________________
અધ્યાત્મમતપરીક્ષા
૭૬૦.
ગાથા - ૧૫૩
ટીકાર્ય :- ‘ન, વૈવિશા' - સંપ્રદાયપક્ષીના કથનનું નિરાકરણ કરતાં સિદ્ધાંતી કહે છે કે એમ ન કહેવું, કેમ કે ઉક્ત દિશા વડે=પૂર્વમાં કહ્યું કે સ્વરૂપથી ચારિત્ર નહીં હોવા છતાં ચારિત્રનું ફળ છે એ અપેક્ષાએ સિદ્ધમાં ચારિત્ર છે એ રૂપ - ઉક્ત દિશા વડે, ઔપચારિક નિશ્ચયનય દ્વારા તેનું સત્ત્વ હોવા છતાં પણ=સિદ્ધમાં ચારિત્રનું સત્ત્વ હોવા છતાં પણ, અનુપચરિત નિશ્ચયનય વડે તેનો અભાવ છે, અર્થાત્ સિદ્ધમાં ચારિત્રનો અભાવ છે.
ભાવાર્થ :- અહીં વિશેષ એ છે કે, વ્યવહારનય પણ ઉપચાર માને છે અને નિશ્ચયનય પણ ઉપચાર માને છે. આમ છતાં તે બંને વચ્ચે ભેદ એ છે કે વ્યવહારનય કારણમાં કાર્યનો ઉપચાર કરીને બાહ્ય આચરણાઓને ધર્મ કહે છે. તે જ રીતે ‘આયુષ્યને ઘી’ કહે છે અને ‘ઘડો ઝરે છે’ એ પ્રયોગમાં ઘટ સહવર્તી પાણી ઝરતું હોવા છતાં ‘ઘટ ઝરે છે’ તેમ પ્રયોગ કરે છે. જ્યારે કાર્યને કરતું હોય તેને જ કારણ સ્વીકારવું તે નિશ્ચયનયની સૂક્ષ્મ દૃષ્ટિ છે, અને તે દૃષ્ટિ ઉપર જ ફળની પ્રાપ્તિને કારણે વસ્તુને સ્વીકારનાર ઉપચરિત નિશ્ચયનયની દૃષ્ટિ છે. આથી જ ચારિત્રનું ફળ મોક્ષમાં છે માટે સિદ્ધમાં ચારિત્રની સત્તા ઉપચરિત નિશ્ચયનય સ્વીકારે છે.
-
ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે ઉપચરિત નિશ્ચયનયથી સિદ્ધમાં ચારિત્ર હોવા છતાં પણ અનુપચરિત નિશ્ચયનય વડે સિદ્ધમાં ચારિત્રનો અભાવ છે. તે જ વાતની પુષ્ટિ કરતાં કહે છે
ટીકાર્ય :- ‘ન હિં’ – અનુપચરિત એવંભૂતનય ત્યારે=જ્યારે જીવ સિદ્ધ થાય છે ત્યારે, ચારિત્રને સ્વીકારતો નથી, કેમ કે આચરણલક્ષણ એવંભાવનો અભાવ છે.
--
ભાવાર્થ :- અનુપચરિત એવંભૂતનય સિદ્ધમાં ચારિત્ર સ્વીકારતો નથી, અને એ જ રીતે શબ્દ અને સમભિરૂઢ નય પણ સ્વીકારતા નથી, એ કથન ટીકામાં આગળ‘તેન સમમિની વ્યાવ્યાતી'થી કહેલ છે; અને ઋજુસૂત્રનય પણ શૈલેશીના ચરમસમયમાં વિશ્રાંત થવાથી શૈલેશીની ઉત્તરક્ષણોમાં ચારિત્ર સ્વીકારતો નથી. અને એવંભૂતનય, સમભિરૂઢનય, શબ્દનય અને ઋજુસૂત્રનય અનુપચરિત નિશ્ચયનય છે, માટે અનુપચરિત નિશ્ચયનયથી સિદ્ધમાં ચારિત્રનો અભાવ છે, એમ પ્રાપ્ત થાય છે.
ટીકાર્ય :- ‘આત્મનિ’- અહીં સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, આત્મામાં અવસ્થાનરૂપ ભાવાચરણ ત્યારે=જયારે જીવ સિદ્ધ થાય છે ત્યારે, અબાધિત છે.
‘ન વભૂતમ્ય' તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, એ બરાબર નથી, કેમ કે એવંભૂતનયની પ્રસિદ્ધ વ્યુત્પત્તિ અર્થને આશ્રયીને પ્રવૃત્તિ છે.
‘અન્યથા’ - અન્યથા=એવું ન માનો અને આત્માના સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્રને એવંભૂતનય સ્વીકારે છે એમ માનો તો, કાલાદિની સાથે અભેદવૃત્તિના પ્રતિસંધાન વગર પણ આહત્ય=ચારિત્રપદના શ્રવણ પછી તરત જ, ચારિત્રપદથી જ્ઞાનાદિની ઉપસ્થિતિનો પ્રસંગ પ્રાપ્ત થશે.
‘માવાષરળ’– કેમ કે તેનું=જ્ઞાનનું, ભાવાચરણરૂપ તદર્થથી=ચારિત્રપદના અર્થથી, આક્રાંતપણું છે.