________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૫૬
ભાવાર્થ :- જીવ પોતાનું સુખરૂપ જે સ્વરૂપ છે તેના માટે શમિક્રિયાને પેદા કરે છે, અર્થાત્ જીવ જ્ઞતિક્રિયાને પેદા કરે તો જ્ઞાનથી અભિન્ન એવા સુખસ્વરૂપનું સંવેદન કરી શકે. માટે તે જ=જ્ઞાનથી અભિન્ન એવું જીવનું જ સુખસ્વરૂપ, સંપ્રદાન છે.જેમ કુંભાર ધન માટે અથવા તો જલધારણ માટે ઘટને કરે છે, તેથી ધન કે જલધારણ સંપ્રદાન છે, તેમ જીવનું જ્ઞાનરૂપ સુખસ્વરૂપ સંપ્રદાન છે.
h$*
ટીકાર્થ :- ‘યતશ્ર્વ’ – અને જે શેયાકારથી કરંબિત એવા સ્વરૂપથી વિશ્લેષ થયે છતે ઉત્ત૨સ્વરૂપનું આદાન (થાય છે) તે=પૂર્વનું શેયાકારથી કરંબિત સ્વરૂપ, અપાદાન છે.
ભાવાર્થ :- માટીમાંથી ઘડો પેદા થાય છે માટે માટી એ અપાદાન છે, તેમ જીવનું પ્રતિક્ષણ જ્ઞેયાકારથી કરંબિત સ્વરૂપ ઉત્તર-ઉત્તરભાવરૂપે પરિણામ પામે છે, તેથી પૂર્વના જ્ઞેયાકાર કરંબિત સ્વરૂપથી જીવ છૂટો પડીને ઉત્તરસ્વરૂપે પરિણામ પામે છે, તેથી પૂર્વનું શેયાકારથી કરંબિત સ્વરૂપ અપાદાન છે.
ટીકાર્થ :- ‘યદેવ' – જે જ આ બંનેનું=જ્ઞાન અને આત્માનું, તાદ્રૂપ્ય=એકાકીભાવ, છે, તે જ સંબંધ છે.
ભાવાર્થ :- યદ્યપિ સંબંધ એ કારક નથી, તો પણ કારકના વર્ણન સાથે=પંચમી વિભક્તિથી વર્ણન કરાતા કારકના વર્ણનની સાથે, સંબંધિત ષષ્ઠી વિભક્તિનું સ્મરણ થવાથી તેનો પણ નિર્દેશ કર્યો હોય તેમ ભાસે છે.
ટીકાર્ય :- ‘ચક્ષુ’ – અને જે ગુણરૂપતા આપન્નનું=પ્રાપ્ત થયેલનું, દ્રવ્યરૂપ ભાજન સિદ્ધનો જીવ છે, તે જ આનો = ગુણોનો, આધાર છે.
ભાવાર્થ :- અહીં ગુણરૂપ ગુણો છે તેથી ગુણરૂપતા ગુણોમાં છે. માટે ગુણરૂપતા આપન્ન=પ્રાપ્ત, ગુણો છે, અને તે ગુણોનું ભાજન દ્રવ્યરૂપ સિદ્ધનો જીવ છે. અને સિદ્ધનો જીવ ગુણોનો આધાર છે, તેથી ગુણોને ધારણ કરવાની ક્રિયા સિદ્ધનો જીવ કરે છે, માટે સિદ્ધનો જીવ આધારકારક છે.
:- છ કારકોનું સંક્ષિપ્ત સ્વરૂપ ઃ
· (૧) પ્રયોક્તારૂપ આત્મા કર્તાકારક બને છે.
(૨) જ્ઞાનથી અભિન્ન એવી પરિચ્છિત્તિ તે કર્મ બને છે, કેમ કે પ્રાપ્યમાણ છે.
(૩) ઉપયોગરૂપ જ્ઞાન એ કરણ બને છે, કેમ કે ઉપયોગ દ્વારા પરિચ્છિત્તિ પેદા થાય છે.
(૪) સુખરૂપ જ્ઞાન સંપ્રદાન બને છે, કેમ કે એના માટે જ્ઞતિક્રિયા જીવ કરે છે.
(૫) પૂર્વનું જ્ઞાન અપાદાન બને છે, કેમ કે પૂર્વપૂર્વજ્ઞાન ઉત્તરઉત્તરજ્ઞાનરૂપે થાય છે ત્યારે, પૂર્વના જ્ઞાનથી વિશ્લેષ= અપાદાન, થાય છે.
(૬) ગુણોના આધારરૂપે આત્મા અધિકરણ બને છે, અને જ્ઞાન અને આત્માનો તાદ્રૂપ્ય છે, તે સંબંધ છે.