________________
અધ્યાત્મમતપરીક્ષા
૨૮. ગાથા - ૧૬૪ પવું' એ જ શ્રુતિરૂપ હો, (તેથી ષષ્ઠી વિભક્ત્યન્ત પદ ‘સ્ત્રીળાં’ તે શ્રુતિરૂપ થશે. તેથી ત્યાં પ્રકરણની અપેક્ષા પ્રસ્તુત વ્યાકરણસૂત્ર પ્રમાણે રહેશે નહીં) તો પણ પક્ષની જેમ વિશેષણનું પણ શ્રુતિથી અગ્રહણમાં ન્યૂનત્વ જ છે.
ભાવાર્થ :- ‘સ્ત્રીળાં ન મોક્ષ: 'એ પ્રસ્તુત અનુમાનમાં જેમ પક્ષનું શ્રુતિથી ગ્રહણ છે, તેમ વિશેષણનો=વિવાદાસ્પદ વિશેષણનો, સાક્ષાત્ ઉલ્લેખ નહીં હોવાથી શ્રુતિથી અગ્રહણ છે=પ્રકરણથી પ્રાપ્ત હોવા છતાં શ્રુતિથી અગ્રહણ છે. તેથી પ્રસ્તુત અનુમાનમાં ન્યૂનપણું જ છે. તેથી પ્રસ્તુત અનુમાન સંગત કહેવાય નહીં અર્થાત્ પૂર્વપક્ષી એવા દિગંબરે તે અનુમાન એ રીતે જ કરવું જોઇએ કે “વિવાદાસ્પદ સ્રીને મોક્ષ નથી”, પણ નહીં કે સ્ત્રીને મોક્ષ નથી. કેમ કે સાંભળનારને જેમ પક્ષનું શ્રુતિથી ગ્રહણ છે, તેમ વિશેષણનું શ્રુતિથી ગ્રહણ ન થાય તો એ જ પ્રતીત થાય કે પૂર્વપક્ષીએ અનુમાન સમ્યક્ કર્યુ નથી, પણ ત્રુટિત જ કર્યું છે.
ઉત્થાન :- પૂર્વમાં એ સ્થાપન કર્યું કે, દિગંબરે કરેલ ‘સ્ત્રીનાં ન મોક્ષ:, પુરુષમ્યો દીનત્વાત્, નપુંસાવિત્’ । અનુમાન સંગત નથી.ત્યાં અનુમાનનો આકાર સંગત નથી એ સ્થાપન કર્યુ ત્યાં કોઇને પ્રશ્ન થાય કે, આ અનુમાનનો આકાર વ્યક્તિની ખામીને કારણે ત્રુટિવાળો છે; પરંતુ તે ત્રુટિ વગર અનુમાન કરવામાં આવે તો તે અનુમાનથી સ્ત્રીઓને મોક્ષની સિદ્ધિ નથી તે સિદ્ધ થઇ શકે. તેથી તે અનુમાન સંગત નથી તે બતાવવા માટે ‘વસ્તુત: ’થી કહે છે –
ટીકાર્ય :- ‘વસ્તુત:’- વાસ્તવિક રીતે વિવાદાપક્ષપણું પણ મોક્ષસામગ્રીસમવહિતત્વમાં પર્યવસન્ન જ છે, કેમ કે ઇતરનું દુર્વચપણું છે. અને તે રીતે–વિવાદાપન્નત્વ મોક્ષસામગ્રીસમવહિતત્વમાં પર્યવસન્ન જ છે તે રીતે, બલવાન પ્રમાણથી પ્રતિજ્ઞાનો જ બાધ છે. અને તે પ્રતિજ્ઞાનો જ બાધ સ્પષ્ટ કરતાં કહે છે– મોક્ષસામગ્રી સમવહિત મોક્ષભાગી નથી, એ કથન વિરોધ પદ્ધતિથી પરાહત નથી એમ નહીં જ, અર્થાત્ વિરોધ પદ્ધતિથી પરાહત જ છે.
*
‘ન દિ’ અહીં ‘દિ’ એવકારાર્થક છે.
ભાવાર્થ :- ‘સ્ત્રીનાં ન મોક્ષઃ' એ પૂર્વપક્ષીના=દિગંબરના અનુમાનમાં અનુમાનના આકારની ત્રુટિના નિવારણ અર્થે‘સ્ત્રીળાં’નું વિશેષણ ‘વિવાદાપન્નત્વ’ સ્વીકારે તો અનુમાનનો આકાર આ પ્રમાણે પ્રાપ્ત થાય. ‘વિવાવાપન્નાનાં સ્ત્રીનાં ન મોક્ષ: પુરુષમ્યો દ્દીનત્વાત્, નપુંસાવિવત્' આ પ્રકારના પૂર્વપક્ષીના અનુમાનમાં બાધ દોષ છે, તે ‘વસ્તુત: ’થી બતાવે છે. અને તે આ રીતે - ‘સ્ત્રીળાં’નું વિશેષણ ‘વિવાવાપન્નાનાં’ એમ કર્યુ ત્યાં દેવીઓને મોક્ષ કેમ નથી ? અને મનુષ્યસ્રીઓને મોક્ષ કેમ છે ? તે વિચારીએ તો સ્વીકારવું પડે કે, દેવીઓને મોક્ષની સામગ્રી મળી નથી, કેમ કે મોક્ષની સામગ્રી મનુષ્યભવરૂપ છે અને દેવીઓને મનુષ્યભવ નથી. માટે દેવીઓને મોક્ષ સ્વીકારવામાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે વિવાદ નથી, પરંતુ મનુષ્યસ્રીમાં જ વિવાદ છે. તેથી એ ફલિત થાય છે કે વિવાદાપન્નત્વ એ મનુષ્યભવરૂપ મોક્ષસામગ્રીસમવહિતત્વ છે, તે સિવાય બીજો અર્થ વિવાદાપન્નત્વનો થઇ શકે નહીં. અને તે રીતે સ્વીકારવામાં આવે તો ‘સ્ત્રીમાં’ના વિશેષણ તરીકે ‘વિવાવાપન્નાનાં’ કરવારૂપ બલવાન પ્રમાણથી જ પ્રતિજ્ઞાનો બાધ પ્રાપ્ત થાય છે; કેમ કે પ્રતિજ્ઞા એ કરવામાં આવી છે કે વિવાદાપત્ર સ્ત્રીઓને મોક્ષ નથી, અને વિવાદાપત્રનો અર્થ એ સિદ્ધ થયો કે મોક્ષસામગ્રી સમવહિત એવી સ્ત્રીઓને મોક્ષ નથી. અને મોક્ષસામગ્રી સમવહિત હોય અને મોક્ષ ન