________________
૭૬૬. . .
અધ્યાત્મમત પરીક્ષા
. . . . . . . . .ગાથા : ૧૫૪
પ્ર. હે ભગવન્! આત્મા કેટલા પ્રકારના હોય છે? ઉ. હે ગૌતમ ! આત્મા આઠ પ્રકારના કહ્યા છે. તે આ રીતે (૧) દ્રવ્યાત્મા (૨) કષાયાત્મા (૩) યોગાત્મા (૪) . ઉપયોગાત્મા (૫) જ્ઞાનાત્મા (૬) દર્શનાત્મા (૭) ચારિત્રાત્મા (૮) વીર્યાત્મા.
પ્ર. હે ભગવન્! જેનો આત્મા દ્રવ્યાત્મા હોય છે તેનો આત્મા કષાયાત્મા હોય છે? એમ જેનો કષાયાત્મા હોય છે તેનો દ્રવ્યાત્મા હોય છે? ઉ. હે ગૌતમ! જેનો (આત્મા) દ્રવ્યાત્મા હોય છે તેનો (આત્મા) કષાયાત્મા હોય કે ન પણ હોય, પણ જેનો કષાયાત્મા હોય છે તેનો દ્રવ્યાત્મા નિયમા=અવશ્ય હોય.
પ્ર. હે ભગવન્! જેનો દ્રવ્યાત્મા હોય તે યોગાત્મા હોય? (એમ જેનો યોગાત્મા હોય તે દ્રવ્યાત્મા હોય?) એ પ્રમાણે જેમ દ્રવ્યાત્મા અને કષાયાત્મા કહ્યા એ રીતે સર્વત્ર પૃચ્છા કરવી. (તેનો ઉત્તર સ્વયં સમજવાનો છે તે આ પ્રમાણે - જેનો આત્મા દ્રવ્યાત્મા હોય છે તેનો આત્મા યોગાત્મા હોય કે ન પણ હોય, પણ જેનો આત્મા યોગાત્મા હોય તેનો દ્રવ્યાત્મા અવશ્ય હોય.) પ્ર. હે ભગવન્! (જેનો) દ્રવ્યાત્મા હોય તે ઉપયોગાત્મા હોય? એ પ્રમાણે સર્વત્ર પૃચ્છા જાણવી. (અહીંથી આગળ ઉત્તર આપ્યો છે તે પૃચ્છા સ્વયં સમજી લેવાની છે.) ઉ. જેનો દ્રવ્યાત્મા હોય તે ઉપયોગાત્મા અવશ્ય હોય, અને જેનો પણ ઉપયોગાત્મા તેનોં દ્રવ્યાત્મા નિયમા=અવશ્ય હોય. (કારણ કે દરેક જીવોને કોઈને કોઈ ઉપયોગ અવશ્ય પ્રવર્તતો હોય જ છે, ઉપયોગ વગરનો કોઇ જીવ હોતો નથી, માટે અહીં ભજના નથી.) ઉ. જેનો દ્રવ્યાત્મા તેનો જ્ઞાનાત્મા ભજનાથી જાણવો, (કારણ કે મિથ્યાષ્ટિ જીવો જ્ઞાનાત્મા હોતા નથી.) વળી જેનો જ્ઞાનાત્મા તેને દ્રવ્યાત્મા નિયમા=અવશ્ય હોય. ઉ.જેનો દ્રવ્યાત્મા તેનો દર્શનાત્મા અવશ્ય હોય, વળી જેનો દર્શનાત્મા તેનો દ્રવ્યાત્મા અવશ્ય હોય. (કારણ કે દરેક જીવોને અચક્ષુ આદિ ચારમાંથી એક દર્શન તો અવશ્ય હોય જ.) ઉ. જેનો દ્રવ્યાત્મા તેનો ચારિત્રાત્મા ભજનાથી જાણવો, અને જેનો ચારિત્રાત્મા તેનો દ્રવ્યાત્મા અવશ્ય હોય. એ પ્રમાણે વર્યાત્મામાં પણ જાણવું. (અર્થાત્ જેનો દ્રવ્યાત્મા તેનો વીર્યાત્મા ભજનાથી જાણવો, જેનો વીર્યાત્મા તેનો દ્રવ્યાત્મા અવશ્ય હોય.) પ્ર. હે ભગવન્! જેનો કષાયાત્મા તેનો યોગાત્મા હોય? એ પ્રમાણે પૃચ્છા કરવી. ઉ. હે ગૌતમ! જેનો કષાયાત્મા તેનો યોગાત્મા નિયમા હોય, વળી જેનો યોગાત્મા હોય તેનો કષાયાત્મા હોય અને ન પણ હોય. (કારણ કે ૧૧-૧૨-૧૩માં ગુણસ્થાનકવાળા સયોગી વીતરાગીને કષાય હોતા નથી.) એ પ્રમાણે ઉપયોગાત્મા સાથે સમાન કષાયાત્મા જાણવો અર્થાત્ જેનો કષાયાત્મા તેનો ઉપયોગાત્મા નિયમો હોય. વળી જેનો ઉપયોગાત્મા તેનો કષાયાત્મા હોય અને ન પણ હોય. (કારણ કે ૧૧-૧૨-૧૩-૧૪માં ગુણસ્થાનકવાળાને અને સિદ્ધાવસ્થામાં ઉપયોગ હોય, કષાય ન હોય.) કષાયાત્મા અને જ્ઞાનાત્મા પરસ્પર બંને પણ ભજનાએ જાણવા.