________________
અધ્યાત્મમતપરીક્ષા
७६७
ગાથા : ૧૫૪ . (કારણ કે મિઁથ્યાત્વીને જ્ઞાન હોતું નથી અને વીતરાગ જીવોને કષાય હોતા નથી.) જે પ્રમાણે કષાયાત્મા અને ઉપયોગાત્મા છે, તેમ કષાયાત્મા અને દર્શનાત્મા જાણવા. કષાયાત્મા અને ચારિત્રાત્મા બંને પણ પરસ્પર ભજના વાળા જાણવા. (કારણ કે મિથ્યાત્વી આદિને ચારિત્ર નથી, વીતરાગને કષાયો નથી.) જે પ્રમાણે કષાયાત્મા અને યોગાત્મા કહ્યા, તે પ્રમાણે કષાયાત્મા અને વીર્યાત્મા કહેવા. એ પ્રમાણે જેમ કષાયાત્માની વક્તવ્યતા કહી, તે પ્રમાણે યોગાત્માની પણ ચરમોની સાથે=ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, વીર્યાત્માની સાથે પણ કહેવી. જેમ દ્રવ્યાત્માની વક્તવ્યતા કહી, તેમ ઉપયોગાત્માની પણ ઉપરિ=જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, વીર્યાત્માની સાથે (વક્તવ્યતા) જાણવી. જેનો જ્ઞાનાત્મા તેનો દર્શનાત્મા નિયમા હોય, વળી જેનો દર્શનાત્મા તેનો જ્ઞાનાત્મા હોય કે ન પણ હોય. (મિથ્યાત્વી પણ દર્શનાત્મા છે, જ્ઞાનાત્મા નથી.) જેનો જ્ઞાનાત્મા તેનો ચારિત્રાત્મા હોય કે ન પણ હોય, વળી જેનો ચારિત્રાત્મા તેનો જ્ઞાનાત્મા નિયમા હોય. જ્ઞાનાત્મા અને વીર્યાત્મા બંને પણ પરસ્પર ભજનાએ જાણવા. જેનો દર્શનાત્મા તેના ઉપરના બંને (ચારિત્રાત્મા અને વીર્યાત્મા) ભજનાએ જાણવા. વળી જેના તે બેચારિત્રાત્મા અને વીર્યાત્મા, તેનો દર્શનાત્મા નિયમા હોય. જેનો ચારિત્રાત્મા તેનો વીર્યાત્મા નિયમા હોય, વળી જેનો વીર્યાત્મા તેનો ચારિત્રાત્મા હોય કે ન પણ હોય.
ભાવાર્થ :- પ્રજ્ઞપ્તિના પાઠમાં કહ્યું કે “જેનો દ્રવ્યાત્મા તેનો દર્શનાત્મા અવશ્ય હોય, વળી જેનો દર્શનાત્મા તેનો દ્રવ્યાત્મા અવશ્ય હોય”. અહીં વિશેષ એ છે કે, છદ્મસ્થને કોઇ પણ ઇન્દ્રિયના વિષયનો સંપર્ક થવાથી પ્રથમ જે બોધ થાય છે તે કોઇ પણ વિશેષતા વગરનો સામાન્ય બોધ હોય છે, અને તે ચક્ષુર્દર્શન-અચક્ષુર્દર્શનરૂપ હોય છે. તે જ રીતે અવધિજ્ઞાનવાળા કે વિભંગજ્ઞાનવાળા પણ જ્યારે તે જ્ઞાનમાં ઉપયુક્ત થાય છે ત્યારે, પ્રથમ આત્મપ્રદેશોથી કોઇપણ વિશેષતા વગર સામાન્ય બોધ હોય છે; અને તે સામાન્ય બોધમાં કાંઇ વિપર્યાસ હોઇ શકે નહીં, પરંતુ તે સામાન્ય બોધના ઉત્તરભાવિ જે બોધ થાય છે, તે જ્ઞાનસ્વરૂપ છે; અને તેમાં વિપર્યાસ થઇ શકે. અને તે વિપર્યાસ ઇન્દ્રિયોના દોષને કારણે કે પદાર્થ દૂરવર્તી હોવાના કારણે તે રજતમાં શક્તિનો ભ્રમ થાય છે, ત્યાં ચાકચકાટાદિ દોષને કારણે થાય છે; અને તે રીતે મિથ્યાત્વાદિના ઉદયને કારણે પણ વિપર્યાસ થાય છે. તેથી જ્ઞાનમાં વિપરીતતા સંભવી શકે. માટે જ્ઞાનાત્માની દ્રવ્યાત્મા સાથે ભજના બતાવી. પણ દર્શનમાં જ્ઞાનની જેમ વિપર્યાસ થઇ શકે નહીં, કેમ કે સર્વથા વિશેષતા વગરના જ્ઞાનમાં(=દર્શનમાં) વિપર્યાસનો અસંભવ છે. અને આથી જ મિથ્યાર્દષ્ટિ એવા વિભંગજ્ઞાનીને પણ વિભંગદર્શન ન સ્વીકારતાં અવધિદર્શન સ્વીકારેલ છે, અને દર્શનમાં વ્યભિચાર નહીં હોવાને કારણે દ્રવ્યાત્મા અને દર્શનાત્માની ભજના નથી.
ટીકાર્ય :-‘અત્ર’- અહીંયાં=પ્રજ્ઞતિસૂત્રના આ કથનમાં, “જેનો દ્રવ્યાત્મા તેનો ચારિત્રાત્મા ભજનાએ કહ્યો છે” જે કારણથી સિદ્ધોને અને અવિરતને દ્રવ્યાત્મપણું હોવા છતાં પણ ચારિત્રાત્મા નથી; અને વિરતોને (ચારિત્રાત્મા) હોય છે, એથી ભજના એ પ્રમાણે કહ્યું છે.
‘તથા’ – તથા કષાયના અતિદેશસૂત્રમાં (નિર્દેશ કરતા સૂત્રમાં) ચારિત્રના અધિકારમાં, જેનો ચારિત્રાત્મા તેનો યોગાત્મા નિયમા હોય છે એ પ્રમાણે વાચનાન્તરમાં પાઠ દેખાય છે ત્યાં=તે પાઠમાં, પ્રત્યુપેક્ષણાદિવ્યાપારરૂપ= પડિલેહણાદિરૂપ, ચારિત્રનું વિવક્ષિતપણું હોવાથી, અને તેનું=ચારિત્રનું, યોગઅવિનાભાવિપણું હોવાથી, “જેનો ચારિત્રાત્મા તેનો યોગાત્મા નિયમથી છે', એ પ્રમાણે કહેવાય છે, એ પ્રમાણે (ત્યાં) વ્યાખ્યાત છે.