________________
ગાથા : ૧૫૩ . .
અધ્યાત્મમત પરીક્ષા.
. . . . . . . . . .૬૧
ભાવાર્થ-સંપ્રદાયપક્ષીનું એ કહેવું છે કે, આચારલક્ષણ એવંભાવરૂપ ચારિત્રનો સિદ્ધમાં અભાવ હોવા છતાં પણ આત્મામાં અવસ્થાનરૂપ ભાવાચરણ સિદ્ધમાં અબાધિત છે, માટે એવંભૂતનયથી સિદ્ધમાં ચારિત્ર માનવામાં વાંધો નથી. તેનો ઉત્તર સિદ્ધાંતકાર આપે છે કે એ વાત બરાબર નથી, કેમ કે એવંભૂતનયની પ્રસિદ્ધ વ્યુત્પત્તિ અર્થને આશ્રયીને પ્રવૃત્તિ છે, અને પ્રસિદ્ધ વ્યુત્પત્તિ ચારિત્રપદની આચરણારૂપ જ છે, અને તે આચરણા સિદ્ધમાં નથી માટે સિદ્ધમાં ચારિત્ર નથી.
અહીં ચારિત્રપદની પ્રસિદ્ધ વ્યુત્પત્તિ નિર્જરાને અનુકૂળ આચરણા વિશેષરૂપ છે. તેથી પ્રાથમિક ભૂમિકામાં સમિતિ-ગુપ્તિની આચરણારૂપ હોય, અસંગદશામાં ધ્યાનરૂપ આચરણા હોય અને ચૌદમા ગુણસ્થાનકે યોગનિરોધરૂપ આચરણા હોય, અને તે સર્વઆચરણાઓ કર્મનિર્જરાને અનુકૂળ જીવના યત્ન સ્વરૂપ છે, અને તેને જ એવંભૂતનય ચારિત્ર તરીકે સ્વીકારે છે.
એવંભૂતનયની વ્યુત્પત્તિને આશ્રયીને આચરણારૂપ ચારિત્રન કહીએ, અને સ્વભાવમાં સમવસ્થાનને ચારિત્ર કહીએ, તો જીવનો જ્ઞાન એ સ્વભાવ છે અને તે જ્ઞાનસ્વભાવમાં સમવસ્થાન એ જ ચારિત્ર પદાર્થ છે, એમ માનવું પડે. તેથી ચારિત્રપદથી જ્ઞાનાદિની ઉપસ્થિતિ કરવા માટે જે કાલાદિ દ્વારા અભેદવૃત્તિનું પ્રતિસંધાન કરવું પડે છે, તે કર્યા વગર પણ ચારિત્ર શબ્દના શ્રવણથી તરત જ સ્વભાવમાં સમવસ્થાનરૂપ પદાર્થની ઉપસ્થિતિ થશે; અને જ્ઞાન એ આત્માનો સ્વભાવ જ છે, તેમાં સમવસ્થાન એ જ ચારિત્રપદથી વાચ્ય છે, તેથી ચારિત્રપદથી જ્ઞાનાદિની ઉપસ્થિતિનો પ્રસંગ પ્રાપ્ત થશે. પરંતુ વાસ્તવિક રીતે ચારિત્રપદથી જ્ઞાનાદિની ઉપસ્થિતિ કાલાદિ દ્વારા અભેદવૃત્તિના પ્રતિસંધાનથી થાય છે. તેથી ચારિત્રપદથી વાચ્ય આત્મામાં અવસ્થાનરૂપ ચારિત્ર નથી, એ પ્રકારે સિદ્ધાંતકારનો આશય છે.
ટિીકાર્ય - તામિપ્રદે-અહીંસંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે છે, તેવા પ્રકારના અભિપ્રાયના ગ્રહમાં=ચારિત્રથી આત્મામાં અવસ્થાનપદાર્થજઅભિમત છે એવા પ્રકારના અભિપ્રાયનાગ્રહમાં, તેનાથી=ચારિત્રપદથી, તથા ઉપસ્થિતિ =સ્વભાવસમવસ્થાનરૂપ જ્ઞાનાદિની ઉપસ્થિતિ, અવિરુદ્ધ જ છે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છેતથાપિ' - તો પણ ચારિત્રપદની પ્રવૃત્તિનિમિત્ત (ભાવાચરણથી) આક્રાંત જ્ઞાન જ પર્યવસગ્ન-ફલિત થયું, પરંતુ અતિરિક્ત= ચારિત્ર, નહીં; એથી કરીને વિપરીતની સિદ્ધિ થાય છે.
ભાવાર્થ - સિદ્ધાંતકારના કથનનું તાત્પર્ય એ છે કે, સ્વભાવમાં સમવસ્થાન એ જ ચારિત્ર છે આ પ્રકારે પૂર્વપક્ષી કહે, અને એ પ્રકારની ઉપસ્થિતિને અવિરુદ્ધ કહે, તો પણ તેનાથી એ પ્રાપ્ત થાય કે, ચારિત્રપદની પ્રવૃત્તિનિમિત્ત એવું જે સ્વભાવમાં સમવસ્થાન તેનાથી આક્રાંત જ્ઞાન જ પ્રાપ્ત થયું, પરંતુ સિદ્ધમાં જ્ઞાનથી અતિરિક્ત ચારિત્ર પ્રાપ્ત થયું નહીં. અને સંપ્રદાયપક્ષીને સિદ્ધમાં જે ચારિત્ર અભિમત છે તે કેવલજ્ઞાનથી પૃથફરૂપે અભિમત છે, એથી તેની માન્યતાથી વિપરીત જ સિદ્ધ થાય છે.
ટીકાર્થ “નિશન' - અહીં સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, નિશ્ચયનયથી જ્ઞાનમાં ચારિત્રની અભેદની સિદ્ધિ હોવા છતાં પણ વ્યવહારનયથી ભેદ સિદ્ધ થશે માટે વ્યવહારનયથી જ્ઞાનથી પૃથફ ચારિત્રની સિદ્ધિ થશે.)