________________
ગાથા : ૧૬૪ . . . . . . . . .
અધ્યાત્મમતપરીક્ષા . . . . . થાય એ વચન જ પરસ્પર વિરોધી છે. તેથી પ્રતિજ્ઞાનો જ બલવાન પ્રમાણથી બાધ છે. અર્થાત્ દિગંબરે કરેલા અનુમાનમાં પ્રતિજ્ઞાનાં વચનોમાં જ પરસ્પર વિરોધ હોવાને કારણે પ્રતિજ્ઞાના વચનનો બાધ થાય છે. અને તે જ વાતને “દિ'થી બતાવી કે મોક્ષ સામગ્રી સમવહિત હોય એવી સ્ત્રીઓ મોક્ષભાજ નથી એમ કહેવું એ પરસ્પર વિરોધ વચનથી પરાહત છે. માટે “સ્ત્રી મોક્ષઃ' એ અનુમાનથી સ્ત્રીઓને મોક્ષ નથી એમ સિદ્ધ કરી શકાય નહીં.
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી–દિગંબર, કહે કે તમે=શ્વેતાંબર, મનુષ્યભવને મોક્ષની સામગ્રીવાળો સ્વીકારો છો, તેથી મનુષ્યમાત્રને મોક્ષસામગ્રીવાળો મનુષ્યભવ મળ્યો છે તેમ માનો છો; પરંતુ અમે પુરુષ એવા મનુષ્યને જ મોક્ષ સામગ્રી મળી છે એમ કહીએ છીએ. આમ છતાં વિવાદ થવાનું કારણ તમે મનુષ્યસ્ત્રીને મોક્ષ માનો છો તે છે. તેથી મનુષ્યસ્ત્રી મોક્ષ સામગ્રીવાળી છે એવો અર્થ કરી શકાશે નહીં. તેથી બીજો દોષ આપતાં કહે છે
ટીકાર્ય - ‘પિ =' - અને વળી સ્ત્રીઓને મોક્ષ છે, નપુંસકથી અધિકપણું હોવાથી પુરુષની જેમ. એ પ્રકારે સતિપક્ષ પણ છે.
ભાવાર્થ - પૂર્વપક્ષી–દિગંબરે, અનુમાન કરેલ કે સ્ત્રી મોક્ષ: પુરુષો હીનત્વા, નપુંસકવિ' આ અનુમાન સામે સ્ત્રી મોક્ષ, નવું સોધિત્વા, પુરુષવત' આ પ્રમાણે બીજું અનુમાન પણ થઇ શકે છે. તેથી સત્યતિપક્ષરૂપ દોષ હોવાને કારણે દિગંબરના અનુમાનથી સ્ત્રીઓને મોક્ષની અસિદ્ધિ થઈ શકશે નહીં.
ટીકાર્ય - તેન'- આના દ્વારા = વસ્તુતઃથી સસ્ત્રતિપક્ષોપિસુધી કથન કર્યું, આના દ્વારા, ન્યૂનપણું પુરુષનો દોષ છે વસ્તુનો દોષ નથી. અને એટલામાત્રથી જ અનુમાનના આકારમાં ન્યૂનપણું છે એટલા માત્રથી જ, વાદીનો પરાજય થવાથી કથા પર્યવસાન નથી; કેમ કે તત્ત્વનિર્ણય કરવાની ઇચ્છામાં અદોષ છે, એ પ્રમાણે ઉક્તિ હોવા છતાં પણ ક્ષતિ નથી.' દક “ન'-આના દ્વારા=વસ્તુતઃ'થી પ્રતિપક્ષોપિ સુધી કથન કર્યું આના દ્વારા, આ પ્રમાણે કોઈ કહેતો પણ ક્ષતિ નથી, એ પ્રમાણે અહીં અન્વય છે. ભાવાર્થ:- કોઈ કહે કે દિગંબરે જે અનુમાન કર્યું તેમાં અનુમાનના આકારમાં જે ન્યૂનત્વ દોષ છે, તે પુરુષનો દોષ છે પરંતુ વસ્તુનો દોષ નથી. અને એટલા માત્રથી=અનુમાનના આકારમાં હીનત્વદોષ માત્રથી વાદીનો પરાજય થવાથી કથા પર્યવસાન થતી નથી. કેમ કે તત્ત્વનિર્ણય કરવામાં કોઈને જિજ્ઞાસા હોય તો અનુમાનના આકારમાં ત્રુટિ હોવાને કારણે પુરુષના દોષમાત્રથી તત્ત્વજિજ્ઞાસુને સંતોષ થતો નથી; પરંતુ તત્ત્વજિજ્ઞાસુ કહે છે કે પુરુષના દોષને ભૂલી જઈને પણ જો તે અનુમાનથી વસ્તુની સિદ્ધિ થઈ શકતી હોય તો સ્વીકારવામાં શું વાંધો છે? આ પ્રમાણે કોઈ કહે તો પણ ક્ષતિ નથી, કેમ કે “સ્ત્રી મોક્ષ એ પ્રમાણે દિગંબરે કરેલ અનુમાનમાં પરસ્પર વિરોધ છે, અને તે અનુમાનમાં સત્મતિપક્ષ દોષ પણ છે, એમ વસ્તુત:થીસબ્રતિપક્ષો સુધી સ્થાપન કર્યું છે. માટે તત્ત્વજિજ્ઞાસુ સમજી શકે છે કે તે અનુમાન જ ખોટું છે. તેથી તે અનુમાન દ્વારા સ્ત્રીઓને મોક્ષ નથી તેમ સિદ્ધ થઈ શકે નહીં. II૧૬૪TI