________________
ગાથા : ૧૫૪
અધ્યાત્મમતપરીક્ષા
.૭૬૯
ટીકાર્થ :- ‘નનુ’ થી સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, આ રીતે=પૂર્વમાં પ્રજ્ઞપ્તિના પાઠ પછી સિદ્ધાંતકારે કહ્યું કે પ્રજ્ઞપ્તિના પાઠમાં “જેનો દ્રવ્યાત્મા છે તેનો ચારિત્રાત્મા ભજનાથી છે” અને ત્યાં પ્રજ્ઞપ્તિની ટીકામાં કહ્યું છે કે “સિદ્ધને અને અવિરત આત્માઓને દ્રવ્યાત્મપણું હોવા છતાં ચારિત્રાત્મા નથી, અને વિતોને ચારિત્રાત્મા છે''; એ પ્રકારનું વ્યાખ્યાન છે. અને કષાયઅતિદેશસૂત્રમાં ચારિત્રના અધિકારમાં “જેનો ચારિત્રાત્મા છે તેનો યોગાત્મા નિયમા છે’ એ પ્રકારનો વાચનાન્તરનો પાઠ દેખાય છે, ત્યાં ચારિત્રનું પ્રત્યુપેક્ષણાદિ વ્યાપારરૂપપણું છે. એ રીતે ચારિત્ર શબ્દથી સર્વત્ર તેવા પ્રકારના જ ચારિત્રની= પ્રત્યુપેક્ષણાદિરૂપ જ ચારિત્રની, વિવક્ષા કરો. (અર્થાત્ શાસ્ત્રમાં, સિદ્ધમાં ચારિત્રના અભાવને કહેનારા જેટલા પાઠો છે ત્યાં, ચારિત્ર શબ્દથી પ્રત્યુપેક્ષણાદિ ગ્રહણ કરીને સિદ્ધમાં ચારિત્રના અભાવની વિવક્ષા કરો) અને આ રીતે–ચારિત્ર શબ્દથી પ્રત્યુપેક્ષણાદિ ચારિત્ર ગ્રહણ કરીને સર્વત્ર ચારિત્રની વિવક્ષા કરી એ રીતે, સિદ્ધોને ચારિત્ર નિબંધ છે. =સિદ્ધોમાં ચારિત્રમોહનીયના ક્ષયથી જન્ય ક્ષાયિકચારિત્ર સ્વીકારવામાં કોઇ વાંધો નથી. (અર્થાત્ જેમ ૧૪મા ગુણસ્થાનકમાં ચારિત્ર નિર્બાધ છે, તેમ સિદ્ધમાં ચારિત્ર નિર્બાધ છે.)
ઉપરોક્ત કથનની પુષ્ટિ કરતાં યાપ્તિ f ... પાઠથી કહે છે- (તે પાઠનો અર્થ આ મુજબ છે-)
હે ભગવન્! આ દ્રવ્યાત્મા, કષાયાત્મા યાવત્ વીર્યાત્મામાં કોણ કોણ યાવત્ વિશેષાધિક છે? અર્થાત્ દ્રવ્યાત્મા, કષાયાત્મા વગેરે આત્માઓ એકબીજાથી કોણ કોણ અનંતગુણ, અસંખ્યગુણ, સંખ્યાતગુણ કે વિશેષાધિક છે? કે ગૌતમ! ચારિત્રાત્મા સર્વથી અલ્પ છે, જ્ઞાનાત્મા (તેનાથી) અનંતગુણ છે, કષાયાત્મા (તેનાથી) અનંતગુણ છે, (એના કરતાં) યોગાત્મા વિશેષાધિક છે, (એના કરતાં) વીર્યાત્મા વિશેષાધિક છે, એના કરતાં ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા વિશેષાધિક છે અને એ ત્રણે પણ પરસ્પર તુલ્ય છે.
તે પ્રમાણે (સંગ્રહણી ગાથામાં કહ્યું છે-)
યતિઓ ૨ થી ૯ હજાર ક્રોડ છે, તે કારણથી ચરણાત્મા સર્વથી થોડા છે. સિદ્ધોને આશ્રયીને જ્ઞાનાત્મા (તેનાથી) અનંતગુણા સિદ્ધ જ છે. સરાગી જીવોના જે કારણથી કષાયાત્મા છે (તેથી) તેઓ (જ્ઞાનાત્માથી) અનંતગુણ છે. સયોગી વર્જીને યોગાત્મા કહેલા છે તેથી (કષાયાત્માથી) વિશેષાધિક છે. જે કારણથી શૈલેશી પામેલાઓને પણ લબ્ધિવીર્ય છે તેથી (યોગાત્માથી વીર્યાત્મા) વિશેષાધિક છે. ઉપયોગ, દ્રવ્ય, દર્શન સર્વ જીવોને છે તેથી (વીર્યાત્માથી ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા, દર્શનાત્મા) વિશેષાધિક છે. ઇત્યાદિ અલ્પબહુત્વના અધિકારમાં પણ વ્યાપારરૂપ ચારિત્ર ગ્રહણ થશે. એથી કરીને (તમે વ્યાપારરૂપ ચારિત્રને ગ્રહણ કરીને સિદ્ધમાં ચારિત્રનો અભાવ માનનાર સૂત્રની વિવક્ષા કરો તો) કોઇ વિરોધ થશે નહીં. (અને સિદ્ધમાં ચારિત્રની સંગતિ થશે; જે જીવના પરિણામ સ્વરૂપ છે, • પણ ક્રિયારૂપ નથી, એ પ્રકારે સંપ્રદાયપક્ષ કહે છે) તેનું નિરાકરણ કરતાં ‘ન’ થી સિદ્ધાંતી કહે છે કે એમ ન કહેવું, કેમ કે તો પણ ચરણદાનાદિ લબ્ધિઓના સાદિસાંતપણાનો પ્રતિપાદક=કહેનાર, આગમવચનનો અનુદ્ધાર છે. વ્યાપારરૂપ જ તેઓનું પણ=ચરણદાનાદિ લબ્ધિઓનું પણ, ગ્રહણ હોતે છતે યોગનિરોધથી જ તેના–ચરણદાનાદિ લબ્ધિઓના, ઉપક્ષયમાં શૈલેશી અવસ્થામાં અનનુવૃત્તિનો=અભાવ માનવાનો, પ્રસંગ આવશે; એ પ્રમાણે પૂર્વે અમે ગાથા-૧૪૫માં કહી જ ગયા છીએ. કેવલ આત્મસ્વરૂપપણા વડે ચારિત્રની સિદ્ધમાં અનુવૃત્તિની નિવૃત્તિ માટે આ પ્રયાસ છે, અને તે યોગાત્માની જેમ ચારિત્રાત્માનું ત્યારે=સિદ્ધમાં, અનનુવર્તિતાનું અભિધાન હોવાથી= અભાવ કહ્યો હોવાથી, ફલેગ્રહિ–ફલવાળું છે.