________________
૮૪૪. . . . અધ્યાત્મમત પરીક્ષા
... ગાથા - ૩૬૬ ટીકાર્ય - વજુ - થી પૂર્વપક્ષી કહે છે કે, પ્રવ્રજયાના અધિકારનું પરંપરાથી મોક્ષહેતુતા વડે નિર્વાહ થશે. ભાવાર્થ - પૂર્વપક્ષીને કહેવાનો આશય એ છે કે, સ્ત્રી પ્રવ્રયાની અધિકારી હોય તો પણ મોક્ષ પામે છે તેમ કહી શકાશે નહિ; કેમ કે પ્રવ્રયાનું પાલન કરીને બીજા બીજા ભવોમાં સંયમાદિને પામીને મોક્ષનો હેતુ તે પ્રવ્રજ્યા બની શકે છે, તેથી સીશરીરથી સ્ત્રીને મોક્ષ થાય છે તે વાત, પ્રવ્રજ્યાના અધિકારીપણાથી સિદ્ધ કરી શકાશે નહિ.
વન્... વાક્યમ્ સુધીનું કથન પૂર્વપક્ષી પોતાની વાતને પુષ્ટ કરવા માટે કહે છે - ટીકા -વૈવન' અને એ પ્રમાણે = પૂર્વમાં પૂર્વપક્ષીએ કહ્યું કે પ્રવ્રયાના અધિકારનો પરંપરાથી મોક્ષહેતુપણા વડે કરીને નિર્વાહ છે એ પ્રમાણે, અલ્પઆયાસસાધ્ય એવા તેના હેતુ =મોક્ષના હેતુ, એવી દેશવિરતિ આદિમાં જ પ્રવૃત્તિ સંગત થશે, પણ નહિ કે બહુઆયાસસાધ્ય એવી સર્વવિરતિમાં (પ્રવૃત્તિ સંગત થશે.). આ પ્રમાણે કોઈની શંકાનું નિવારણ કરતાં પૂર્વપક્ષી કહે છે કે એમ ન કહેવું, કેમ કે દેશવિરતિ આદિનું ભૂયોભવઘટિત (ઘણા ભવ ઘટિત) પારંપર્યથી મોક્ષહેતુપણું હોવા છતાં પણ, ચારિત્રનું અલ્પભવઘટિત પારંપર્યથી મોક્ષહેતુપણું હોવાને કારણે, તાદશ પારંપર્યથી = તેવા પ્રકારની પરંપરાથી, અર્થાત્ અલ્પભવઘટિત પરંપરાથી, મોક્ષાર્થીપણ વડે ત્યાં = ચારિત્રમાં, પ્રવૃત્તિનું યુક્તપણું છે. અન્યથા દુષમકાળમાં રહેલ મુમુક્ષુઓ ત્યાં = ચારિત્રમાં, કેવી રીતે પ્રવર્તશે?
ભાવાર્થ - વૈવથી શંકા કરનારનું તાત્પર્ય એ છે કે, વાસ્તવિક રીતે દેશવિરતિ પરંપરાએ મોક્ષનો હેતુ છે અને સર્વવિરતિ સાક્ષાત્ મોક્ષનો હેતુ છે. અને જો તમે સર્વવિરતિને પરંપરાએ મોક્ષનો હેતુ કહો તો દેશવિરતિ અને સર્વવિરતિ ઉભય પરંપરાએ મોક્ષના હેતુ પ્રાપ્ત થશે. તેથી મોક્ષનો અર્થી અલ્પઆયાસસાધ્ય એવી દેશવિરતિમાં જ પ્રવૃત્તિ કરશે, સર્વવિરતિમાં નહિ કરે. આવી કોઇની શંકાનું નિવારણ કરતાં પૂર્વપક્ષી કહે છે કે એમ ન કહેવું. કેમ કે દેશવિરતિ આદિ અલ્પઆયાસસાધ્ય હોવા છતાં અને ચારિત્ર બહુઆયાસસાધ્ય હોવા છતાં પણ દેશવિરતિ આદિથી અનેકભવઘટિત પરંપરાએ મોક્ષ મળતો હોવાથી, અને સર્વવિરતિથી અલ્પભવઘટિત પરંપરાએ મોક્ષ મળતો હોવાથી, અલ્પભવઘટિત પરંપરાએ મોક્ષને ઇચ્છતી સ્ત્રીઓ અર્થાત અલ્પ ભવમાં જ મોક્ષને ઇચ્છતી સ્ત્રીઓ, વ્રજ્યામાં પ્રવૃત્તિ કરે તે જયુક્ત છે. નહીંતર તો દુષમકાળમાં રહેલ મુમુક્ષુઓની પણ પરંપરાએ મોક્ષસાધક એવા ચારિત્રમાં પ્રવૃત્તિ શી રીતે થાય? આ પ્રમાણે નનુથી રૂતિ વેત સુધીનો પૂર્વપક્ષ છે. એમાં ર વૈવમ્ ... વાધ્ય સુધી પૂર્વપક્ષ અંતર્ગત કોઈકની શંકા છે, તેનું નિરાકરણ કરવા માટે પૂર્વપક્ષીએ સેવિરતિ યુવાત સુધી હેતુ આપેલ છે, અને “થપચથ'થી એવું ન સ્વીકારો તો શું આપત્તિ આવે તે બતાવ્યું છે.
ઉત્થાન :- પૂર્વમાં “નાથી પૂર્વપક્ષીએ કહેલ કે, પ્રવ્રયાઅધિકારનો પરંપરાથી મોક્ષહેતતા વડે કરીને જ નિર્વાહ છે, તેથી સ્ત્રી પ્રવ્રજયાની અધિકારી સિદ્ધ થાય છે; તો પણ સ્ત્રી શરીરથી મોક્ષ થાય એ સિદ્ધ થઈ શકે નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે
ટીકાર્ય -૧,વિના' એમ ન કહેવું, કેમ કે કારણવૈકલ્યા વિના અધિકારીની સામાન્યથી મુમુક્ષામાત્રથી જ = મુક્ત થવાની ઇચ્છામાત્રથી જ, પ્રવૃત્તિ છે.