખત્વાવચ્છેદેન સિદ્ધત્વજ્ઞાન થાય તો જ સુખની ઇચ્છા થાય નહિ, અને સુખત્વાવચ્છેદેન સિદ્ધત્વજ્ઞાન ત્યારે જ થાય કે, બાહ્ય પદાર્થોને અવલંબીને થતી સુખની બુદ્ધિને છોડીને જીવ જ્યારે આત્માના સ્વભાવરૂપ સુખને જુએ, અને વિચારે કે સુખ એ મારી અંતરંગ પરિણતિ છે, અને મારા આત્માની અંદરમાં જ રહેલી પરિણતિ છે; પરંતુ જ્યાં સુધી જીવને બાહ્યપદાર્થમાં સુખની બુદ્ધિ થાય છે, ત્યાં સુધી બધું સુખ મને સિદ્ધ થયું છે એ પ્રકારની બુદ્ધિ થતી નથી; અને જ્યારે એ બધા પદાર્થો પ્રત્યે નિરપેક્ષ થયેલું ચિત્ત જ સુખનો
૮૮૪