________________
ગાથા ૧૬૬..............અધ્યાત્મમત પરીક્ષા .......
• • • • • • • • • • • • • . .૮૪૫
ભાવાર્થ:-ગુણસંપત્તિવાળો જીવ હોય તો તે પ્રવ્રયાનો અધિકારી હોય, અને સંઘયણબળ આદિ કારણનું વૈકલ્ય પ્રાપ્ત થયેલ ન હોય, એવા જીવની સંયમમાં પ્રવૃત્તિ સામાન્યથી = સંસારમાંથી મુક્ત થવાની ઇચ્છા માત્રથી, હોય છે. જયારે કારણનું વૈકલ્ય હોય ત્યારે, સંયમનો અધિકારી જાણે છે કે સંઘયણબળ આદિના અભાવને કારણે આ ભવમાં મોક્ષ સંભવતો નથી, તેથી મોક્ષની ઇચ્છાવાળો પણ તે જીવ જન્માંતરમાં મોક્ષસાધક સામગ્રીની ઇચ્છાથી પણ પ્રવૃત્તિ કરે છે; પરંતુ કારણની કોઇ વિકલતા ન હોય ત્યારે કેવલ મોક્ષની ઇચ્છાથી જ પ્રવૃત્તિ થાય છે.
“સામાન્યતા મુક્ષાનવ પ્રવૃત્તેિ અહીં સામાન્યથી કહ્યું છે તેનો વિશેષ ભાવ એ છે કે, જે જીવને મોક્ષને અનુકૂળ કારણનું વૈકલ્ય ન હોય તે જીવને, મારે મોક્ષમાં જવું છે માટે સંયમમાં યત્ન કરું તેવી ઇચ્છા હોય છે, અને સાથે સાથે સંયમપાલન દ્વારા ઉપર ઉપરની ભૂમિકાના સંયમની પણ ઇચ્છા હોય છે. અને તે જીવ ઇચ્છે છે કે સત્ત્વનો પ્રકર્ષ થાય તો આ ભવમાં મને મોક્ષ પ્રાપ્ત થઈ શકશે. જયારે સંઘયણબળ આદિ કારણ વિકલ હોય ત્યારે, અધિકારી જીવ સંયમમાં પ્રયત્ન કરે છે ત્યારે તે જાણે છે કે આ ભવમાં મોક્ષની શક્તિ નથી; આમ છતાં, તે જીવને મોક્ષ મેળવવાની ઇચ્છા છે, તેથી તે વિચારે છે કે હું એ રીતે સંયમ પાળું કે વર્તમાનમાં ઉપર ઉપરની સંયમની ભૂમિકા પ્રાપ્ત થાય, કે જેથી જન્માંતરમાં સંયમની ઉત્તમ સામગ્રી મળે, અને તેના બળથી મોક્ષને પામું. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, સામગ્રીવૈકલ્યવાળાને જન્માંતરમાં સંયમની સામગ્રી પામવાની ઇચ્છા હોય છે, અને સામગ્રીવૈકલ્યવિનાના જીવને સામાન્યથી મોક્ષ મેળવવામાત્રની ઇચ્છા હોય છે; પરંતુ જન્માંતરમાં સામગ્રી મેળવીને હું મોક્ષમાં જાઉં તેવી ઇચ્છા હોતી નથી.
ટિીકાર્ય - અન્યથા” અન્યથા =કારણના વૈકલ્ય વગર અધિકારીને સામાન્ય રીતે મોક્ષની ઇચ્છામાત્રથી જ પ્રવૃત્તિ ન માનો, અને તેને પણ પરંપરાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ માનો, તો વિપરીત શંકાથી પ્રવૃત્તિનો પ્રતિબંધક થાય.
ભાવાર્થ - કહેવાનો આશય એ છે કે, વિચારક જીવને શંકા થાય કે આ ભવની અંદર કોઇ કારણનું વૈકલ્ય નથી; આમ છતાં, સંયમની પ્રવૃત્તિથી આ ભવમાં મોક્ષ થઇ શકે તેમ નથી, કેમ કે પ્રવ્રયા પરંપરાએ જ મોક્ષનો હેતુ છે; તો તે જ રીતે જન્માંતરમાં પણ આ જ પ્રવ્રયાને પ્રાપ્ત કરીશ, તો પણ તેનાથી કેવી રીતે મુક્ત થઇ શકીશ? કેમ કે આ ભવમાં તે પ્રવ્રજ્યા સાક્ષાત્ મોક્ષસાધ્ય નથી, તેમ ઉત્તરોત્તર દરેક ભવમાં પ્રાપ્ત થયેલી પ્રવ્રજ્યા મોક્ષની સાક્ષાત્ સોધક બની શકશે નહિ, માટે પ્રવ્રજ્યા મોક્ષનું કારણ થઈ શકશે નહિ. આ રીતની વિપરીત શંકા થવાને કારણે પ્રવૃત્તિનો પ્રતિબંધ થશે.
ઉત્થાન - નથી પૂર્વપક્ષીએ એ સ્થાપન કર્યું કે, પ્રવજ્યાઅધિકારીને પણ પ્રવ્રયાગ્રહણથી પરંપરાએ જ મોક્ષપ્રાપ્તિ થાય છે એમ માની શકાય છે. અને તેમ કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે, સ્ત્રીઓ પ્રવ્રજ્યાની અધિકારી હોવા છતાં સ્ત્રીભવમાં મોક્ષ પામી શકે નહિ, પરંતુ પરંપરાએ કોઈક ભવમાં પુરુષ થઈને મોક્ષમાં જઈ શકે. તેના નિરાકરણરૂપે ગ્રંથકારે સ્થાપન કર્યું કે, મોક્ષની પૂર્ણસામગ્રીવાળો જીવ દીક્ષાનો અધિકારી હોય તો, તે જ ભવમાં મોક્ષપ્રાપ્તિની ઇચ્છાથી પ્રવ્રયામાં પ્રવૃત્તિ કરે છે. તેથી સ્ત્રી પણ સામગ્રીની વિકલતાવાળી ન હોય તો તે જ ભવમાં