________________
અધ્યાત્મમતપરીક્ષા
.૮૫૭
ગાથા : ૧૬૯ છતાં પણ અનાચાર નથી. કેમ કે દેશભંગ હોતે છતે પણ સર્વભંગનો અભાવ છે, અર્થાત્ માનસિક વિકારલેશ એ દેશભંગરૂપ છે, તેથી દેશભંગ હોવા છતાં પણ અનાચારરૂપ સર્વભંગનો અભાવ છે.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે સંયમનો વિરુદ્ધ પરિણામ હોવા છતાં સંયમનો સર્વભંગ કેમ ન કહ્યો ? તેથી કહે છે
ટીકાર્ય :- ‘માનસિજ (માનસિક વિકારરૂપ) માનસિક પાપનું માનસ પશ્ચાત્તાપાદિથી પ્રતિકાર્યપણું છે.
ભાવાર્થ :- કહેવાનું તાત્પર્ય એ છે કે, માનસિક વિકારલેશ થઇ જાય તે રૂપ માનસિક પાપ માટે, શાસ્ત્રમાં સંયમના છેદરૂપ મૂલાદિ પ્રાયશ્ચિત્ત કહેલા નથી, પરંતુ તે પાપનાશના ઉપાયરૂપે પાપ થયા પછી માનસ પશ્ચાત્તાપ અને ‘આદિથી’ પ્રાપ્ત ગુરુ સમક્ષ નિવેદન દ્વારા તપના ગ્રહણાદિથી પ્રતિકાર્યપણું છે; અર્થાત્ માનસ પશ્ચાત્તાપાદિથી તે પાપ ધોવાઇ જાય છે. તેથી ત્યાં સંયમનો સર્વથા ભંગ નથી, કેમ કે સંયમનો સર્વથા ભંગ હોય ત્યાં મૂલાદિ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય.
અહીં વિશેષ એ છે કે, અહીં માનસિક વિકારથી ચોથા વ્રતનો વિકાર માત્ર ગ્રહણ કરવાનો નથી, પરંતુ સંયમયોગમાં કોઇપણ ઉપયોગની સ્કૂલના થાય છે ત્યાં, કષાય કે નોકષાયકર્મના ઉદયથી સ્ખલના થાય છે; તે સંયમયોગના ઉપયોગની સ્ખલનારૂપ માનસિક વિકાર ગ્રહણ કરવાનો છે. અને તે વિકાર બકુશ-કુશીલ ચારિત્રવાળાને અવશ્ય હોય છે, તો પણ ભગવાનના શાસ્ત્રમાં તેઓને ચારિત્રી કહ્યા છે. તેથી દેશથી ભંગ હોવા છતાં તેઓને ચારિત્રનો સર્વભંગ નથી.
ટીકાંર્થ :- ‘અન્યથા’ અન્યથા = દેશથી ભંગમાં પણ ચારિત્રનો સર્વથા ભંગ થાય છે એમ માનો તો, છદ્મસ્થોને પ્રત્યાખ્યાનના ભંગનું અવશ્યપણું હોતે છતે, પ્રવ્રજ્યાના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે.
ભાવાર્થ :- યઘપિ ક્વચિત્ છદ્મસ્થો સંયમ ગ્રહણ કર્યા પછી નિરતિચાર ચારિત્ર પાળે તો લેશ પણ પ્રત્યાખ્યાનભંગ ન થાય, જેમ તીર્થંકરાદિ જીવો; તો પણ ભગવાનનું શાસન બહુલતાએ બકુશ-કુશીલ ચારિત્રીથી જ પ્રવર્તે છે; અને સમ્યગ્ રીતે યતમાન પણ મુનિને બહુલતાએ પ્રત્યાખ્યાનનો દેશથી ભંગ થાય છે. તેને સામે રાખીને કહ્યું છે કે, છદ્મસ્થોને પ્રત્યાખ્યાનભંગનું અવશ્યપણું હોવાથી દેશભંગમાં ચારિત્રનો સર્વભંગ માનવાથી પ્રવ્રજ્યાના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે.
ઉત્થાન :- ‘યત્તાવવુń ...’ અત્યાર સુધી ગાથા-૧૬૯માં કહેલ કથનનું નિગમન કરતાં કહે છે –
-
टी51 :- तस्मात्ं स्त्रीक्लीबयोर्वैषम्यस्य दर्शितत्वात्तयोरुभयोः समानशीलत्वे वाङ्गमात्रमेव शरणमिति न किञ्चिदेतत् ।