________________
૮૦૮. . . . . . . . . . . . . . . . . .અધ્યાત્મમતપરીક્ષા . . . . . . . . . . . . . . ગાથા - ૧૬૨ સ્ત્રીલિંગસિદ્ધ અને આ પુરુષલિંગસિદ્ધ અને આ નપુંસકલિંમસિદ્ધ એ જાતનો વ્યવહાર થઇ શકશે નહીં, કેમ કે ત્રણે વેદથી વિશ્લેષ પામીને જ દરેક સિદ્ધ થાય છે. માટે નિયત વિશ્લેષનો લાભ પંચમી તપુરુષ સમાસ કરવાથી થઈ શકતો નથી. અને નિયત વિશ્લેષના લાભ માટે પંચમી વિભક્તિની લક્ષણા કરવી પડે છે, અને એ રીતે નિયત વિશ્લેષમાં પંચમીની લક્ષણા કરવામાં અનિરૂઢ લક્ષણાના પ્રસંગની પ્રાપ્તિ થશે.
આશય એ છે કે “સ્ત્રીલિંગથી સિદ્ધ એ રીતે સમાસ કરવામાં પંચમી વિભક્તિનો અર્થ લક્ષણાથી એ કરવો પડે કે, જેઓ પ્રથમ સ્ત્રીવેદને ખપાવીને સિદ્ધ થાય તે સ્ત્રીલિંગસિદ્ધો અથવા છેલ્લે સ્ત્રીવેદને ખપાવીને સિદ્ધ થાય તે સ્ત્રીલિંગસિદ્ધ કહેવાય. તેથી પંચમી વિભક્તિની લક્ષણા કરવાથી નિયત વિશ્લેષની પ્રાપ્તિ થાય, પરંતુ તેવી લક્ષણા શાસ્ત્રમાં રૂઢ નથી, તેથી અનિરૂઢ લક્ષણા ત્યાં માનવી પડે.
જે શબ્દનો અર્થ જે રીતે શાસ્ત્રમાં રૂઢ હોય તે રીતે જ માની શકાય. જેમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બંને દ્રવ્યો હોવા છતાં ગતિસહાયક એવા દ્રવ્યમાં ધર્માસ્તિકાય પદની વાચકતા છે, અને સ્થિતિસહાયક એવા દ્રવ્યમાં અધર્માસ્તિકાય પદની વાચતા છે. કેમ કે અનાદિકાળથી તે પદની વાચકતા તે રીતે જ રૂઢ છે. એ જ રીતે લક્ષણા પણ રૂઢમાં જ કરી શકાય. જેમ “ગાયાં ઘોષ: એ પ્રયોગમાં ગંગાપદની લક્ષણા ગંગાતીમાં નિરૂઢ=નિતરાં રૂઢ, છે, તેથી ગંગાતીર ઉપર રહેલાં બીજાં વૃક્ષાદિમાં કે મકાનમાં ગંગાપદની લક્ષણા કરી શકાય નહીં, પરંતુ ગંગાપદથી ગંગાતી રૂઢ છે ત્યાં જ ગંગાપદની લક્ષણા કરી શકાય. પ્રસ્તુતમાં પણ એ જ રીતે સ્ત્રીલિંગથી સિદ્ધ આ રીતે પંચમી તપુરુષ સમાસ કરવામાં, પંચમીની લક્ષણા પૂર્વે સ્ત્રીવેદથી સિદ્ધ કે પશ્ચાતુ સ્ત્રીવેદથી સિદ્ધ એ પ્રમાણે અર્થ કરવામાં રૂઢ નથી. માટે અનિરૂઢ લક્ષણાનો પ્રસંગ કે જે અનભિમત છે, તે પ્રાપ્ત થતો હોવાથી, સ્ત્રીફિસિદ્ધાઃ' એનાથી તમે કહેલા અર્થની ઉપસ્થિતિ થતી નથી.
ઉત્થાન - પૂર્વમાં કહ્યું કે “ીતિસિદ્ધાર'. અહીં “બ્રતિસિદ્ધાઃ' એ પ્રમાણે પંચમી તપુરુષ સમાસ કરવાથી તમે=દિગંબરે, કરેલો અર્થ સંગત થતો નથી. આમ છતાં, પંચમી વિભક્તિની લક્ષણા કરવાથી નિયત વિશ્લેષનો લાભ થાય અને તમે=દિગંબરે, કહેલ અર્થ સંગત થાય, પરંતુ પંચમી વિભક્તિની તેવા પ્રકારની લક્ષણામાં અનિરૂઢ લક્ષણાનો પ્રસંગ આવતો હોવાથી તેવા પ્રકારની લક્ષણા માની શકાય નહીં. અને કદાચ પંચમી વિભક્તિનો અર્થ લક્ષણાથી સ્વીકારી લઈએ તો પણ શું વાંધો આવે છે, તે વિલથી બતાવે છે.
ટીકાર્ય - વિ' અને વળી એ પ્રમાણે સ્ત્રીનિ સિદ્ધા'માં લિંગપદની તેવા પ્રકારની લક્ષણા હો, વળી તત્પરુષ પ્રથમ ગર્ભ જ હો, એમાં વિનિગમકશું છે? અર્થાત્ કોઇ વિનિગમક નથી.
ભાવાર્થ-જેમ “સ્ત્રીલિંગથી સિદ્ધ એ પ્રમાણે પંચમીથી સમાસ કરીને પંચમીની નિયત વિશ્લેષમાં લક્ષણા કરવામાં તમે=દિગંબરે, કહેલ અર્થ પ્રાપ્ત થાય, તેમ પ્રથમા વિભક્તિથી સમાસ કરવાથી પણ એ અર્થ પ્રાપ્ત થઈ શકે છે, તે આ રીતે -
સ્ત્રીનિફા: સિતા રૂતિ સ્ત્રીતિસિદ્ધા:' આ રીતે પ્રથમ વિભક્તિથી સમાસ કરીને લક્ષણા કરવામાં આવે કે, સ્ત્રીલિંગ પ્રથમ ખપાવે કે છેલ્લે ખપાવે તે સ્ત્રીલિંગ શબ્દનો અર્થ કરવામાં આવે, તો દિગંબરને અભિમત અર્થ પ્રાપ્ત થઈ શકે છે. તેથી લિંગમાં લક્ષણા કરવી કે પંચમ વિભક્તિમાં લક્ષણા કરવી તેમાં કોઈ વિનિગમક નથી,