________________
અધ્યાત્મમત પરીક્ષા
9
9 , , , ,
, • • • •
. . ગાથા : ૧૭૨
• • • •
Cી “તિ' શબ્દ કથનની સમાપ્તિ સૂચક છે.
ટીકાર્ય - “તત ત્યાર પછી તેની નિવૃત્તિમાં = દીર્થસંસારીત્વ અને અભવ્યત્વની શંકાની નિવૃત્તિમાં, મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ નિરાબાધ છે.
ભાવાર્થ:- કોઈ જીવને ઉપદેશાદિથી એવું જ્ઞાન થાય કે, સંયમમાં યત્ન જ આસન્નસિદ્ધિકત્વ અને ભવ્યત્વનું લક્ષણ છે, અને પછી પોતે પણ સંયમમાં યત્ન કરે તો થઈ શકે તેમ છે, તેવું વિશેષ દર્શન પોતાનામાં થાય, તો તેને પોતાનામાં સંયમના પરિણામથી વિપરીત પરિણામરૂપ દીર્ધસંસારીપણાની કે અભવ્યપણાની શંકા રહેતી નથી. અને પોતે સંયમમાં યત્ન કરી શકે તેમ છે તેનો નિર્ણય, પોતાનો પોતાના ઉપર કેવો સંયમ છે અને મોક્ષ માટે પ્રયત્ન કરવાનો ઉત્સાહ કેવો છે, તેનાથી કરી શકે છે. અને આ રીતે દીર્ધસંસારીપણાની કે અભવ્યપણાની શંકાની નિવૃત્તિ થયે છતે, ત્યાર પછી કોઈ જાતના સંશય વગર મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરી શકે છે.
ટીકા- ૩ પ્રવૃત્યુત્તર તજ્ઞાનેન વિશેષતને પ્રતિવચહૂનિવૃત્તિઃ, તત્તવૃત્ત પ્રતિવચभावघटितसामग्रीसाम्राज्येन प्रवृत्तिरित्यन्योन्याश्रय इति चेत् ? न, तथाप्रवर्त्तमानानामन्येषामासन्नसिद्धिकत्वं निश्चित्य तद्व्याप्यतज्जातीयत्वस्य स्वस्मिन्प्रतिसन्धानेनोक्तशङ्कानिवृत्त्या प्रवृत्तेरबाधात् । अथवा भोगेच्छानिवृत्तिरूपं वैराग्यं तन्निवर्त्तकाऽसंयमद्वेषो वाऽऽसन्नसिद्धिकत्वव्याप्यत्वेन प्रतिसंहित उक्तशङ्कानिवर्त्तक इति न किञ्चिदनुपपन्नम् । वस्तुतस्तु भव्याभव्यत्वशद्वैव स्वसंविदिता भव्याभव्यत्वशङ्काप्रतिबन्धिका, तस्या एव भव्यत्वव्याप्यत्वात्, तदुक्तमाचारटीकायाम् "अभव्यस्य भव्याभव्यत्वशङ्काया अभावात्" इति ।
ટીકાર્ય - ઉથ - Khથી પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, પ્રવૃત્તિ પછી = સંયમયોગમાં પ્રવૃત્તિ કર્યા પછી, વિશેષદર્શનરૂપ તે જ્ઞાન વડે પ્રતિબંધકશંકાની નિવૃત્તિ થાય છે; અને તેની નિવૃત્તિ થયે છતે = પ્રતિબંધકશંકાની નિવૃત્તિ થયે છતે, પ્રતિબંધકાભાવઘટિતસામગ્રીના સામ્રાજયથી પ્રવૃત્તિ થાય છે, એથી કરીને અન્યોન્યાશ્રય દોષ આવે છે.
તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે તથા પ્રવર્તમાન = સંયમમાં સમ્યગુ રીતે પ્રવર્તમાન, એવા અન્યોના આસન્નસિદ્ધિકત્વનો નિશ્ચય કરીને, તવ્યાપ્ય તજ્જાતીયત્વનું આસન્નસિદ્ધિકત્વવ્યાપ્ય એવા તજ્જાતીયત્વનું, સ્વમાં પ્રતિસંધાન થવાને કારણે ઉક્ત શંકાની નિવૃત્તિ થવાથી, પ્રવૃત્તિનો અબાધ છે.
ભાવાર્થ:- શંકાકારનો આશય એ છે કે, પોતે સંયમયોગમાં પ્રવૃત્તિ કરે ત્યાર પછી જ પોતાનામાં વિશેષ દર્શન થાય કે, હું સંયમમાં યત્ન કરું છું, તેથી હું આસન્નસિદ્ધિક છું. અને હું આસન્નસિદ્ધિક છું એવો નિર્ણય થયા પછી જ સંયમયોગમાં પ્રવૃત્તિ સંભવે, માટે અન્યોન્યાશ્રય દોષ આવે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, સંયમમાં