________________
૫૯. ..
૫૯૨
. . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા.......
ગાથા - ૧૨૪-૧૨૫
ટીકાર્ય -“ફમત્રાવળે' - આ=વસ્થમાણ, અહીંયાં=જ્ઞાન અને આત્માની એકબીજાની અપેક્ષાએ થનારી શુદ્ધિમાં, જાણવું. “ય' જે આ પ્રમાણે જ્યારે જ્ઞાનાદિ ગુણોનો પરસ્પર અને જ્ઞાન અને આત્માના અદ્ભાવરૂપ ભેદ(અતાદાભ્યરૂપ ભેદ)ને આશ્રયીને અપૃથભાવરૂપ અભેદ પ્રતિપાદન કરાય છે, ત્યારે “આત્મા જ્ઞાનરૂપ જ છે એવો પ્રયોગ થતો નથી. વળી જ્યારે નિખિલ આત્મગુણોનો જ્ઞાનની સાથે અભેદવૃત્તિ આશ્રય કરાય છે ત્યારે તેવા પ્રકારનો “આત્મા જ્ઞાનરૂપ જ છે તેવા પ્રકારનો, પ્રયોગ થાય છે, પરંતુ જ્ઞાનનો જ એકાંતથી શુદ્ધત્વનો વ્યવહાર નથી. એથી કરીને તદાશ્રયનો કેવલજ્ઞાનના આશ્રય એવા કેવલીને ત—સંગ કૃતકૃત્યત્વનો પ્રસંગ, નથી.
ભાવાર્થ:- આત્માના જ્ઞાન, વીર્ય, ચારિત્ર આદિ ગુણો છે અને તે ગુણોનો પરસ્પર અતભાવ છે=જ્ઞાન એ વીર્ય નથી અને વીર્ય એ જ્ઞાન નથી, અને એ જ રીતે જ્ઞાન અને આત્માનો પણ અભાવ છે કેમ કે જ્ઞાન ગુણ છે અને આત્મા દ્રવ્ય છે. અને આ રીતે અતદ્ભાવરૂપ ભેદનો આશ્રય કરીને જ્યારે જ્ઞાન અને આત્માના અપૃથક્લાવરૂપ અભેદનું પ્રતિપાદન કરવામાં આવે ત્યારે “આત્મા જ્ઞાન છે' એમ કહી શકાય, પરંતુ આત્મા જ્ઞાન જ છે' તેમ ન કહી શકાય. અને જ્યારે દ્રવ્યાસ્તિકનયનું અવલંબન કરીને જ્ઞાનની સાથે બધા આત્મગુણોનો અભેદ કરવામાં આવે અને જ્ઞાન અને આત્માનો અપૃથગ્લાવરૂપ અભેદ છે તેવી વિવક્ષા કરવામાં આવે, ત્યારે “આત્મા જ્ઞાન જ છે એ પ્રકારનો પ્રયોગ થઈ શકે; કેમ કે દ્રવ્યાસ્તિકનય અભેદને જોનાર છે, તેથી એક જ આત્મામાં વર્તતા બધા ગુણોનો જ્ઞાનની સાથે અભેદ સ્વીકારી શકે છે. તેથી બધા ગુણો જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાન આત્માનો ગુણ છે, તેથી, આત્માની સાથે જ્ઞાનનો અપૃથભાવ છે એવી વિરક્ષા કરીએ ત્યારે, “આત્મા જ્ઞાન જ છે એમ કહી શકાય, કેમ કે જ્ઞાનથી પૃથફ અન્ય કોઈ ગુણ નથી. પર' . “પર'થી જે કથન કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, પૂર્વમાં કહ્યું કે જ્ઞાનાદિ ગુણોનો પરસ્પર અતભાવરૂપ ભેદનો આશ્રય કરીને અને જ્ઞાન અને આત્માનો અતભાવરૂપ ભેદનો આશ્રય કરીને અપૃથમ્ભાવરૂપ અભેદનો આશ્રય કરવા દ્વારા “આત્મા જ્ઞાનરૂપ જ છે' એ પ્રયોગ થઈ શકતો નથી; પરંતુ બધા આત્મગુણોનો જ્ઞાનની સાથે અભેદવત્તિ આશ્રય કરીને “આત્મા જ્ઞાનરૂપ જ છે' એવો પ્રયોગ થઇ શકે છે. આ રીતે સઘળા આત્મગુણોનો જ્ઞાનની સાથે અભેદવૃત્તિનો આશ્રય કરવામાં આવે ત્યારે, કેવલીના પણ બધા આત્મગુણો શુદ્ધ નહિ હોવાના કારણે અને જ્ઞાનનો પણ તે ગુણોની સાથે અભેદ હોવાને કારણે કેવલજ્ઞાન શુદ્ધ છે એમ કહી શકાય નહિ. પરંતુ જ્ઞાન સિવાયના અન્ય ગુણોથી જ્ઞાનનો ભેદ આશ્રય કરીને સિદ્ધભગવંતનુ અને ભવસ્થ કેવલીનું જ્ઞાન સરખું છે, તેથી તે શુદ્ધ છે; એવો વ્યવહાર થઈ શકે. તેથી જ્ઞાનનો એકાંતે શુદ્ધપણાનો વ્યવહાર નથી. એથી કરીને કેવલજ્ઞાનના આશ્રયભૂત કેવળીને સંપૂર્ણપણાથી કૃતકૃત્યત્વનો પ્રસંગ નથી. ll૧૨૪l
અવતરણિકા - નશ્વેવમાત્મા પ્રાતઃ સંધ્યભાવે વેનિનઃ પરમાત્મવંચાલિત્યાશામદિ
અવતરણિતાર્થ :- આ પ્રમાણે=ગાથા-૧૨૪માં સિદ્ધ કર્યું એ પ્રમાણે, આત્માની એકાંતથી સંશુદ્ધિના અભાવમાં કેવલીને પરમાત્મપણું નહિ થાય, એ પ્રમાણે આશંકામાં ગ્રંથકાર કહે છે