________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૬૪
ટીકાર્ય :- ‘અપિ =’ - અને વળી સર્વ સ્રીઓને હીનબળપણું પણ અસિદ્ધ છે, કેમ કે મલ્લિનાથ ભગવાન આદિ સ્ત્રીઓને અનંતબળપણું છે, અને વર્તમાનકાલીન સ્ત્રીઓનું પણ તપોવ્યાપારાદિમાં પ્રાયઃ પુરુષની અપેક્ષાએ પ્રકૃષ્ટપણું દેખાય છે. એથી કરીને આ=બળની અપેક્ષાએ પુરુષ કરતાં સ્ત્રીઓને હીનપણું, અનૈકાંતિક છે.
‘તેન’ - આના દ્વારા=સર્વ સ્રીઓને હીનબલત્વ અસિદ્ધ છે. આના દ્વારા, અનુપસ્થાપ્યતા અને પારાંચિત પ્રાયશ્ચિત્તના અનુપદેશથી તેઓને=સ્રીઓને, હીનબળપણું છે એ પણ નિરસ્ત જાણવું. કેમ કે શાસ્ત્રમાં યોગ્યતા જોઇને જ વિચિત્ર વિશુદ્ધિનો ઉપદેશ છે.
પુત્ત ત્ર – અને કહ્યું છે - સંવર અને નિર્જરારૂપ બહુ પ્રકારે તપોવિધિ શાસ્ત્રમાં સંભળાય છે. (તે) રોગચિકિત્સા
=
વિધિની જેમ કોઇને પણ ક્યારે ઉપકારી બને છે.
દર‘કૃત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ટીકા :- યત્તુ-‘દ્દીનત્વાર્' કૃત્યસ્ય સુષિરપૂરળાયાં પુરુષાપેક્ષવાડવા નાદ્દીનત્વાવિત્યર્થ કૃતિतदुन्मत्ताध्यात्मिकप्रलपितं, रत्नत्रयसाम्राज्ये सिद्धेऽवगाहनाहीनत्वस्याऽकिञ्चित्करत्वात्, स्वशरीरापेक्षया सर्वत्रावगाहनावैषम्याभावाच्च, अन्यथा स्थूलकृशादिशरीरभेदेन तद्व्यवस्थाविप्लवप्रसङ्गात् । एतेन संस्थानहीनत्वादित्यादिकमपास्तं, अनित्थंस्थे निष्ठसंस्थाने सर्वसंस्थानसमावेशात् ।
ટીકાર્ય :-‘યદુ’- જે વળી‘દીનાત્’હેતુ આપ્યો છે, એનો શૂષિરપૂરણામાં પુરુષની અપેક્ષાએ અવગાહનાહીનપણું હોવાથી, એ પ્રમાણે અર્થ (કરે છે), તે ઉન્મત્ત એવા આધ્યાત્મિક વડે પ્રલપિત=કહેવાયેલ છે. કેમ કે, રત્નત્રયીનું સામ્રાજ્ય સિદ્ધ થયે છતે અવગાહનાહીનપણાનું અકિંચિત્ક૨૫ણું છે. (અને અવગાહનાહીનપણાનું કિંચિત્ક૨પણું માનીએ તો પણ) સ્વશરીરની અપેક્ષાએ સર્વત્ર અવગાહનાના વૈષમ્યનો=વિષમપણાનો, અભાવ છે. અન્યથા=સ્વશરીરની અપેક્ષાએ સર્વ સિદ્ધોના જીવોમાં ૨/૩ભાગરૂપ સમાનતાને કારણે વૈષમ્યાભાવ ન માનો તો, સ્થૂલકૃશાદિ શરીરના ભેદથી તદ્ભવસ્થાના= અવગાહનાની વ્યવસ્થાના, વિપ્લવનો=નાશનો, પ્રસંગ પ્રાપ્ત થશે.
‘યત્તુ’નો અન્વય –‘તનુન્મત્તાધ્યાત્મિપ્ર પિત’એ પ્રમાણે છે. હજૈનત્વાનો અર્થ શૂષિરપૂરણામાં પુરુષની અપેક્ષાએ અવગાહનાહીનપણું છે, આવું હીનપણું હોવાથી સ્ત્રીઓને મોક્ષ નથી, એ પ્રમાણે કથન ઉન્મત્ત આધ્યાત્મિક પ્રલપિત છે, એમ અન્વય સમજવો.
ભાવાર્થ :- ‘ચત્તુ’થી જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, સિદ્ધાવસ્થામાં પૂર્વશરીર કરતાં શરીરના ત્રીજા ભાગમાં જે પોલાણ હોય છે તે રૂપ શુષિર પૂર્ણ થાય છે, તેથી સ્વશરીરની અપેક્ષાએ ૨/૩ ભાગ અવગાહના રહે છે. તે રૂપ શુષિરપૂરણામાં પુરુષની અપેક્ષાએ સ્ત્રીઓનું અવગાહનાહીનપણું છે, કેમ કે સ્ત્રીઓનું શરીર પુરુષ કરતાં કદમાં ટૂંકું હોય છે. તેથી અવગાહનાહીનપણાને કારણે સ્ત્રીમાં ચારિત્ર નથી, એ પ્રકારનું જે આધ્યાત્મિકનું કથન છે, તે ઉન્મત્તના પ્રલાપ જેવું છે. કેમ કે રત્નત્રય સામ્રાજ્યરૂપ સાધ્ય સિદ્ધ થયે છતે અવગાહનાની હીનતાનું અકિંચિત્કરપણું