________________
ગાથા : ૧૫૫
અધ્યાત્મમતપરીક્ષા
.૭૭૫
ટીકાર્ય :- ‘નિર્દ્રતા' અને નિર્જરાને કરતું વીર્ય ચારિત્ર જ છે. કેમ કે તેની=ચારિત્રની, તદ્યાપારીપણા વડે કરીને જ સિદ્ધિ છે=નિર્જરાના વ્યાપારીપણા વડે કરીને જ સિદ્ધિ છે, અને તેની પુષ્ટિ કરતાં કહે છે કે નિર્જરાને નહીં કરતી વસ્તુ ચારિત્ર કહેવાતી નથી; કેમ કે સ્વભાવના પરિત્યાગનો પ્રસંગ આવશે.
ભાવાર્થ :- જીવ ચારિત્રથી નિર્જરા દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી નિર્જરા એ વ્યાપાર છે અને ચારિત્ર એ વ્યાપારી છે. માટે નિર્જરારૂપ વ્યાપારના વ્યાપારીપણા વડે કરીને ચારિત્રની સિદ્ધિ છે, કેમ કે ચારિત્ર એ નિર્જરાનું કારણ મનાયું છે. અને તેની જ પુષ્ટિ કરતાં કહે છે કે, નિર્જરાને નહીં કરતી વસ્તુ ચારિત્ર કહેવાતી નથી; કેમ કે સ્વભાવના પરિત્યાગનો પ્રસંગ આવશે. તેનું તાત્પર્ય એ છે કે, નિર્જરાને કરતું હોય તે જ ચારિત્ર છે. તેથી જે આચરણાથી નિર્જરા ન થતી હોય તેને ચારિત્ર કહી શકાય નહીં. આમ છતાં, તેને ચારિત્ર કહીએ તો નિર્જરા ક૨વાનો જે સ્વભાવ છે તેના પરિત્યાગનો પ્રસંગ આવશે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે નિર્જરાને કરતું વીર્ય જ ચારિત્ર પદાર્થ છે.
टीst :- एतेन ज्ञानमिव चारित्रं मोक्षे न निष्प्रयोजनमिति पूर्वपक्षोक्तं प्रत्युक्तं, प्रकाशरूपज्ञानव्यापारस्य तदानीं सत्त्वेऽपि निर्जरारूपस्य चारित्रव्यापारस्याऽभावात् । 'प्रथमसमय एवैकहेलया सकलप्रकाशादु..तरकालं ज्ञानस्य निष्प्रयोजनत्वमिति चेत् ? न, ज्ञेयाकारवैचित्र्येण तद्वैचित्र्यात् । अत एव सिद्धेष्वपि त्रैलक्षण्यं व्यवतिष्ठते, चारित्रस्य तु न तदा कश्चिदुपयोग इति तत्त्वम् । यदि च शुभ (द्ध ) परिणाम: सम्यक्त्वं शुद्धतरपरिणामश्च चारित्रमिति सम्यक्त्वजातीयमेव तदिष्यते न वीर्यजातीयं, तदा तद्वदेव तन्निरपेक्षं तत्स्यात्, इत्याद्यूह्यम् ।
ટીકાર્ય :- ‘તેન' - આના દ્વારા=પૂર્વમાં કહ્યું કે નિર્જરાને નહીં કરતી વસ્તુ ચારિત્ર નથી, કેમ કે સ્વભાવના
--
• પરિત્યાગનો પ્રસંગ છે આના દ્વારા, જ્ઞાનની જેમ ચારિત્ર મોક્ષમાં નિષ્પ્રયોજન નથી એ પ્રમાણે પૂર્વપક્ષે કહેલ પ્રત્યુક્ત છે. કેમ કે પ્રકાશરૂપ જ્ઞાનવ્યાપારનો ત્યારે—સિદ્ધમાં, સત્ત્વ હોવા છતાં પણ નિર્જરારૂપ ચારિત્રવ્યાપારનો અભાવ છે.
ભાવાર્થ :- સિદ્ધમાં ચારિત્ર માનનાર સંપ્રદાયપક્ષનું એ કહેવું છે કે, સંસારમાં જેમ સમ્યક્ પ્રવૃત્તિ પ્રત્યે જ્ઞાન ઉપયોગી છે, તેમ સિદ્ધમાં જ્ઞાન ઉપયોગી નથી; છતાં ત્યાં જ્ઞાન નિષ્પ્રયોજન મનાતું નથી. તેથી જ સિદ્ધમાં જ્ઞાન મનાય છે. એ જ રીતે ચારિત્ર નિર્જરણીય કર્મ નહીં હોવાને કારણે નિર્જરાને કરતું નથી; એટલામાત્રથી સિદ્ધમાં ચારિત્ર નિષ્પ્રયોજન છે એમ કહી શકાય નહીં. આવા પ્રકારની પૂર્વપક્ષીની માન્યતા ‘તેન’થી આ રીતે પ્રત્યુક્ત છે. જો ચારિત્ર નિર્જરા ન કરતું હોય છતાં તેને ચારિત્ર કહો તો સ્વભાવ પરિત્યાગનો પ્રસંગ આવશે, અને સિદ્ધમાં નિર્જરા કરવાની નથી માટે સિદ્ધમાં ચારિત્ર માની શકાય નહીં. અને તેને જ પુષ્ટ કરતાં કહે છે કે, પ્રકાશરૂપ જ્ઞાનવ્યાપારનું સિદ્ધાવસ્થામાં કાર્ય છે, આથી જ સિદ્ધમાં કેવલજ્ઞાન સ્વીકારવામાં આવે છે. જ્યારે નિર્જરારૂપ ` ચારિત્રવ્યાપાર સિદ્ધાવસ્થામાં નથી, માટે સિદ્ધાવસ્થામાં ચારિત્રનો અભાવ છે.