________________
• • • • • • ••• . ૯૭૧
ગાથા : ૧૭૨ . . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા ... યતમાન અન્ય જીવને જોઇને આસન્નસિદ્ધિકત્વનો નિર્ણય થઈ શકે છે. ત્યાર પછી તે જીવમાં રહેલ આસન્નસિદ્ધિત્વની વ્યાપ્ય એવી અપરજાતિ જોવા માટે યત્ન કરવાથી દેખાય છે કે, તે જીવંભવથી અત્યંત ભયભીત છે, તેથી જ સંયમમાં યત્ન કરે છે, તેથી જ તે આસન્નસિદ્ધિક છે. માટે આસન્નસિદ્ધિત્વની વ્યાપ્ય એવી ભવભયત્વ જાતિવાળો તે જીવ છે, અને તદ્ જાતીય પોતે પણ છે; કેમ કે ભવના નૈર્ગુણ્યના દર્શનને કારણે પોતાને પણ તેવો ભવનો ભય વર્તે છે. માટે પોતે પણ આસન્નસિદ્ધિક છે એવો નિર્ણય થવાથી ઉક્ત શંકાની નિવૃત્તિ થાય છે, અને મોક્ષના ઉપાયરૂપ ચારિત્રમાં પ્રવૃત્તિનો અબાધ છે. '
ટીકાર્ય - અથવા' અથવા ભોગેચ્છાની નિવૃત્તિરૂપ વૈરાગ્ય કે ભોગેચ્છાનો નિવર્તક એવો અસંયમનો દ્વેષ, આસન્નસિદ્ધિકત્વના વ્યાપ્યપણા વડે પ્રતિસંહિત ઉક્ત શંકાનો નિવર્તક છે, એથી કરીને કાંઇ અનુપપન્ન નથી.
ભાવાર્થ- તથા પ્રવર્તમાનાનાં કહ્યું તે વિકલ્પમાં, સંયમના બળથી અન્ય જીવમાં આસસિદ્ધિકત્વનું અનુમાન થાય છે. ત્યારપછી આસન્નસિદ્ધિત્વની યવ્યાપ્ય જાતિવાળો અન્ય જીવ છે તે જતિવાળો પોતે છે તે નિર્ણય કરીને, દીર્ધસંસારિત્વ કે અભવ્યત્વની શંકાની નિવૃત્તિ કરે છે. જ્યારે “અથવાથી કહેલ વિકલ્પ પ્રમાણે, જેમ સંયમમાં પ્રવૃત્તિ આસન્નસિદ્ધિત્વની વ્યાપ્ય છે, તેમ વૈરાગ્ય અને અસંયમનો દ્વેષ પણ આસન્નસિદ્ધિકત્વનું વ્યાપ્ય છે; અને પોતાનામાં વૈરાગ્ય અને અસંયમનો દ્વેષ દેખાવાથી ઉક્ત શંકાનું નિવર્તન થાય છે. તેથી બહુઆયાસસાધ્ય એવા મોક્ષના ઉપાયરૂપ ચારિત્રમાં પ્રવૃત્તિ થાય છે.
ટીકાર્ય - વસ્તુતતુ વાસ્તવિક રીતે તો સ્વસંવિદિત એવી ભવ્યાભવ્યત્વની શંકા જ ભવ્યાભવ્યત્વની શંકાની પ્રતિબંધિકા છે, કેમ કે તેનું જ ભવ્યાભવ્યત્વની શંકાનું જ ભવ્યત્વની સાથે વ્યાપ્યપણું છે. તે આચારાંગસૂત્રની ટીકામાં કહેલું છે - અભવ્ય જીવોને ભવ્યાભવ્યત્વની શંકાનો અભાવ છે.
ઈક
“કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ :- કોઈ અભવ્ય જીવ પણ અજ્ઞદશામાં હોય ત્યારે કોઇ કહે કે ભવ્ય = સારો, અને અભવ્ય = ખરાબ, તો તેને પણ શંકા થાય કે હું ભવ્ય છું કે અભવ્ય છું? પરંતુ એટલામાત્રથી તે ભવ્ય છે એમ કહી શકાય નહિ. પરંતુ જે જીવને સંસારના નૈર્ગુણ્યના ભાવને કારણે મોક્ષમાં જવાની આશંસા થાય છે, અને મોક્ષમાં ભવ્ય જીવ જ જઇ શકે એવું જ્ઞાન થવાથી તે જીવને શંકા થાય કે હું ભવ્ય છું કે નહિ? એવી શંકામાં પોતે ભવ્ય હોય તો સારું, એવા અધ્યવસાય હોય છે. તે જ શંકા ભવ્યત્વની સાથે વ્યાપ્ય છે.
ઉત્થાન -પૂર્વમાં કહ્યું કે ભવ્યાભવ્યત્વની શંકા જ ભવ્યાભવ્યત્વની શંકાની પ્રતિબંધક છે, કેમ કે તે શંકા ભવ્યત્વની સાથે વ્યાપ્ય છે; ત્યાં “મથથી પૂર્વપક્ષી કહે છે -