________________
અધ્યાત્મમતપરીક્ષા
૮૩૪.
ગાથા - ૧૬૬
टीst :- यत्तावदुक्तं "स्त्रीणां सप्तमनरकपृथ्वीगमनयोग्यमनोवीर्यपरिणत्यभावात् मोक्षगमनहेतुमनोवीर्यपरिणतेरप्यभावः" इति तदयुक्तं, न हि यत्र यत्र मोक्षगमनयोग्यता तत्र तत्र सप्तमनरकपृथ्वीगमन - योग्यतेति व्याप्तिरस्ति यद्बलेन व्यापकाभावाद्वयाप्याभावः सिद्ध्येत् । 'प्रसन्नचन्द्रादिषु तदुभयसहचारो दृष्ट' इति चेत् ? न, सहचारदर्शनमात्रेणव्याप्तेरग्रहात् तादृशाशुभमनोवीर्यपरिणतिविरहिण चरमशरीरिणि व्यभिचारात् । एतेन यत्र सप्तमनरकपृथ्वीगमनयोग्यताविरहस्तत्र मुक्तिगमन - योग्यताविरह इत्यभावमुखेन व्याप्तिरपि परास्ता, उत्कृष्टाऽशुभमनोवीर्यपरिणतिविरहेऽपि उत्कृष्टशुभमनोवीर्यपरिणतिसम्भवाद्, अन्यथा विपरीतनियमप्रसङ्गे मुक्तिगमनाऽयोग्यानामभव्यानामपि सप्तमनरकपृथ्वीगमनं न स्यात् । अपि च नाधोगतिविषये मनोवीर्यपरिणतिवैषम्यदर्शनादूर्ध्वगतावपि तद्वैषम्यं यतो भुजपरिसर्पाः पक्षिणश्चतुष्पदा उरगाश्चाधोगतावुत्कर्षतो यथाक्रमं द्वितीयां तृतीयां चतुर्थी पञ्चमीं च पृथ्वीं गच्छन्ति, ऊर्ध्वं तु सर्वेप्युत्कर्षतः सहस्रारं यावदेवेति ।
ટીકાર્ય :-‘યત્તાવવુ ’સ્ત્રીઓને સાતમી નરકપૃથ્વીગમનયોગ્ય મનોવીર્યપરિણતિનો અભાવ હોવાથી, મોક્ષગમનહેતુ મનોવીર્યપરિણતિનો પણ અભાવ છે, એ પ્રમાણે જે વળી કહેવાયું તે અયુક્ત છે; કેમ કે જ્યાં જ્યાં મોક્ષગમનયોગ્યતા હોય ત્યાં ત્યાં સાતમી નરકપૃથ્વીમાં ગમનયોગ્યતા હોય, એ પ્રકારે વ્યાપ્તિ નથી, કે જેના બળથી સાતમી નરકંપૃથ્વીમાં ગમનયોગ્યતારૂપ વ્યાપકના અભાવથી, મોક્ષગમનની યોગ્યતારૂપ વ્યાપ્યનો અભાવ સિદ્ધ થઇ શકે,
અહીં પૂર્વપક્ષી શંકા કરે કે, પ્રસન્નચંદ્રાદિમાં તદુભયનો સહચાર = મોક્ષગમનયોગ્યતા અને સપ્તમનરકપૃથ્વીગમનયોગ્યતારૂપ તદુભયનો સહચાર, દેખાયેલો છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું, કેમ કે સહચારદર્શનમાત્રથી વ્યાપ્તિનો અગ્રહ છે = ક્યાંક ક્યાંક સહચાર દેખાવામાત્રથી તેવી વ્યાપ્તિનો નિર્ણય થઇ જતો નથી. (અને) તેવા પ્રકારની અશુભ મનોવીર્યપરિણતિના અભાવવાળા ચરમશીરીમાં વ્યભિચાર છે, અર્થાત્ તીર્થંકરાદિ કેટલાક ચરમશરીરી જીવોને તેવી અશુભ મનોવીર્યપરિણતિ ન હોવા છતાં, મોક્ષગમનયોગ્ય શુભપરિણતિ હોવાથી વ્યભિચાર હોવાના કારણે, તેવી વ્યાપ્તિ માની શકાતી નથી.
તેન = આનાથી = જ્યાં જ્યાં મોક્ષગમનયોગ્યતા છે ત્યાં ત્યાં સપ્તમનરકપૃથ્વીગમનયોગ્યતા છે એવી વ્યાપ્તિ નથી આનાથી, સાતમી નરકગમનયોગ્યતાનો અભાવ હોય છે ત્યાં મોક્ષગમનયોગ્યતાનો (પણ) અભાવ હોય છે, એ પ્રમાણે અભાવમુખથી વ્યાપ્તિ પણ = અભાવઘટિત વ્યાપ્તિ પણ, પરાસ્ત જાણવી. કેમ કે ઉત્કૃષ્ટ અશુભ મનોવીર્યપરિણતિના વિરહમાં પણ ઉત્કૃષ્ટ શુભ મનોવીર્યપરિણતિનો સંભવ છે. અન્યથા વિપરીત નિયમપ્રસંગમાં= જેઓને ઉત્કૃષ્ટ શુભ મનોવીર્યપરિણતિ ન હોય તેઓને ઉત્કૃષ્ટ અશુભ મનોવીર્યપરિણતિ પણ હોતી નથી એવા વિપરીત નિયમના પ્રસંગમાં, મુક્તિગમન માટે અયોગ્ય એવા અભવ્યોને પણ સપ્તમનરકપૃથ્વીગમન થઇ શકશે નહિ.
‘પિ ચ’ અને વળી અધોગતિના વિષયમાં મનોવીર્યપરિણતિના વૈષમ્યનું દર્શન હોવાથી ઊર્ધ્વગતિમાં પણ તેનું વૈષમ્ય = મનોવીર્યપરિણતિનું વૈષમ્ય, નથી; જે કારણથી ભુજપરિસર્વે, ખેચરો, ચતુષ્પદો, ઉરપરિસર્વે, અધોગતિમાં ઉત્કૃષ્ટથી અનુક્રમે બીજી, ત્રીજી, ચોથી, અને પાંચમી નરક પૃથ્વીમાં જાય છે. વળી, ઊર્ધ્વમાં તો બધા