________________
ગાથા : ૧૭૧
અધ્યાત્મમતપરીક્ષા
.૮૬૫
અહીં ‘ષા’ શબ્દ યદ્યપિ સંયમયોગમાં વર્તતા વ્યાપારનો પરામર્શક છે, અને સંયમયોગમાં વ્યાપાર પુલિંગ શબ્દ છે, તો પણ ભગવાનની પરા આજ્ઞાની પ્રધાનતા બતાવવા ‘જ્ઞા’ શબ્દ સ્ત્રીલિંગમાં ગ્રહણ કરેલ છે.
ભાવાર્થ :- અહીં આ જ ભગવાનની પરા આજ્ઞા છે એમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, આ જ ભગવાનની પરા આજ્ઞા છે = અંતિમ આજ્ઞા છે. અન્ય બધી આજ્ઞાઓ આ આજ્ઞાની પુષ્ટિનું કારણ બને તો જ આચરણીય છે, પરંતુ આ આજ્ઞાની પુષ્ટિનું કારણ ન બનતી હોય તો અનાચરણીય પણ બને. માટે આ જ પરા = શ્રેષ્ઠ, આજ્ઞા છે, એમ કહેલ છે.
તપ-સંયમમાં ઉદ્યમવાળાને સકલ ફળની પ્રાપ્તિ છે. તેમાં સાક્ષી આપે છે -
ટીકાર્થ :- ‘તવ્રુત્ત - તે જ કહેલું છે –
‘બ્રેડ્ય’ તપ-સંયમમાં ઉદ્યમવાળા તેના વડે ચૈત્ય, કુલ, ગણ અને સંઘના વિષયમાં તથા આચાર્યના વિષયમાં, પ્રવચન અને શ્રુતના વિષયમાં અને તે સિવાય સર્વ પણ ધર્મકાર્યોમાં (કૃત્ય) કરાયું છે.
* ‘ત્તિ’ શબ્દ આવશ્યકનિર્યુક્તિના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
આવશ્યકનિર્યુક્તિ ગાથા-૧૧૭૦ની ટીકા મુજબ ભાવાર્થ આ પ્રમાણે –
ભાવાર્થ :- આ = તપ-સંયમમાં ઉદ્યમવાળામાં નિયમથી = નક્કી, જ્ઞાન-દર્શન-સંયમ હોય છે; અને આ જ = તપ-સંયમમાં ઉદ્યમવાળો જ, ગુરુ-લાધવનું આલોચન કરીને ચૈત્યાદિ કૃત્યોમાં સમ્યક્ પ્રવર્તે છે, કે જે પ્રમાણે ઐહિક અને આમુષ્મિક ગુણની વૃદ્ધિ થાય છે. અને વિપરીત વળી = તપ-સંયમમાં ઉદ્યમ વગરના વળી, કૃત્યમાં પણ પ્રવર્તમાન અવિવેકથી અકૃત્ય જ સંપાદન કરે છે.
=
–
=
આશય એ છે કે, જે જીવ સંસારથી ભયભીત થઇને સમ્યગ્ રીતે ગુણવાનને પરતંત્ર થઇને તપ-સંયમમાં ઉદ્યમશીલ છે, તે નિયમથી જ્ઞાનદર્શનસંપન્ન છે; કેમ કે કદાચ સ્વયં ગીતાર્થ ન હોય તો પણ ગુણવાનને પરતંત્રતારૂપ જ્ઞાન-દર્શન તેનામાં અવશ્ય છે. અને એ જીવ ગુરુ-લાઘવનું આલોચન કરીને ચૈત્યાદિ કૃત્યોમાં સમ્યક્ પ્રવર્તે છે જે વખતે ચૈત્યાદિ કૃત્યો ગુરુભૂત નિર્જરાનું કારણ હોય ત્યારે તેમાં પ્રવૃત્તિ કરે છે, અને જ્યારે સંયોગને અનુસાર અન્ય કૃત્યો બલવાન હોય તો તેમાં યત્ન કરે છે. અને તેનાથી આ લોકની વૃદ્ધિ = ધર્મશાસનની ઉન્નતિ થવારૂપ વૃદ્ધિ થાય છે, અને અત્યંત ઉચિત પ્રવૃત્તિ હોવાના કારણે પુણ્યાનુબંધીપુણ્યાદિરૂપ આમુષ્મિક ગુણની વૃદ્ધિ થાય છે પરલોકમાં ગુણની વૃદ્ધિ થાય છે; જેના કારણે જન્માંતરમાં ઉત્તમ-ઉત્તમતર ધર્મની પ્રાપ્તિ દ્વારા સ્વને મોક્ષની પ્રાપ્તિ . થાય છે. અને જે જીવ તપ-સંયમમાં ઉદ્યમવાળો નથી, અને ચૈત્ય-કુલ-ગણાદિના કૃત્યને કરતો હોય તો પણ, ગુરુલાઘવનું આલોચન નહિ કરતો હોવાના કારણે તેનામાં અવિવેક હોવાથી તે અકૃત્યને જ પેદા કરે છે – ચૈત્યાદિ કૃત્યોનું ફળ જે આલોક અને પરલોકના ફલરૂપ ગુણની વૃદ્ધિ છે, તેને પ્રાપ્ત નહિ કરતો હોવાથી તે અકૃત્યને જ સંપાદન કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, તપ-સંયમમાં ઉદ્યમવાળો જ્યારે ચૈત્યાદિ કૃત્યો ગુરુભૂત ન હોય ત્યારે તે ન કરતો હોય તો પણ, તેનાથી નિષ્પાદ્ય એવા ઐહિક-આમુષ્મિક ગુણની વૃદ્ધિને તે અવશ્ય પ્રાપ્ત કરે છે. કેમ કે તે વખતે પણ તેને ચૈત્યાદિ કૃત્યોના અનિષ્પાદનનો અધ્યવસાય નથી, પરંતુ તેનાથી બલવાન એવાં અન્ય કૃત્યોમાં ચૈત્યાદિ કૃત્યોનો અંતર્ભાવ હોવાથી તેના ફળની તેને પ્રાપ્તિ છે.
=