________________
૮૨૨. • •
......અધ્યાત્મમત પરીક્ષા
. . . . . . .ગાથા -૧૬૪ માતાઓ જગવંદ્ય છે, તેથી તેમનું શીલરૂપ ચારિત્ર મહાન છે. માટે સ્ત્રીઓ ચારિત્રથી અમહર્થિક છે એ અસિદ્ધ છે. અહીં પૂર્વપક્ષી–દિગંબર કહે કે સંસાર અવસ્થામાં શીલાદિરૂપે તીર્થકરની માતાઓ મહર્ધિક હોઈ શકે, પરંતુ ઊંચા સંયમની પ્રાપ્તિરૂપે મહર્ધિક હોઇ શકે નહીં. તેથી બીજો હેતુ આપતાં કહે છે કે, આચાર્યો દ્વારા શિષ્યો પણ અનભિવંદ્ય છે, અને આચાર્યોને કેવલજ્ઞાન ન થાય અને શિષ્યોને ચારિત્રના પ્રકર્ષથી કેવલજ્ઞાન થઈ શકે છે; તેથી આચાર્યો દ્વારા અનભિવંદ્ય એવા શિષ્યો પણ ચારિત્રની ઋદ્ધિથી મહર્ધિક હોઈ શકે છે. માટે પુરુષથી અનભિવંધ હોવાને કારણે અમહર્તિકનું દિગંબરોએ જે અનુમાન કર્યું તેમાં હેતુ વ્યભિચારી હોવાથી હેતુની અસિદ્ધિ છે.
ટીકાર્ય-“સાધ્વીન' અહીં પૂર્વપક્ષી–દિગંબર, આ પ્રમાણે કહે કે, સાધ્વીઓનું સાધુમાત્રથી અનભિવંદ્યપણું હોવાને કારણે ચારિત્રની હાનિ અનુમાન કરાય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે શૈક્ષમાં નવદીક્ષિત સાધુમાં, વ્યભિચાર છે અને વ્યાતિગ્રાહક પ્રમાણાભાવ છેસાધુમાત્રથી જે અનભિવંદ્ય હોય તેમાં હીનચારિત્ર જ હોય એવી વ્યાપ્તિ સ્વીકારવામાં કોઇ પ્રમાણ નથી.
ટીકાઃ- વનાપેક્ષયાપિનાવમપ્રયોગ, અન્યથા રમ્યો હીનાવના:પડવાલય:પુરુષા રતત્રયસાચે सत्यपि न मुच्येरन् । 'हीनबलानां विशिष्टचर्यारूपं चारित्रमेव न स्यादि' ति चेत् ? न, यथाशक्त्याचरणरूपस्य चारित्रस्य तेषामप्यविरोधात्, जिनकल्पादिविशिष्टसामर्थ्यविरहेऽपि सिद्धेः प्रतिपादनाद्, માદરवादविकुर्वणत्वादिलब्धिविरहे श्रुते कनीयसि च । जिनकल्पमनःपर्यायविरहेऽपि न सिद्धिविरहोऽस्ति ॥ इति। :
ટીકાર્ય - વત્સાપેક્ષાપિ'-બળની અપેક્ષાએ પણ હીનત્વ અાયોજક છે. અન્યથા=બળની અપેક્ષાએ હીનપણું અપ્રયોજક ન સ્વીકારો તો, સ્ત્રીઓથી પણ હીનબળવાળા પંગુ આદિ પુરુષો રત્નત્રયનું સામ્રાજ્ય વિદ્યમાન હોવા છતાં પણ મુક્ત થઇ શકશે નહીં. “રીનવનાનાં' - અહીં પૂર્વપક્ષી–દિગંબર, આ પ્રમાણે કહે કે, હીનબળવાળા જીવોને વિશિષ્ટચર્યરૂપ ચારિત્ર જ નહીં થાય. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે યથાશક્તિ આચરણરૂપ ચારિત્રનો તેઓને હીનબળવાળા જીવોનેપણ અવિરોધ છે.
ભાવાર્થ - પૂર્વપક્ષીને દિગંબરને, એ કહેવું છે કે, ચારિત્ર એ વિશિષ્ટ ચર્યારૂપ છે=કઠોર ચર્યારૂપ છે, અને હીનબળવાળાને કઠોર ચર્યા સંભવે નહીં. તેના નિરાકરણરૂપે સિદ્ધાંતકાર કહે છે કે, હીનબળને કારણે કઠોર ચર્યા ભલે ન સંભવે, તો પણ શક્તિને ગોપવ્યા વગર સમ્યમ્ આચરણા કરવારૂપ ચારિત્ર પદાર્થ છે, અને તે હીનબળવાળાને પણ સંભવે છે.
ઉત્થાન :- અહી શંકા થાય કે હીનબળવાળામાં યથાશક્તિ આચરણરૂપ ચારિત્ર ભલે હોય, પરંતુ સિદ્ધિને અનુકૂળ શક્તિના અભાવને કારણે વિશિષ્ટ ચારિત્ર તેઓમાં સંભવે નહીં. તેથી કહે છે