________________
૮૭૨. . . . . . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા .
. . . . .ગાથા - ૧૭૨ Est:- अथ न व्याप्यं शङ्काप्रतिबन्धकं किन्तु तद्दर्शनं, तथा च न शङ्का प्रतिबन्धिका किन्तु तज्ज्ञानमिति चेत् ? न, स्वसंविदितायास्तस्या एव तज्ज्ञानरूपत्वात् । अथ स्वरूपसद्व्याप्यज्ञानं न प्रतिबन्धकं, किन्तु व्याप्यत्वेन तज्ज्ञानम्, न च पुरुषत्वव्याप्यस्वरूपसत्पुरुषत्वज्ञानेऽपि पुरुषत्वाभावशङ्कानिवृत्तेरनुभवबलेन स्वरूपसद्व्याप्यज्ञानस्यैवशङ्कनिवर्तकत्वमिति वाच्यम्, अव्याप्येऽपि व्याप्यत्वेन भ्राम्यतस्तद्व्याप्यत्वप्रकारकधर्मज्ञानात्तद्विपरीतशङ्कानिवृत्तेाप्यत्वप्रकारकव्याप्यज्ञानस्य शङ्कानिवर्तकत्वात् । न चोपदर्शिता शङ्का स्वस्मिन्भव्यत्वव्याप्यत्वप्रकारिकेति नेयं तन्निवर्त्तिकेति चेत् ? तथापि भव्यत्वव्याप्यतादृशशङ्कावानहमि ति ज्ञानान्तरेणैव तादृशशङ्कानिवृत्तौ प्रवृत्तिरबाधितेवेति सर्वमवदातम् ।
ટીકાર્ય - ‘અથ' વ્યાપ્ય શંકાનું પ્રતિબંધક નથી, પરંતુ તેનું દર્શન = વ્યાખનું દર્શન = વ્યાખનું જ્ઞાન, શંકાનું પ્રતિબંધક છે. અને તે રીતે શંકા = ભવ્યત્વની સાથે વ્યાપ્ય એવી શંકા, પ્રતિબંધિકા = શંકાની પ્રતિબંધિકા, નથી; પરંતુ તેનું જ્ઞાન = ભવ્યાભવ્યત્વની શંકાનું જ્ઞાન, પ્રતિબંધક છે.
તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે સ્વસંવિદિત એવી તેનું જ = શંકાનું જ, તજ્ઞાનરૂપપણું છે = શંકાના જ્ઞાનરૂપપણું છે.
ભાવાર્થ - કોઈ જીવને શંકા થાય એટલામાત્રથી તે શંકા નિવર્તન પામતી નથી, પરંતુ શંકા થયા પછી પોતાને તે શંકાનું દર્શન થાય અર્થાત્ જ્ઞાન થાય, તો તે શંકાનું પ્રતિબંધક બને છે. જેમ ધૂમ પોતે વદ્વિનું અનુમાપક નથી, પરંતુ વ્યાખનું દર્શન = ધૂમનું જ્ઞાન, એ અગ્નિનું અનુમાન કરાવે છે; તેમ ભવ્યાભવ્યત્વની શંકા પોતે ભવ્યાભવ્યત્વની શંકાની પ્રતિબંધિકા નથી, પરંતુ ભવ્યાભવ્યત્વની શંકાનું જ્ઞાન થાય તો તે ભવ્યાભવ્યત્વની શંકાનું પ્રતિબંધક બને, આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે સ્વસંવિદિત એવી શંકાનું જ શંકાના જ્ઞાનરૂપપણું છે.
આશય એ છે કે શંકાસ્વયં જ્ઞાનસ્વરૂપ છે, અને જ્ઞાનસ્વસંવેદ્ય છે; તેથી જે ક્ષણમાં શંકા થાય છે તે જ ક્ષણમાં . શંકાનું જીવને વેદના થાય છે. માટે પોતાને શંકા છે એવું જ્ઞાન શંકાકાળમાં હોય છે. માટે શંકા પ્રતિબંધક છે એમ કહેવામાં કોઈ દોષ નથી.
ઉત્થાન -પૂર્વમાં કહ્યું કે વ્યાપ્ય પોતે પ્રતિબંધક નથી પરંતુ વ્યાપ્યનું દર્શન = વ્યાખનું જ્ઞાન, પ્રતિબંધક છે; તેના સમાધાનરૂપે સિદ્ધાંતકારે કહ્યું કે, શંકા પોતે જ્ઞાનરૂપ હોવાથી જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે શંકા જ્ઞાનસ્વરૂપ હોય છે, માટે વ્યાપ્ય શંકાનું પ્રતિબંધક થશે; અર્થાત્ ભવ્યાભવ્યત્વની સાથે વ્યાપ્ય એવી ભવ્યાભવ્યત્વની શંકા એ ભવ્યાભવ્યત્વની શંકાનું પ્રતિબંધક થશે, એમ કહેવામાં કોઈ વાંધો નથી. ત્યાં વિશેષ દૃષ્ટિથી શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે
ટીકાઈ- બથ સ્વરૂપ' “મથી પૂર્વપક્ષી કહે છે કે, સ્વરૂપસદ્ વ્યાખનું જ્ઞાન પ્રતિબંધક નથી, પરંતુ વ્યાપ્યત્વેન વ્યાખનું જ્ઞાન પ્રતિબંધક છે.