________________
૮૫. . . . . . . . • • • • • • • ૮૫૪. .
અધ્યાત્મમતપરીક્ષા............. ગાથા : ૧૬૯
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે, ક્વચિત્ પુરુષોમાં પ્રબળ વેદનો ઉદય હોઈ શકે, પરંતુ નિરંતરથી સ્ત્રીઓને વેદનું પ્રજવલન સંભવે, માટે સ્ત્રીઓને પ્રબળકર્મત્વની સિદ્ધિ થશે. તેથી અન્ય હેતુ કહે છે -
ટીકાર્થ:- “મૈરાર્થે નિરંતરપણાથી પ્રજવલનનું અનિયતપણું છે
ભાવાર્થ-બધી સ્ત્રીઓમાં નિરંતરથી વેદનું પ્રજવલન ચાલ્યા કરે તેવો કોઇ નિયમ નથી. પરંતુ મોટે ભાગે સ્ત્રીઓને વેદનો ઉદય વધારે શમતો નથી, એ પ્રમાણે શાસ્ત્ર કહે છે. આમ છતાં, સ્ત્રીઓ પણ વેદનું શમન કરી શકે છે.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે, સ્ત્રીત્વસનિયત દોષોનું પ્રાબલ્ય સ્ત્રીઓમાં હોવાથી પ્રબળકર્મત્વ સિદ્ધ થશે, તેથી કહે છે –
ટીકાઈ-કોઈક સ્ત્રીમાં સ્ત્રીત્વસનિયત (માયા વગેરે) દોષોનું પ્રાબલ્ય હોવા છતાં પણ, કોઈક પુરુષમાં પુરુષત્વસનિયત (ક્રૂરતાદિ) દોષોનું પણ પ્રાબલ્ય છે, માટે તેના બળથી પ્રબળકર્મત સ્ત્રીમાં સિદ્ધ થઈ શકે નહિ.
ટીકા - મસ્તુ વા પુરુષાપક્ષી પ્રવર્તત્વ સ્ત્રી, “તુતુ દુર્બનઃ” રૂત્તિ ચાયત, તથાપિ તા भाववैचित्र्यादेव विचित्रकर्मक्षयः, अध्यवसायवैचित्र्यादेव निर्जरावैचित्र्यप्रतिपादनात्, अन्यथा सर्वेषां चारित्रिणां समनिर्जरत्वप्रसङ्गात् ।
ટીકાર્ચ- “વા' અથવા “દુર્જન ભલે ખુશ રહો” એ પ્રકારે ન્યાયથી, પુરુષની અપેક્ષાએ સ્ત્રીઓનું બળ કર્મપણું હો, તો પણ તેઓના = સ્ત્રીઓના, ભાવવૈચિત્ર્યથી જ વિચિત્ર કર્મક્ષય થાય છે, કેમ કે અધ્યવસાયના વૈચિત્ર્યથી જ નિર્જરાના વૈચિત્ર્યનું શાસ્ત્રમાં) પ્રતિપાદન છે. અન્યથા = અધ્યવસાયના વૈચિત્ર્યથી જ નિર્જરાના વૈચિત્ર્યનું પ્રતિપાદન છે એવું ન માનો, પરંતુ સંયમની આચરણા પ્રમાણે જ નિર્જરાનું વૈચિત્ર્ય છે એવું માનો તો, સર્વ ચારિત્રીઓને સમાન નિર્જરત્વનો પ્રસંગ આવે.
ભાવાર્થ ભાવવૈચિત્ર્ય હોવાથી વિચિત્ર કર્મક્ષય થાય છે એમ કહ્યું તે વચનથી, સામાન્યથી પ્રાપ્ત અર્થ સર્વને સંમત છે, કેમ કે જેવા કેવા પ્રકારનો કર્મક્ષય થાય તેવા તેવા પ્રકારનો ભાવ ત્યાં અવશ્ય હોય છે. પરંતુ અહીં એ કહેવું છે કે, કેટલાક પુરુષને કઠોર આચરણાથી જે ક્ષપકશ્રેણિના પ્રતિબંધક કર્મનો નાશ થઈ શકે છે, તેવી કઠોર ચર્યા સ્ત્રીઓને નહિ હોવા છતાં, અને પુરુષ કરતાં પ્રબળ કર્મ તેઓને હોવા છતાં, અકઠોર ચર્યાવાળા પણ સંયમમાં વર્તતા યત્નકાળમાં નિષ્પન્ન થયેલ ભાવવિશેષને કારણે, ક્ષપકશ્રેણિનાં પ્રતિબંધક કર્મોનો કેટલીક સ્ત્રીઓને ક્ષય થાય છે. માટે પૂર્વપક્ષીનું કથન અયુક્ત છે.
ટીકામાં અન્યથા'થી જે કહ્યું કે અધ્યવસાયની વિચિત્રતાથી જ નિર્જરાની વિચિત્રતા શાસ્ત્રમાં પ્રતિપાદિત છે, અને એવું ન માનો તો સમ્યગ રીતે સંયમમાં યત્ન કરતા બધા ચારિત્રીઓને સમાન નિર્જરા થવાનો પ્રસંગ