________________
અધ્યાત્મમતપરીક્ષા
99.
. ગાથા . ૧૫૫
ટીકાર્ય :- ‘પ્રથમસમય' અહીં સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, પ્રથમ સમયે જ એક હેલાથી=એક સાથે સકલ પ્રકાશ થતો હોવાથી, ઉત્તરકાળમાં જ્ઞાનનું નિષ્પ્રયોજનપણું છે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે એમ ન કહેવું, કેમ કે જ્ઞેયાકારના વૈચિત્ર્યથી તેનું જ્ઞાનનું, વૈચિત્ર્ય છે. આથી કરીને જ=શેયાકારના વૈચિત્ર્યથી જ્ઞાનનું વૈચિત્ર્ય છે આથી કરીને જ, સિદ્ધોમાં પણ ઐલક્ષણ્ય (=ઉત્પાદ-વ્યય-ધ્રુવતા) ઘટે છે. વળી ચારિત્રનો તો ત્યારે કોઇ ઉપયોગ નથી, એ પ્રમાણે તત્ત્વ છે.
ભાવાર્થ :- સંપ્રદાયપક્ષીનું એ કહેવું છે કે, કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી પ્રથમ સમયમાં જગતના તમામ પદાર્થોનું પ્રકાશન થઇ જાય છે, તેથી ઉત્તરકાળમાં જ્ઞાનનું કોઇ કાર્ય નથી. તેથી ચારિત્રનું કાર્ય સિદ્ધાવસ્થામાં નહીં હોવાને કા૨ણે જો ચારિત્રને નિષ્પ્રયોજન કહેશો, તો જ્ઞાનને પણ સિદ્ધાવસ્થામાં નિષ્પ્રયોજન માનવું પડશે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતપક્ષી કહે છે કે એ વાત યુક્ત નથી, કેમ કે જ્ઞેયાકારના વૈચિત્ર્યને કારણે જ્ઞાનનું વૈચિત્ર્યપણું છે.
કહેવાનો આશય એ છે કે, કેવલજ્ઞાન થયા પછી પણ કેવલજ્ઞાનમાં પ્રકાશિત થયેલ શેય પદાર્થો પ્રતિક્ષણ નવા નવા ભાવરૂપે પરિણમન પામે છે. તેથી શેયાકારના પરિવર્તન પ્રમાણે કેવલજ્ઞાનનું પણ પરિવર્તન પ્રતિક્ષણ થયા કરે છે. તેથી પ્રથમક્ષણમાં કેવલજ્ઞાને જે પ્રકારનું કાર્ય કર્યું તેના કરતાં દ્વિતીયાદિ ક્ષણમાં જુદા જુદા પ્રકારનું પ્રકાશનરૂપ કાર્ય થાય છે. તેથી કેવલજ્ઞાનનું કાર્ય ઉત્તરક્ષણમાં પણ વિદ્યમાન છે, માટે સિદ્ધમાં કેવલજ્ઞાન છે. જ્યારે ચારિત્રનું કોઇ કાર્ય નથી, માટે સિદ્ધમાં ચારિત્ર નથી. અને તેની જ પુષ્ટિ કરતાં કહે છે કે, આથી કરીને જ–જ્ઞેયાકારના વૈચિત્ર્યને કારણે સિદ્ધાવસ્થામાં જ્ઞાનનું પ્રકાશરૂપ વૈચિત્ર્ય કાર્ય છે આથી કરીને જ, સિદ્ધોમાં પણ ઐલક્ષણ્ય સંગત છે. કેવલજ્ઞાન પ્રતિક્ષણ ભિન્નભિન્ન આકારરૂપે ઉત્પન્ન થઇ અને નવું નવું પ્રકાશરૂપ કાર્ય કરે છે. તેથી સિદ્ધનો આત્મા આત્મારૂપે નિત્ય છે, અને જ્ઞાનના પરિણામનું પરિવર્તન પ્રતિક્ષણ થાય છે તેથી ઉત્પાદ અને વ્યય છે; જ્યારે ચારિત્રનો સિદ્ધાવસ્થામાં કોઇ ઉપયોગ નથી. માટે સિદ્ધના જીવોમાં ચારિત્ર નથી એ પ્રકારનો પરમાર્થ છે.
ઉત્થાન :- પૂર્વમાં સંપ્રદાયપક્ષીએ કહ્યું કે “સમ્યક્ત્વના ગ્રહણથી સજાતીયપણા વડે કરીને ચારિત્રનું પણ ગ્રહણ થશે’ ત્યાં સિદ્ધાંતકારે કહ્યું કે નહીં થાય, કેમ કે વીર્યવિશેષરૂપપણું હોવાથી, ચારિત્રનું વીર્યની સાથે સજાતીયપણું છે. ત્યાં પૂર્વપક્ષી ‘યવિ થ'થી કહે છે
ટીકાર્થ :- ‘વિ =’ અને જો શુદ્ધ પરિણામ સમ્યક્ત્વ અને શુદ્ધતર પરિણામ ચારિત્ર છે, એથી કરીને સમ્યક્ત્વજાતીય જ તે=ચારિત્ર, ઇચ્છાય છે વીર્યજાતીય નહીં; તો તેની જેમ જ=સમ્યક્ત્વની જેમ જ, તનિરપેક્ષ= વીર્યનિરપેક્ષ, તે=ચારિત્ર, થાય. ઇત્યાદિ વિચારવું.
ભાવાર્થ :- સંપ્રદાયપક્ષીનું એ કહેવું છે કે, આત્માનો અશુદ્ધ પરિણામ મોહથી થાય છે, અને કિંચિત્ મોહના વિગમનથી જીવનો શુદ્ધ પરિણામ થાય છે, અને તે સમ્યક્ત્વ છે; અને વિશેષ પ્રકારના મોહના વિગમનથી જીવનો
જે
શુદ્ધતર પરિણામ થાય છે તે ચારિત્ર પદાર્થ છે. માટે ચારિત્ર એ સમ્યક્ત્વજાતીય છે, વીર્યજાતીય નથી. તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતી કહે છે કે, જો ચારિત્ર સમ્યક્ત્વજાતીય હોય તો જેમ સમ્યક્ત્વ પ્રાદુર્ભાવ થવામાં વીર્યની