________________
• • • • • .૯૧૭
ગાથા : ૧૬૪. . . . . . . . . . . . . .અધ્યાત્મમત પરીક્ષા ... હેતુભૂત સંયમના અભાવમાં પણ મોક્ષહેતુભૂત તેનું=સંયમનું, શ્રવણ છે. કારણ કે ક્ષાયોપથમિક લબ્ધિના વિરહમાં પણ ક્ષાયિક લબ્ધિનો અપ્રતિઘાત છે. અન્યથા ક્ષાયોપથમિક લબ્ધિના વિરહમાં ક્ષાયિક લબ્ધિનો પ્રતિઘાત માનો તો, અવધિજ્ઞાનાદિકને છોડીને કેવલજ્ઞાનના અપ્રાદુર્ભાવનો પ્રસંગ આવશે.
‘મધજ્ઞાનવિમ્' અહીં ‘રિ' પદથી મન:પર્યવજ્ઞાનનું ગ્રહણ કરવું.
ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે સ્ત્રીઓને વાદવિક્રિયા-ચારણાદિ લબ્ધિના હેતુભૂત સંયમવિશેષનો વિરહ હોતે જીતે મોક્ષના હેતુભૂત સંયમ કેવી રીતે હોઈ શકે? તેના સમાધાનમાં ગ્રંથકારે બતાવ્યું કે માલતુષાદિ મુનિઓને લબ્ધિવિશેષના હેતુભૂત સંયમવિશેષનો અભાવ હોવા છતાં મોક્ષહેતુભૂત સંયમનું શ્રવણ છે. આ કથનથી લબ્ધિઓ સંયમવિશેષથી પ્રાપ્ત થાય છે ત્યાં, ગ્રંથકારને અન્યત્ર લબ્ધિ સંયમવિશપહેતુક નથી એવું વક્તવ્ય મળે છે, તેનું સ્મરણ થાય છે. તેથી પ્રસંગસંગતિથી તેનું સમાધાન કરતાં કહે છે -
ટીકા -વત્ર “ર તુ નથીનાં સંવેવિશેષતત્વમમિ, ક્ષયHથોપશોપશમહેતુતયા तासां तत्रोदितत्वात्", इत्याद्युक्तं तत् सामान्याभिप्रायेण, "चक्रवर्तिबलदेववासुदेवत्वादि प्राप्तयोपि हि लब्धयो, न च संयमसद्भावनिबन्धना तत्प्राप्तिः" इत्यग्रिमग्रन्थपर्यालोचनया तथालाभात्, अन्यथा ''વિષ્ણુપૂનામર્શ' [વો. શા. ૨/૮] રૂત્યવિના નથીનાં યોજાનચત્વપ્રતિપાવનાનુપત્તેિ
ટીકાર્ય - “યવ્ય' અને જે વળી લબ્ધિઓનું સંયમવિશેષહેતુત્વ આગમિક નથી; કેમ કે કર્મના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમહેતુકપણા વડે તેઓનું લબ્ધિઓનું, ત્યાં=આગમમાં, ઉદિતપણું કથિતપણું છે, ઇત્યાદિ કહ્યું, તે સામાન્ય અભિપ્રાયથી જાણવું. કેમ કે ચક્રવર્તીપણું, બળદેવપણું, વાસુદેવપણું વગેરેની પ્રાપ્તિ પણ લબ્ધિઓ છે, અને સંયમ સદ્ભાવ છે કારણ જેને એવી તે પ્રાપ્તિ=ચક્રવર્યાદિપણાની પ્રાપ્તિ, નથી. એ પ્રમાણે આગળના ગ્રંથની પર્યાલોચના વડે વિચારણા વડે, તે પ્રકારે લાભ થાય છે. અન્યથા=બધી લબ્ધિઓને કર્મોદયજન્ય માનવામાં,
પવિપુuખના ઈત્યાદિ યોગશાસ્ત્રની ગાથા વડે લબ્ધિઓનું યોગજન્ય–પ્રતિપાદનની અનુપપત્તિ થાય છે. તેથી “યત્ર ફત્યા¢' સુધી કથન કહ્યું, તે સામાન્ય અભિપ્રાયથી છે એ પ્રમાણે અન્વય છે.
ભાવાર્થ - આશય એ છે કે, ચક્રવર્તી આદિ લબ્ધિઓ કર્મના ઉદયથી થાય છે, કફ વગેરે યોગશાસ્ત્રમાં કહેલ લબ્ધિઓ ચારિત્રના ક્ષયોપશમવિશેષથી થાય છે અને વાદવિક્રિયા આદિ લબ્ધિઓ પણ સંયમના પરિણામથી થાય છે. અને સંયમવિશેષથી જે લબ્ધિઓ થાય છે તે આગમિક નથી એમ જે શાસ્ત્રવચન છે, તે સામાન્ય અભિપ્રાયથી છે=બધી લબ્ધિઓને આશ્રયીને છે; કેમ કે ચક્રવર્તી આદિલબ્ધિઓ સંયમથી થતી નથી પરંતુ કર્મના ઉદયથી થાય છે. આમ છતાં, યોગજન્ય થતી લબ્ધિઓ તો સંયમવિશેષથી જ થાય છે, અને તેને આશ્રયીને જ સંયમવિશેષથી લબ્ધિઓ થાય છે એમ પૂર્વમાં કહેલ છે.
१., कफविप्रण्मलामर्श-सौषधिमहर्द्धयः । सम्भिन्न श्रोतोलब्धिश्च यौगं ताण्डवडम्बरम्।