________________
૮૩. . . . • • • •
. અધ્યાત્મમત પરીક્ષા , અવતરણિકા :- અથ પાપપ્રકૃતિવાદુલ્યાં કૂતુબાદ -
. ગાથા - ૧૬૫
અવતરણિકાW - પૂર્વે ગાથા-૧૬૦માં કહ્યું કે, સ્ત્રીપર્યાય વડે સિદ્ધિ નથી, અને તેમાં હેતુઓ ગાથા-૧૬૧માં દર્શાવ્યા. તે હેતુમાં પ્રથમ ચરણવિરહરૂપ હેતુમાં દૂષણ ગાથા-૧૬૩માં બતાવ્યું, અને હીનત્વરૂપ દ્વિતીય હેતુમાં દૂષણ ગાથા-૧૬૪માં બતાવ્યું. હવે ત્રીજો હેતુ જે કહ્યો કે પાપપ્રકૃતિનું બાહુલ્ય હોવાથી સ્ત્રી પર્યાય વડે મુક્તિ નથી, તે પાપપ્રકૃતિબાહુલ્ય હેતુને દૂષિત કરવા માટે ગ્રંથકાર કહે છે –
ગાથા -
पावाणं पयडीणं थीनिव्वत्तीइ बंधजणणीणं ।
सम्मत्तेणेव खए णो तेसिं पावबहुलत्तं ॥१६५॥ (पापानां प्रकृतीनां स्त्रीनिर्वृत्तेर्बन्धजननीनाम् । सम्यक्त्वेनैव क्षये नो तासां पापबहुलत्वम् ॥१६५।।)
ગાથાર્થ :- સ્ત્રીનિવૃત્તિની=સ્ત્રીશરીરરચનાની, બંધજનની=બંધજનક, પાપપ્રકૃતિઓનો સમ્યક્ત વડે જ ક્ષય થયે છતે તેઓમાં= સ્ત્રીઓમાં, પાપબહુલપણું હોતું નથી. I૧૬પા
ટીકા - ચાલુ “મિથ્યાત્વમહાન મહાપાપે સ્ત્રીત્વ નિર્વતૈનાન્ન સ્ત્રીશરીવર્તન માત્મનો અnિ." इति तदयुक्तं, सम्यक्त्वप्रतिपत्त्यैव मिथ्यात्वादीनां क्षयादिसम्भवात्, आस्त्रीशरीरं तदनुवृत्तौ तस्याः सम्यक्त्वादेरप्यलाभप्रसङ्गात् । उक्तं च योगशास्त्रवृत्तौ-ननु महापापेन मिथ्यात्वसहायेन स्त्रीत्वमयंते, न हि सम्यग्दृष्टिः स्त्रीत्वं कदाचिद् बध्नाति, इति कथं स्त्रीशरीरवर्तिन आत्मनो मुक्तिः स्यात् ? मैवं, सम्यक्त्वप्रतिपत्तिकाल एवान्तःकोटिकोटिस्थितिकानां सर्वकर्मणां भावेन मिथ्यात्वमोहनीयादीनां क्षयादिसम्भवादिति ।
ટીકાર્ય - “યત્તાવેલુ0 મિથ્યાત્વની સહાયવાળા મહાપાપ વડે=મહાપાપવાળા અધ્યવસાય વડે, સ્ત્રીપણાનું નિવર્તન હોવાથી= સ્ત્રીપણું બંધાતું હોવાથી, સ્ત્રીશરીરવર્તી આત્માની મુક્તિ નથી, એ પ્રમાણે જે વળી કહેવાયું, તે અયુક્ત છે. કેમ કે સમ્યક્તની પ્રતિપત્તિથી જ=પ્રાપ્તિથી જ, મિથ્યાત્વાદિના ક્ષયાદિનો સંભવ છે. (અને) સ્ત્રી શરીર હોય ત્યાં સુધી તેની અનુવૃત્તિમાં–મિથ્યાત્વાદિની અનુવૃત્તિમાં, તેને સ્ત્રીને, સમ્યક્તાદિના પણ અલાભનો પ્રસંગ પ્રાપ્ત થશે. અને યોગશાસ્ત્રની ટીકામાં કહ્યું છે- મિથ્યાત્વની સહાયવાળા મહાપાપથી જ સ્ત્રીપણું મળે છે, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ સ્ત્રીપણું ક્યારે પણ બાંધતો નથી. એથી કરીને કેવી રીતે સ્ત્રી શરીરવર્તી આત્માની મુક્તિ થાય?
વ” તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે સમ્યક્તના પ્રતિપત્તિકાળમાં જ= પ્રાતિકાળમાં જ, અંત:કોડાકોડિસ્થિતિવાળાં સર્વ કર્મોનો ભાવ હોવાથી મિથ્યાત્વમોહનીયાદિના ક્ષયાદિનો સંભવ છે.
મિથ્યાત્વમોહનીયાવીનાં' અહીં'મા'પદથી અનંતાનુબંધી માયાદિનું ગ્રહણ કરવું. ક્ષયવિમવિિતઅહીં તિ શબ્દ યોગશાસ્ત્રની વૃત્તિના કથનની સમાપ્તિ સૂચક છે.