________________
૮૬૪. .
અધ્યાત્મમત પરીક્ષા............. ગાથા - ૧૭૧ ફળ નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે જીતવાની ઇચ્છાવાળાઓને વાદીના પરાજયનું ફળપણું હોવા છતાં પણ, તત્ત્વનિર્ણય કરવાની ઇચ્છાવાળાને તત્ત્વનિર્ણય દ્વારા વિરતિનું જ ફળપણું છે. “પુષ' આ જ = પૂર્વમાં કહ્યું કે જે સંયમયોગમાં વ્યાપાર છે તે અધ્યાત્મનું ઉપનિષ છે આજ, અધ્યાત્મભાવન માટે અધ્યાત્મ સંબંધી પરીક્ષાનું કારણ છે, જેમ કષપલલેખા = કસોટીના પથ્થર પરની રેખા, કનકની = સુવર્ણની, પરીક્ષાનું કારણ છે.
ભાવાર્થ - આત્મામાં અધ્યાત્મનું ભાવન કરવું હોય = અધ્યાત્મને અતિશયિત કરવું હોય, તો તેના માટે પોતાનામાં કઈ ભૂમિકાનું અધ્યાત્મ છે તેનો નિર્ણય કરવો જોઈએ; અને તેના માટે અધ્યાત્મની પરીક્ષા આવશ્યક છે, = પોતાનામાં કેવું અધ્યાત્મ છે તેની પરીક્ષા આવશ્યક છે, અને તેના માટે સંયમયોગનો વ્યાપાર જ કારણ છે. જેમ કસોટીના પથ્થર ઉપર કરાયેલી રેખા જેવી હોય તે મુજબ સુવર્ણની શુદ્ધિ-અશુદ્ધિનો નિર્ણય થાય છે, તેમસંયમયોગનો વ્યાપાર જેવો દઢ-અદૃઢ હોય તે પ્રમાણે પોતાનામાં વર્તતા અધ્યાત્મનો નિર્ણય થાય છે. અને તે નિર્ણય થયા પછી પોતાનામાં ઉત્તર-ઉત્તરના અધ્યાત્મના ભાવન માટે યત્ન થઈ શકે છે.
ઉત્થાન અહીં પ્રશ્ન થાય કે સંયમયોગોનો વ્યાપાર બાહ્ય આચરણારૂપ છે, અને અધ્યાત્મ એ અત્યંતર વિશુદ્ધિરૂપ છે. તેથી બાહ્ય વ્યાપારથી અત્યંતર વિશુદ્ધિનો નિર્ણય કેવી રીતે થઈ શકે? તેથી કહે છે -
ટીકાર્થ:- “વાહર બાહ્યકરણવ્યાપારનું જઅત્યંતર વિશુદ્ધિની પરીક્ષામાં સમર્થપણું છે, અને તેના વિરહમાં= બાહ્યકરણવ્યાપારના વિરહમાં, તેનો અભાવ = અત્યંતર વિશુદ્ધિનો અભાવ, છે.
ભાવાર્થ બાહ્યકરણવ્યાપાર જેમ જેમ વિશુદ્ધ-વિશુદ્ધતર હોય, તેમ તેમ અત્યંતર વિશુદ્ધિ પણ વિશેષ-વિશેષતર થાય છે. માટે અત્યંતર વિશુદ્ધિની પરીક્ષા બાહ્ય વ્યાપારથી જ થાય છે. કેમ કે બાહ્યકરણવ્યાપારના વિરહમાં અત્યંતર વિશુદ્ધિનો અભાવ છે.
ટીકાર્ય - “તપુમાને - તે આગમમાં કહેલું છે - સંગમનોોષ - સંયમયોગોમાં સદા = સર્વ કાળ, જેઓ વળી વિદ્યમાન સામર્થ્યવાળા પણ સીદાય છે, તેઓ બાહ્યકરણમાં આળસવાળા કેવી રીતે વિશુદ્ધ ચારિત્રવાળા થાય છે? અર્થાત્ થતા નથી. ઈફ “ત્તિ આવશ્યકનિયુક્તિના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ટીકાર્ય - “જીવ પર આ જ = જે સંયમયોગમાં વ્યાપાર છે એ જ, પરા = શ્રેષ્ઠ, ભગવાનની આજ્ઞા છે, કેમ કે તપ-સંયમમાં ઉદ્યમ કરનારાઓને સકલ ફળનું અનુજ્ઞાન છે = સકલ ફળની પ્રાપ્તિ છે.