________________
ગાથા : ૧૭૨ .
અધ્યાત્મમતપરીક્ષા
.૮૭૩ ભાવાર્થ :- પૂર્વપક્ષીને કહેવાનો ભાવ એ છે કે, વ્યાપ્યનું જ્ઞાન સ્વરૂપરૂપે થવા માત્રથી પ્રતિબંધક થતું નથી, પરંતુ વ્યાપ્યત્વેન વ્યાપ્યનું જ્ઞાન પ્રતિબંધક થાય છે. જેમ વહ્નિના વ્યાપ્ય એવા ધૂમનું જ્ઞાન મત્વેન થવાથી વતિનું અનુમાન થતું નથી,પરંતુ વહ્નિના વ્યાપ્યત્વેન ધૂમનું જ્ઞાન થાય તો વહ્નિનું અનુમાન થાય છે. તેમ પ્રસ્તુતમાં ભવ્યાભવ્યત્વની શંકાત્વેન વ્યાપ્યજ્ઞાન પ્રતિબંધક થતું નથી, પરંતુ ભવ્યાભવ્યત્વની શંકા ભવ્યત્વની સાથે વ્યાપ્ય છે, તે રૂપે ભવ્યાભવ્યત્વની શંકાનું જ્ઞાન પ્રતિબંધક છે.
ટીકાર્ય :- ‘ન ચ પુરુષત્વ' સ્વકથનની પુષ્ટિ કરતાં પૂર્વપક્ષી કહે છે કે, પુરુષત્વવ્યાપ્ય સ્વરૂપસત્પુરુષત્વનું જ્ઞાન હોવા છતાં પણ પુરુષત્વાભાવની શંકાની નિવૃત્તિના અનુભવના બળથી સ્વરૂપસવ્યાપ્યના જ્ઞાનનું જ શંકા નિવર્તકપણું છે, એ પ્રમાણે તમારે ન કહેવું; કેમ કે અવ્યાપ્યમાં પણ વ્યાપ્યપણાથી ભ્રમ થનાર જીવને તદ્ વ્યાપ્યત્વપ્રકા૨ક ધર્મના જ્ઞાનથી તદ્ વિપરીત શંકાની નિવૃત્તિ થવાથી વ્યાપ્યત્વપ્રકારક વ્યાપ્યના જ્ઞાનનું શંકાનિવર્તકપણું છે.
ભાવાર્થ :- સર્વ પુરુષોમાં પુરુષત્વ રહે છે અને પુરુષત્વનું જ્ઞાન તેનું=પુરુષત્વનું, વ્યાપ્ય છે. કેમ કે જ્યાં જ્યાં પુરુષત્વનું જ્ઞાન હોય છે ત્યાં ત્યાં અવશ્ય પુરુષત્વ હોય છે અને અન્યત્ર પણ પુરુષત્વ હોય છે, માટે પુરુષત્વ વ્યાપક છે અને પુરુષત્વનું જ્ઞાન વ્યાપ્ય છે. અને વ્યાપ્યત્વેન પુરુષત્વનું જ્ઞાન ન થયું હોય પરંતુ સામાન્યથી પુરુષત્વનું જ્ઞાન થાય તે સ્વરૂપસત્પુરુષત્વનું જ્ઞાન છે. કેમ કે સ્વરૂપરૂપે વિદ્યમાન એવું આ પુરુષત્વનું જ્ઞાન છે, પુરુષત્વ વ્યાપ્ય એવું પુરુષત્વનું જ્ઞાન નથી. આમ છતાં, કોઇ વ્યક્તિને વ્યાપ્યત્વેન જ્ઞાન ન થાય પરંતુ સ્વરૂપ સત્ રૂપે પુરુષત્વનું જ્ઞાન થાય, તો પણ પુરુષત્વાભાવની શંકાની નિવૃત્તિ થાય છે તેવો અનુભવ છે. માટે અનુભવના બળથી એ નક્કી થાય છે કે, વ્યાપ્યત્વેન વ્યાપ્યજ્ઞાન ન હોય, પરંતુ સ્વરૂપસવ્યાપ્ય જ્ઞાન હોય તો પણ શંકાની નિવૃત્તિ થાય છે.
તેનો ઉત્તર આપતાં પૂર્વપક્ષી કહે છે કે એમ ન કહેવું, અને તેમાં અવ્યાપ્યઽપથી શાનિવત્તત્ત્પાત્ ।હેતુ કહ્યો. તેનું તાત્પર્ય એ છે કે, કોઇ જીવને દૂરવર્તી વૃક્ષ દેખાય છે, અને તેની શાખાઓ વગેરે જોવાથી તેને ભ્રમ થાય છે કે આ પુરુષના કરચરણાદિ અવયવો છે. તેવા સ્થળમાં પુરુષની સાથે તે શાખાઓ યદ્યપિ અવ્યાપ્ય છે, તો પણ કરચરણાદિરૂપે ભ્રમ થવાને કારણે પુરુષત્વની સાથે વ્યાપ્ય એવા કરચરણાદિ છે, એ પ્રકારનો ભ્રમ થાય છે ત્યારે, તવ્યાપ્યત્વપ્રકા૨ક ધર્મનું જ્ઞાન થાય છે. અર્થાત્ પુરુષવ્યાપ્યત્વપ્રકારક ધર્મનું જ્ઞાન તેને શાખાઓમાં થાય છે, તેના કારણે તદ્ વિપરીત શંકાની નિવૃત્તિ થાય છે = પૂર્વમાં તેને શંકા થઇ હોય છે કે આ વૃક્ષ છે કે પુરુષ, ત્યાં વૃક્ષની શંકાની નિવૃત્તિ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, વ્યાપ્યત્વપ્રકારક વ્યાપ્યનું જ્ઞાન જ શંકાનું નિવર્તક છે, પરંતુ સ્વરૂપસવ્યાપ્યનું જ્ઞાન નહિ; કેમ કે સ્વરૂપસવ્યાપ્ય ત્યાં છે જ નહિ. કેમ કે પુરોવર્તી પદાર્થ વૃક્ષ છે તેથી સ્વરૂપસવ્યાપ્ય વૃક્ષ છે પુરુષ નથી. આમ છતાં શંકાની નિવૃત્તિ થાય છે, માટે વ્યાપ્યત્વપ્રકારક વ્યાપ્યજ્ઞાન જ શંકાનું નિવર્તક છે.