________________
999. . . . . .
અધ્યાત્મમત પરીક્ષા.
•• ..ગાથા : ૧૫૪
‘તિ’ કથનની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ-નકુથી સંપ્રદાયપક્ષી કહે છે કે, ભગવતીના પાઠની ટીકામાં “જેનો ચારિત્રાત્મા છે તેનો યોગાત્મા નિયમ છે” એ પ્રકારના વાચનાન્તરના પાઠમાં ચારિત્ર' શબ્દથી પ્રત્યુપેક્ષણાદિ વ્યાપારને ગ્રહણ કરવાની ટીકાકારે વિવક્ષા કરી, અને અલ્પબદુત્વના પાઠમાં ચારિત્રાત્માને સર્વથી સ્તોક કહ્યા, ત્યાં પણ વ્યાપારરૂપ ચારિત્રનું જ ગ્રહણ થાય છે. તેથી તેની જેમ જ જયાં જ્યાં “સિદ્ધમાં ચારિત્ર નથી” એવું કહેનારાં આગમવચનો છે, ત્યાં પણ “ચારિત્ર' શબ્દથી વ્યાપારરૂપ ચારિત્ર ગ્રહણ કરીને સિદ્ધમાં ચારિત્રના અભાવની સંગતિ કરી શકાય, અને ચારિત્રમોહનીયના ક્ષયથી જીવના પરિણામરૂપ ચારિત્ર સ્વીકારી શકાય, અને તેવું ચારિત્ર સિદ્ધમાં સંગત છે એ પ્રમાણે સંપ્રદાયપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું. તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતકાર કહે છે કે, તમે કહો છો તેમ સ્વીકારી લઈએ તો પણ ગાથા-૧૪૫માં સમાચરિત્તારું' વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૨૦૦૮નું ઉદ્ધરણ આપ્યું ત્યાં, ચરણદાનાદિ લબ્ધિને સાદિસાત તરીકે પ્રતિપાદન કરેલ છે, તે આગમના વિરોધનો ઉદ્ધાર થશે નહીં. અને કદાચ ત્યાં પણ ચરણદાનાદિ લબ્ધિઓનું તમે વ્યાપારરૂપે ગ્રહણ કરો તો પણ, યોગનિરોધકાળમાં ચરણદાનાદિ લબ્ધિઓનો અભાવ સ્વીકારવો પડશે. તેથી શૈલેશીઅવસ્થામાં ચારિત્રના અભાવની તમને સંપ્રદાયપક્ષીને) પ્રાપ્તિ થશે. અને શૈલેશીઅવસ્થામાં સર્વસંવરરૂપ ચારિત્ર તો સર્વને સંમત છે, તેથી સંપ્રદાયપક્ષી કહે છે તે પ્રમાણે ક્રિયારૂપ ચારિત્રને ગ્રહણ કરીને સિદ્ધમાં ચારિત્રનો અભાવ સ્વીકારી શકાશે નહીં, પરંતુ કર્મનિર્જરાને અનુકૂળ વિર્યવિશેષરૂપ ચારિત્રનો અભાવ છે, એમ સ્વીકારવું જોઇએ.
તથાપિ...શનૈશ્યામનનવૃત્તિપ્રસન્', સુધીનું જે કથન કર્યું તે પૂર્વમાં ગાથા-૧૪૫માં સ્વયં સિદ્ધાંતકાર કહી ગયા છે. તેથી પ્રશ્ન થાય કે ફરી તે જ કથન કરીને સ્વપક્ષને સિદ્ધાંતકાર શા માટે સ્થાપન કરે છે? તેના સમાધાનરૂપે વત્નમ્ ... હસ્તેદિ સુધીનું કથન છે. તેનો ભાવ આ પ્રમાણે છે
આત્મસ્વરૂપપણા વડે કરીને સિદ્ધોમાં ચારિત્રની અનુવૃત્તિ સંપ્રદાયપક્ષી સ્વીકારે છે, તેની નિવૃત્તિ માટે ફક્ત આ પ્રયાસ છે. તથાપિ પ્રસ' એ પ્રકારના હેતુ દ્વારા જે કથન કર્યું, એ કથનરૂપ આ પ્રયાસ છે.
કહેવાનો આશય એ છે કે, ગાથા-૧૪૫માં અમરત્તારું વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૨૦૦૮ની સાક્ષી આપી ત્યાં, ક્રિયારૂપ ચારિત્રને ગ્રહણ કરીને આગમવચનનો અર્થ થઇ શકશે નહીં, તે બતાવવા માટે કથન કરેલ. અહીં તે જ વચનો દ્વારા બતાવવું છે કે, સિદ્ધમાં જીવના સ્વરૂપરૂપે ચારિત્ર સંપ્રદાયપક્ષી માને છે તે સંગત નથી. એથી પૂર્વમાં વર્ણન કરાયેલાનું ફરી કથન એ પુનરુક્તિરૂપ નથી. અને આ પોતાનો પ્રયાસ ફલવાન કેમ છે? તે બતાવવા કહે છે કે, જેમ સિદ્ધમાં યોગાત્મા અનુવૃત્તિરૂપે નથી, તેમ ચારિત્રાત્મા પણ અનુવૃત્તિરૂપે નથી, એ પ્રકારનું કથનનું તાત્પર્ય છે. કેમ કે યોગાત્મા સંસારવાળી અવસ્થામાં જ સંભવે, તેમ નિર્જરાને અનુકૂળ વીર્યવિશેષરૂપ ચારિત્ર પણ કર્મવાળી અવસ્થામાં જ સંભવે. તેથી પૂર્વમાં કહેવાયેલી વાતને ફરી કહેવારૂપ અમારો આ પ્રયાસ સફળ છે. II૧૫૪