________________
૭૯. . . . અધ્યાત્મમત પરીક્ષા..
..ગાથા :૧૫૮ દક અહીં “તે સિદ્ધોની સર્વ પણ ક્રિયા સ્વભાવસિદ્ધ છે” એ કથનમાં “સિદ્ધોની” ન કહેતાં “તે સિદ્ધોની એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, પૂર્વે ગાથા-૧૨માં કેવલીની સ્વભાવસિદ્ધ ક્રિયા બતાવી, અને ત્યારપછી ગાથા૧૨૭માં કહ્યું કે કેવલીની સ્વભાવસિદ્ધ ક્રિયાને કારણે સિદ્ધત્વ પ્રાપ્ત થાય છે. તેનો પરામર્શ કરવા માટે અહીં ‘તે સિદ્ધોની' સર્વ પણ ક્રિયા સ્વભાવસિદ્ધ છે એમ કહેવું છે.
ભાવાર્થ-સિદ્ધમાં ક્રિયા એ છે કે, પોતાના ગુણોમાં જ પ્રવર્તન=ગુણોને ફુરણ કરવાની ક્રિયા, છે; અને “સર્વ પણ ક્રિયા સ્વભાવસિદ્ધ છે એમ એટલા માટે કહેલ છે કે, કોઈ એક ગુણની ક્રિયાતો સ્વભાવસિદ્ધ છે પણ સર્વકારકોની ક્રિયા સ્વભાવસિદ્ધ છે. તેમાં હેતુ કહે છે કે પરાપેક્ષારહિત છે. તેનું તાત્પર્ય એ છે કે, જે વ્યક્તિની ક્રિયા પરની અપેક્ષાથી થતી હોય તે સ્વભાવસિદ્ધ ક્રિયા નથી. જેમ, માટી-દંડાદિની અપેક્ષા રાખીને કુંભાર ઘટનિષ્પત્તિની ક્રિયા કરે છે, માટે કુંભારની તે ક્રિયા સ્વભાવસિદ્ધ નથી. પરંતુ આત્મામાં સર્વ કારકોનું પ્રવર્તન સ્વાભાવિક જ થાય છે, માટે તે કારકોની ક્રિયામાં અન્યની અપેક્ષા નથી, તેથી તે કારકોની ક્રિયા સ્વભાવસિદ્ધ ક્રિયા છે.
ટીકાર્ય - નવગેરે'-“નાથી શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે કે, અભેદમાં કર્તુકર્મભાવ કેવી રીતે થાય? અર્થાત્ ન થાય તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે એમને કહેવું. કેમ કે અભેદમાં પણ છએ કારકોનો એક ઠેકાણે સમાવેશ થાય છે= એક જ આત્મારૂપ વ્યક્તિમાં છએ કારકો પ્રવર્તે છે (માટે અભેદ હોવા છતાં કર્તકર્મભાવ થાય છે.).
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે એક જ આત્મારૂપ વ્યક્તિ છએ કારકરૂપપણે કેવી રીતે પ્રવર્તી શકે? તેથી કહે છે
ટીકાર્ય - વિવફા' - વિવક્ષાના વશથી કારકી થાય છે, એ પ્રકારનો ન્યાય છે.
ભાવાર્થ-ના' થી પૂર્વપક્ષીએ જે કહ્યું કે અભેદમાં કર્તકર્મભાવ કેવી રીતે થાય? ત્યાં પ્રશ્ન થાય કે પૂર્વમાં અભેદ કહેલ નથી છતાં આ પ્રકારનો પ્રશ્ન કેમ કર્યો? તેનું તાત્પર્ય એ છે કે, છએ કારકોને અભેદ સ્વીકારીએ તો જ સર્વ ક્રિયા સ્વભાવસિદ્ધ છે તેમ કહી શકાય, અને સિદ્ધને સર્વ ક્રિયા સ્વભાવસિદ્ધ કહી તેથી પ્રશ્ન થાય કે અભેદમાં કર્તકર્મભાવ કઈ રીતે થઈ શકે?
અહીં શંકાકારનું તાત્પર્ય એ છે કે, સામાન્યથી કર્તા, ક્રિયા દ્વારા જે કાર્ય કરે છે તે કર્મ કહેવાય, અને કર્તા અને કર્મનો ભેદ હોય છે. જેમ કુંભાર અને ઘટ. કર્તા અને કર્મનો જો અભેદ હોય તો કર્તકર્મભાવ થઇ ન શકે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે એ વાત બરાબર નથી. કેમ કે અભેદમાં છએ કારકોનો એક ઠેકાણે સમાવેશ થાય છે=એક જ આત્મારૂપ વ્યક્તિમાં છએ કારકો પ્રવર્તે છે. માટે અભેદ હોવા છતાં પણ કર્તકર્મભાવ થઈ શકે છે.
તાત્પર્ય એ છે કે, જયારે કુંભાર ઘટ કરે છે ત્યારે, કર્તાકારકનો સમાવેશ કુંભારમાં છે, કર્મકારકનો સમાવેશ ઘટમાં છે, કરણકારકનો સમાવેશ દંડમાં છે, સંપ્રદાનકારકનો સમાવેશ ધનમાં છે, અપાદાનકારકનો સમાવેશ માટીમાં છે અને અધિકરણકારકનો સમાવેશ ચક્રમાં છે. આ રીતે દરેક કારકોનો સમાવેશ જુદી જુદી વસ્તુમાં છે, તેથી ત્યાં, કર્તકર્મભાવ ભેદ હોતે છતે પ્રાપ્ત થાય છે; જ્યારે આત્મામાં જ સર્વ કારકોનો સમાવેશ થાય છે, તેને કારણે અભેદ હોવા છતાં પણ કર્તકર્મભાવ છે.