________________
ગાથા : ૧૬૫-૧૬૬.
અધ્યાત્મમતપરીક્ષા
.૮૩૩
ટીકા :- સ્વાવેતત્-નવુંસાનામાનપુંસરી નિવૃત્તેરનન્તાનુવસ્થિમિરનુવત્તિતવ્ય, સ્ત્રીનાં ત્વાશ્ત્રીશરીરनिर्वृत्तेः प्रत्याख्यानावरणैरनुवर्त्तिष्यत इति क्लीबस्य न सम्यग्दर्शनं, स्त्रीणां तु न चारित्रमेवेति चेत् ? न, स्त्रीत्वक्लीबत्वबन्धकत्वसाम्येन द्वयोरप्यविशेषेणानन्तानुबन्ध्यनुवृत्तिप्रसङ्गात्, स्त्रियास्तत्क्षयादिसामग्र्यां च कषायान्तरक्षयादिसामग्र्या अप्यबाधात् । 'नपुंसकस्य कुतो न तादृशसामग्री 'ति चेत् ? तत्र स्वभ एव शरणं, नपुंसकत्वबन्धकालीनानामनन्तानुबन्ध्यादीनां निकाचनादिति दिग् ॥१६५॥
ટીકાર્થ :- ‘સ્થાવેતત્’ અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, નપુંસકોને નપુંસકશરીરની નિવૃત્તિ=રચના, સુધી અનંતાનુબંધી કષાયો અનુવર્તે છે, વળી સ્ત્રીઓને સ્રીશરીરની નિવૃત્તિ સુધી પ્રત્યાખ્યાનાવરણ કષાયો અનુવર્તશે, એથી કરીને નપુંસકને સમ્યગ્દર્શન નથી, અને વળી સ્ત્રીઓને ચારિત્ર જ નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે સ્રીપણું અને નપુંસકપણાના બંધકત્વમાં સમાનતા હોવાથી બંનેમાં પણ=સ્રીપણું અને નપુંસકપણું બંનેમાં પણ, અવિશેષપણાથી અનંતાનુબંધી કષાયની અનુવૃત્તિનો પ્રસંગ છે. અને સ્રીઓને તત્ક્ષયાદિસામગ્રી હોતે છતે=અનંતાનુબંધીના ક્ષય-ક્ષયોપશમાદિની સામગ્રી હોતે છતે, (અનંતાનુબંધી નિવૃત્ત થઇ શકે છે એમ જો કહેશો તો) કષાયાન્તર ક્ષયાદિસામગ્રીનો પણ=પ્રત્યાખ્યાનાવરણ કષાયોના ક્ષયાદિસામગ્રીનો પણ, અબાધ હોવાથી (પ્રત્યાખ્યાનાવરણ કષાયોને પણ નિવૃત્ત થવા માનવા પડશે.) ‘નપુંસક્ષ્ય’– અહીં પૂર્વપક્ષી–દિગંબર, સિદ્ધાંતકારને પૂછે છે કે, નપુંસકને કેમ તાદેશ સામગ્રી=અનંતાનુબંધીના ક્ષયાદિની સામગ્રી, હોતી નથી? તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, નપુંસકપણાના બંધકાલીન અનંતાનુબંધી આદિની નિકાચના કરી હોવાથી ત્યાં=નપુંસકમાં, સ્વભાવ જ શરણ છે, અર્થાત્ નપુંસકોનો સ્વભાવ જ એવો હોય છે કે અનંતાનુબંધીના ક્ષયાદિની સામગ્રી તેઓને પ્રાપ્ત થાય નહીં, એ પ્રમાણે દિશાસૂચન છે. ૧૬૫
અવતરણિકા :- અથ મન:પ્રર્ષવિહસંહનનવિહેતું રૂપતિ -
અવતરણિકાર્ય :- સ્ત્રીઓને મુક્તિ ન હોવામાં ગાથા-૧૬૧માં દિગંબરે કહેલ મનઃપ્રકર્ષના અભાવરૂપ હેતુને, તેમ જ સંઘયણના અભાવરૂપ હેતુને, દૂષિત કરતાં ગ્રંથકાર કહે છે –
ण य तासि मणविरियं असुहं व सुहं वि णेव उक्किट्ठे । तारिसणियमाभावा तेण हओ चरमहेऊवि ॥१६६॥
( न च तासां मनोवीर्यमशुभमिव शुभमपि नैवोत्कृष्टम् । तादृशनियमाभावात् तेन हतश्चरमहेतुरपि ॥१६६॥ )
ગાથા :
ગાથાર્થ :- અને તેઓને = સ્ત્રીઓને, અશુભ મનોવીર્ય ઉત્કૃષ્ટ હોતું નથી, તેમ શુભ પણ = શુભ મનોવીર્ય પણ ઉત્કૃષ્ટ હોતું જ નથી એમ ન કહેવું, કેમ કે તાદેશ નિયમનો = અશુભ મનોવીર્ય ઉત્કૃષ્ટ ન હોય તો શુભ મનોવીર્ય પણ ઉત્કૃષ્ટ ન જ હોય તેવા પ્રકારના નિયમનો, અભાવ છે; અને તેના વડે–તાદેશ નિયમનો અભાવ છે તેના વડે, ચરમ હેતુ પણ=સંઘયણાભાવરૂપ ચરમ હેતુ પણ, હણાયેલો છે. ૧૬૬॥