________________
ગાથા : ૧૬૨ . . . . . . . . . . . . .અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . . . . . . . . . . .૮૦૭
ટીકા - પિ સ્ત્રીનિવસિતા રૂત્યતો મૈતાથપસ્થિતિષ, અવસ્થિતત્વસ્થવ સંતવ્યર્થત્વ, 'स्त्रीलिङ्गात् सिद्धा' इति पञ्चमीतत्पुरुषमर्यादया विश्लेषलाभेऽपि नियतविश्लेषाऽलाभात्, नियतविश्लेषे पञ्चम्या लक्षणायामनिरूढलक्षणाप्रसङ्गात् । किं चैवं लिङ्गपदस्यैव तादृशी लक्षणाऽस्तु, तत्पुरुषस्तु प्रथमागर्भ एवेत्यत्र किं विनिगमकम् ? एवं च "वीस णपुंसगवेया" इत्यादावपि विषमव्याख्यानम् ।
ટીકાર્ય - પિત્ર'- અને વળી સ્ત્રીતિસિદ્ધાર' આનાથી આવા પ્રકારના અર્થની ઉપસ્થિતિ પણ થતી નથી, કેમ કે અવસ્થિતપણાનું જ સપ્તમી અર્થપણું છે. દર “પતાશપસ્થિતિરપિ' - અહીં ‘મપિ' શબ્દથી એ સમુચ્ચય થાય છે કે શાસ્ત્રઅભિહિત ક્રમનું દુરતિક્રમપણું હોવાથી તમે કહેલ એવો અર્થ પ્રાપ્ત થતો નથી, પરંતુ સમાસ ખોલવાથી તેવા અર્થની ઉપસ્થિતિ પણ થતી નથી.
ભાવાર્થ-બ્રાહ્નિકસિદ્ધાઃ' – અહીં “સ્ત્રીલિંગસિદ્ધ' શબ્દનો સમાસ ખોલવાથી એ માનવું પડે કે “સ્ત્રીલિંગમાં સિદ્ધ થયેલા', અને એ પ્રમાણે સપ્તમી તપુરુષ સમાસ કરીએ તો દિગંબરે કરેલો અર્થ ઉપસ્થિત પણ થતો નથી,
અર્થાતુ દિગંબરે કહેલું કે પૂર્વમાં જે સ્ત્રીવેદ અપાવે અથવા તો પાછળથી જે સ્ત્રીવેદ અપાવે તે સ્ત્રીલિંગસિદ્ધ, તેવો - અર્થ ઉપસ્થિત પણ થતો નથી, કેમ કે અવસ્થિતપણાનું જ સપ્તમી અર્થપણું છે. કહેવાનો ભાવ એ છે કે, “સ્ત્રીલિંગમાં સિદ્ધ ' એ પ્રકારે સપ્તમી તપુરુષથી સમાસ ખોલ્યો ત્યાં સપ્તમીનો અર્થ એ પ્રાપ્ત થાય છે કે, સ્ત્રીલિંગમાં અવસ્થિત હોતે છતે સિદ્ધ તે સ્ત્રીલિંગસિદ્ધ છે. તેથી તમે કહ્યો એ અર્થ પ્રાપ્ત થતો નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે, સિદ્ધાવસ્થાની પ્રાપ્તિની પૂર્વ અવસ્થામાં સ્ત્રીલિંગ હોવું જોઇએ, કેમ કે અધિકરણ અર્થમાં સપ્તમીનો અર્થ ગ્રહણ થાય છે. અને ચૌદમા ગુણસ્થાનકમાં સ્ત્રીવેદનો ઉદય હોતો નથી, તેથી શરીર ગ્રહણ કરીએ તો સ્ત્રી શરીરમાં અવસ્થિત હોતે જીતે સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ થાય છે, એ અર્થ સંગત થઈ શકે. તેથી દિગંબરે કહ્યો તેવો અર્થ સંગત થતો નથી.
ઉત્થાન - અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે છે કે, સપ્તમી તપુરુષને બદલે પંચમી તપુરુષ સમાસ ખોલવાથી અમે કહેલ અર્થ પ્રાપ્ત થશે. તે આ રીતે સ્ત્રીલિંગથી=સ્ત્રીવેદથી, કે સિદ્ધ થયા હોય તે સ્ત્રીલિંગસિદ્ધ કહેવાય. તેથી કહે છે
ટિીકાર્ય -“સ્રોનિક'- સ્ત્રીલિંગથી સિદ્ધ એ પ્રકારે પંચમી તપુરુષની મર્યાદાથી વિશ્લેષનો લાભ હોત છતે પણ નિયત વિશ્લેષનો અલાભ છે. (અને નિયત વિશ્લેષના લાભ માટે પંચમી વિભક્તિની લક્ષણા કરવી પડે અને તે રીતે) નિયત વિશ્લેષમાં પંચમીની લક્ષણા કરાયે છતે અનિરૂઢલક્ષણાના પ્રસંગની પ્રાપ્તિ થશે.
ભાવાર્થ :- “સ્ત્રીવેદથી સિદ્ધ એમ કહેવાથી “સ્ત્રીવેદના ઉદયથી વિશ્લેષ થયો તેવો લાભ થવા છતાં, પ્રથમ સ્ત્રીવેદથી જેમનો વિશ્લેષ થાય અથવા પશ્ચા–છેલ્લે, સ્ત્રીવેદથી જેમનો વિશ્લેષ થાય તે સ્ત્રીવેદસિદ્ધ કહેવાય, એવા નિયત વિશ્લેષનો અલાભ છે. અને સિદ્ધ થનાર દરેક વ્યક્તિ ત્રણે વેદથી વિશ્લેષને પામે છે, તેથી આ