________________
9
. . . . • • • • • • • • •
... અધ્યાત્મમત પરીક્ષા.............. ગાથા -૧૫૮
ઉત્થાન - વ્યવહારનય પ્રયત્નથી ઉત્તરક્ષણમાં પ્રાપ્તિ સ્વીકારે છે, અને વ્યવહારનયને આશ્રયીને બીજી ક્ષણમાં પ્રાપ્યમાણ એવી જ્ઞપ્રિક્રિયાની પ્રાપ્તિ થાય છે, અને તે કર્મકારક છે; એમ પ્રથમ સમાધાન કરીને, હવે નિશ્ચયનયની દષ્ટિથી સમાધાન આપતાં કહે છે
ટીકાર્ય - અથવા' અવિશ્વભાવનું જ નૈયિક પ્રાપ્તિરૂપપણું છે.
ભાવાર્થ-નિશ્ચયનયથી પ્રાપ્યમાણની પ્રાપ્તિ તે જ ક્ષણમાં થાય છે, અને બાહ્ય પદાર્થની જીવને પ્રાપ્તિ થતી નથી, પરંતુ જે ભાવો જેની સાથે અવિધ્વગુભાવરૂપે હોય=અપૃથગુભાવરૂપે હોય, તે જ તેની પાસે છે એમ કહેવાય; અને જે જેમની પાસે હોય તે જ પ્રાપ્તિ પદાર્થ છે, પરંતુ પહેલાં પોતાની પાસે ન હોય અને પાછળથી પ્રાપ્ત થાય તે પ્રાપ્તિ પદાર્થ નથી. તેથી જીવની સાથે જીવના જે ભાવો અવિષ્પગુભાવરૂપે છે તે જ જીવને પ્રાપ્ત થયા એમ કહેવાય છે, અને તેથી જ જીવને તે ભાવની પ્રાપ્તિ છે એમ કહેવાય. આથી જ સમ્યગ્દષ્ટિને સમ્યક્ત થાય છે એમ નિશ્ચયનય કહે છે. તેથી જીવને જ્ઞાન સદા લબ્ધ હોવા છતાં પણ તેની પ્રાપ્તિ છે એમ કહી શકાય, માટે તે પ્રાપ્રમાણ છે તેમ પણ કહી શકાય. તેથી જ્ઞતિક્રિયા પ્રાપ્યમાણ છે માટે કર્મ છે.
અહીં વિશેષ એ છે કે નિશ્ચયનયની દૃષ્ટિથી પ્રાપ્ત, પ્રાપ્તિ અને પ્રાપ્યમાણ ત્રણે ય જ્ઞાન છે. પ્રતિક્ષણ જ્ઞાનનો ઉપયોગ સ્કુરણ થઈ રહ્યો છે તે ક્ષણમાં જ્ઞતિક્રિયા પ્રાપ્યમાણ છે, અને દિયમાત' એ ન્યાયથી પ્રાપ્યમાણની પ્રાપ્તિ છે, અને જ્ઞાન જ્ઞાનભાવરૂપે સદા જીવને પ્રાપ્ત છે. ટીકાર્ય -“પર્વ ચેન' - એ રીતે=જેમ પ્રાપ્યમાણ હોવાને કારણે જ્ઞતિક્રિયા કર્મ છે એ રીતે, જે જ્ઞાનસ્વભાવવડે આ=જીવ, જ્ઞપ્તિને પેદા કરે છે, તે જ જ્ઞાનસ્વભાવ સાધકતમપણું હોવાને કારણે સાધકતમ કારણ હોવાને કારણે, કરણ છે. ભાવાર્થ-આત્માસ્વતંત્ર પ્રયોક્તા હોવાના કારણે કર્તા છે, જેમ કુંભાર ઘટનો કર્તા છે. અને જ્ઞતિક્રિયા = જ્ઞતિઃ પરિચ્છિત્તિ, પ્રાપ્યમાણ હોવાને કારણે કર્મ છે. જેમ કુંભારના પ્રયત્નથી પ્રાપ્યમાણ હોવાને કારણે ઘટ કર્મ છે, અને જે રીતે કુંભાર વ્યાપૃત દંડ વડે ઘટને પેદા કરે છે, તે જ રીતે આત્મા વ્યાકૃત એવા જ્ઞાનસ્વભાવ વડે જ્ઞપ્તિને પેદા કરે છેઃઉપયોગરૂપ જ્ઞાનવડે પરિચ્છિત્તિને પેદા કરે છે.
અહીં પૂર્વમાં કહ્યું કે “દિયા ' અને પછી કહ્યું કે “જેન સોનસ્વમાનાની ઉંડનથતિ .' ત્યાં જ્ઞપ્તિ અને જ્ઞતિક્રિયા એક જ છે. અહીં જ્ઞાનને કરણ કહ્યું અને જ્ઞપ્તિને કર્મ કહ્યું ત્યાં પ્રશ્ન થાય કે, જ્ઞાન જ જ્ઞપ્તિ છે તેથી જ્ઞાન કરણ અને જ્ઞપ્તિ કર્મ કઈ રીતે થઈ શકે? તેનું સમાધાન એ છે કે, જ્ઞાનનો ઉપયોગ અને જ્ઞપ્તિ=પરિચ્છિત્તિ, કથંચિત્ એક હોવા છતાં અને એક કાળમાં વર્તતા જ્ઞાનરૂપ હોવા છતાં, કથંચિત્ કાર્યકારણરૂપે ભિન્ન છે. તેથી જ્ઞાનનો ઉપયોગ કરણ છે અને જ્ઞપ્તિ એ કાર્ય છે.
ટીકાર્થ “યવર્ધમત' જેના માટે આ જીવ જ્ઞતિક્રિયાને પેદા કરે છે, તે આનું જ સ્વરૂપ સંપ્રદાન છે.