________________
અધ્યાત્મમતપરીક્ષા
૧૮.
. ગાથા - ૧૬૪ टीst :- अपि च लब्धिहीनत्वमपि तस्यामसिद्धं, चक्रवत्र्त्यादिलब्धिविरहेऽपि आमशौषध्यादीनां भूयसीनां भावात् । न च सर्वलब्धिसंपन्नत्वं कस्यापि संभवति, मुक्तिगामिनि वासुदेवत्वलब्धिहीनत्वात्, न च क्षायोपशमिकादिसकललब्धिसंपन्नत्वमप्येकस्य संभवति, नानाजन्तुपरिणामवैचित्र्याधीनवैचित्र्याणां तासामेकत्राऽसम्भवात् । एतेन 'कर्मक्षये क्षायोपशमिकलब्धिमात्रमुदेति' इति कस्यचिन्मतमपास्तम्, क्षयजनकानामध्यवसायानां क्षयोपशमजनकैरध्यवसायैरत्यन्तसाजात्यविरहात् । अत एवोक्तं'उदयखयखओवसमोवसमसमुत्था बहुप्पगारा उ । एवं परिणामवसा लद्धीओ हुंति जीवाणं ॥ ति । [ वि. आ. મા. ૮૦૨ ]
ટીકાર્ય :- ‘પિ ચ’ - અને વળી તેમાં=સ્રીઓમાં, લબ્ધિહીનત્વ પણ અસિદ્ધ છે. કેમ કે ચક્રવર્તી આદિ લબ્ધિના વિરહમાં પણ આમર્શેષધિ વગેરે ઘણી લબ્ધિઓનો ભાવ છે; અને સર્વલબ્ધિસંપન્નપણું કોઇને પણ સંભવતું નથી, કેમ કે મુક્તિગામી જીવમાં વાસુદેવત્વલબ્ધિહીનપણું છે; અને ક્ષાયોપશમિકાદિ સકલલબ્ધિસંપન્નપણું પણ એકનું=એક જીવનું, સંભવતું નથી, કારણ કે અનેક જીવોના પરિણામવૈચિત્ર્યને આધીન વૈચિત્ર્યવાળી તેઓનો= લબ્ધિઓનો, એક ઠેકાણે અસંભવ છે.
‘તેન’ આના દ્વારા=નાના જંતુપરિણામના વૈચિત્ર્યને આધીન વૈચિત્ર્યવાળી લબ્ધિઓનું એકત્ર અસંભવ છે એમ પૂર્વમાં કહ્યું એના દ્વારા, કર્મક્ષય હોતે છતે ક્ષાયોપશમિક લબ્ધિમાત્ર ઉદય પામે છે એ પ્રમાણે કોઇનો મત અપાસ્ત જાણવો, કેમ કે ક્ષયજનક અધ્યવસાયોનું ક્ષયોપશમજનક અધ્યવસાય વડે અત્યંત સાજાત્યનો વિરહ છે. ‘અત વોñ’ – આથી કરીને જ કહ્યું છે – એ રીતે પરિણામના વશથી ઉદય-ક્ષય-ક્ષયોપશમ-ઉપશમ વડે ઉત્પન્ન થયેલ અનેક પ્રકારવાળી લબ્ધિઓ જીવોને હોય છે.
*
‘ત્તિ' ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ :- એક જીવને બધી ક્ષાયોપશમિક લબ્ધિઓ એક સાથે થઇ શકતી નથી, કેમ કે કેટલાક ક્ષાયોપશમિક લબ્ધિના પરિણામો અમુક જીવને થાય છે, ત્યારે તેવા ક્ષાયોપશમિક પરિણામો બીજા જીવોને થતા નથી. તેથી જુદા જુદા જીવોના ક્ષાયોપશમિક ભાવોનો સંગ્રહ કરીને લબ્ધિઓનું નિરૂપણ છે; એમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, પૂર્વપક્ષી દિગંબર એમ કહે છે કે, જેને ક્ષાયોપશમિક સર્વ લબ્ધિ થઇ શકતી હોય તે જ મોક્ષમાં જઇ શકે, અને સ્ત્રીઓને ક્ષાયોપશમિક સર્વ લબ્ધિ થઇ શકતી નથી માટે સ્ત્રીઓ મોક્ષમાં જઇ શકે નહીં, તેના નિરાકરણરૂપે ગ્રંથકારને એ કહેવું છે કે, કોઇ એક જીવને ક્ષાયોપશમિક સર્વ લબ્ધિઓ થઇ શકતી નથી; કારણ કે અનેક જીવોના ભિન્ન ભિન્ન પરિણામોના કારણે વિચિત્રતાને પામેલી તે સર્વ લબ્ધિઓ એકત્ર સંભવી શકતી નથી. વળી ‘તેન’ કેટલાકનો મત એ છે કે, કર્મનો ક્ષય થાય ત્યારે ક્ષાયોપશમિક સર્વ લબ્ધિઓ કેવલીને પ્રગટ થાય છે, અને વ્યવહારમાં પ્રચલિત છે કે કેવલીઓ સર્વલબ્ધિનિધાન હોય છે, તે મત પણ આ કથનથી નિરાકૃત થાય છે; કેમ કે એક જીવને બધી ક્ષાયોપશમિક લબ્ધિઓ થઇ શકતી નથી. એમ કહીને જુદા જુદા પરિણામથી જ જુદી જુદી ક્ષાયોપશમિક લબ્ધિઓ થાય છે, એ વચનથી સિદ્ધ થાય છે કે, એક જીવને સર્વ ક્ષાયોપશમિક લબ્ધિઓ ન હોઇ શકે. અને કર્મક્ષયમાં કેવળીને સર્વ
o.
उदयक्षयक्षयोपशमोपशमसमुत्था बहुप्रकारास्तु । एवं परिणामवशाल्लब्धयो भवन्ति जीवानाम् ॥