________________
ગાથા : ૧૫૮ . .
અધ્યાત્મમત પરીક્ષા. અહીં પ્રશ્ન થાય કે એક જ વ્યક્તિ છ કારકોરૂપ કેવી રીતે બની શકે? તેથી કહે છે કે વિવક્ષાના વશથી કારકો થાય છે, એ પ્રકારનો ન્યાય છે. તાત્પર્ય એ છે કે એક જ વ્યક્તિ વિવક્ષાથી કાકા, મામા વગેરે કહેવાય છે; તેમ એક જ વ્યક્તિ અમુક જાતની વિવક્ષા કરીએ તો કર્તારૂપ કહેવાય, અને તે જ વ્યક્તિ અન્ય રીતે વિવક્ષા કરીએ તો કર્મ પણ કહી શકાય છે. તેથી વિવફાવશ કારકી થાય છે. તેથી એક ઠેકાણે જ સર્વ કારકોનો સમાવેશ થઈ શકે છે.
ઉત્થાન - વિવફાવશ એક જ વ્યક્તિ બધા કારકોરૂપે કેમ થાય છે? તે તથાદિથી બતાવે છે -
ટીકાર્ય-‘તથાદિ - જ્ઞાનથી અનન્ય પણ આત્મા જ્ઞતિક્રિયાનો સ્વતંત્ર પ્રયોક્તા છે, એથી કર્તા છે.
ભાવાર્થ અહીં “આત્મા જ્ઞતિક્રિયાનો સ્વતંત્ર પ્રયોક્તાછે” એમ ન કહેતાં જ્ઞાનથી અનન્ય પણ આત્મા જ્ઞતિક્રિયાનો સ્વતંત્ર પ્રયોક્તા છે એમ કહ્યું છે. તેનું તાત્પર્ય એ છે કે, જો આત્મા જ્ઞાનથી ભિન્ન હોય તો જ્ઞતિક્રિયાનો કર્તા હોય તેમાં શંકાકારનો વિરોધ નથી, કેમ કે એ રીતે તો આત્મા કર્તા બને અને જ્ઞાન કર્મ બની શકે છે. પરંતુ જ્ઞાનથી અનન્ય હોવાના કારણે પોતાનાથી અભિન્ન એવી જ્ઞતિક્રિયાનો કર્તા છે એમ પ્રાપ્ત થાય છે.
અહીં જ્ઞાન અને જ્ઞતિક્રિયા એક પદાર્થ છે, કેમ કે જ્ઞતિક્રિયા એટલે પરિચ્છિત્તિની ક્રિયા, જે ઉપયોગનું કાર્ય છે.
ટીકાર્ય -“જ્ઞિિા ' -અને જ્ઞતિક્રિયા કર્મ છે, કેમ કે સ્વતંત્ર એવા તેના વડે પ્રાપ્યમાણપણું છે સ્વતંત્ર એવા કર્તરૂપ આત્માવડે જ્ઞપ્રિક્રિયાનું પ્રાપ્યમાણપણું છે, તેથી જ્ઞતિક્રિયા કર્મ છે.
ભાવાર્થ - કર્તાથી જે પ્રાપ્યમાણ હોય તે કર્મ છે. જેમાં સ્વતંત્ર એવા કુંભાર વડે કરીને ઘટ પ્રાપ્યમાણ છે માટે કર્મ છે, અને સ્વતંત્ર એવા આત્મારૂપ કર્તા વડે જ્ઞતિક્રિયા=પરિચ્છિત્તિરૂપ ક્રિયા, પ્રાપ્યમાણ છે, માટે તે કર્મ છે.
ટિકાર્ય “ર ' - અહીં શંકા થાય છે, અલબૂનો લાભ થવો એ પ્રાપ્તિ કહેવાય છે. એથી કરીને લબ્ધ એવી જ તેની=જ્ઞપ્રિક્રિયાની, કેવી રીતે પ્રાપ્તિ કહેવાય? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે ઉત્તર ઉત્તરક્ષણવિશિષ્ટ અલબ્ધ જ તેનો=જ્ઞપ્રિક્રિયાનો, લાભ છે.
ભાવાર્થ:- અહીં પૂર્વપક્ષીને એ કહેવું છે કે, જે વસ્તુ પૂર્વમાં પ્રાપ્ત ન હોય તેને જ પ્રયત્નથી પ્રાપ્ત કરાય તે પ્રાપ્તિ પદાર્થ છે, અને કર્તાથી જે પ્રાપ્રમાણ હોય તેને કર્મ કહેવાય. જેમ કુંભારને પૂર્વમાં ઘટ પ્રાપ્ત ન હતો અને પ્રયત્ન દ્વારા તે પ્રાપ્યમાણ બન્યો, તેથી ઘટકર્મ બન્યો અને કુંભારના પ્રયત્નથી ઘટની પ્રાપ્તિ થઈ. જયારે જ્ઞાન તો આત્માથી અનન્ય હોવાને કારણે વિદ્યમાન છે, તેથી લબ્ધ એવી જ્ઞપ્રિક્રિયાની જીવના પ્રયત્નથી પ્રાપ્તિ છે તેમ કહી શકાય નહીં. માટે જ્ઞપ્રિક્રિયા પ્રાપ્યમાણ છે એ અર્થ પ્રાપ્ત થાય નહીં, એ પ્રકારની પૂર્વપક્ષીની શંકા છે. તેથી ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે જ્ઞાન, આત્માથી અનન્ય હોવા છતાં ઉત્તર ઉત્તરક્ષણથી વિશિષ્ટ એવી જ્ઞતિક્રિયા પૂર્વેક્ષણમાં પ્રાપ્ત ન હતી, તેથી તે જ્ઞતિક્રિયાની અપ્રાપ્તિ હતી, અને તેનો લાભ ઉત્તરાણમાં થાય છે. તેથી પૂર્વેક્ષણમાં અપ્રાપ્ત એવી જ્ઞતિક્રિયા ઉત્તરક્ષણમાં પ્રાપ્યમાણ છે, તેથી તે “કર્મ છે.