________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૫૩ . .૭૫૯ 21st :- नन्वेवं निश्चयतस्तेषां चारित्रं व्यवहारतस्तु नेत्यापन्नम्, तच्चास्माकमप्यभिमतं निश्चयतस्तत्सत्त्वे व्यवहारतस्तदभावस्याऽकिञ्चित्करत्वात्, अन्यथा निश्चयतोऽन्तरात्मनि विद्यमानमपि परमात्मत्वं व्यवहारेण पराक्रियेत, पराक्रियेत च दुर्दिनाभिभूतस्य भास्वतो भास्वरालोकशालित्वं, उज्जीव्येत च निश्चयेन पराकृतमप्यात्मनो मूर्त्तत्वं स्वाभिमतमिति व्यवहारेण, तस्माद्वस्तुनः सत्तायां निश्चय एव प्रयोजको व्यवहारस्तु व्यपदेशमात्र एवेति चेत् ? न, उक्तदिशौपचारिकनिश्चयेन तत्सत्त्वेऽप्यनुपचरितनिश्चयेन तदभावात् । न ह्यनुपचरित एवम्भूतस्तदानीं चारित्रमभ्युपगच्छति, आचरणलक्षणस्यैवंभावस्याऽभावात्। ‘आत्मन्यवस्थानरूपं भावाचरणं तदानीमबाधितमि 'ति चेत् ? न, एवम्भूतस्य प्रसिद्धव्युत्पत्त्यर्थमाश्रित्यैव प्रवृत्तेः, अन्यथा कालादिभिरभेदवृत्तिप्रतिसन्धानं विनाप्याहत्य चारित्रपदाज्ज्ञानाद्युपस्थितिप्रसङ्गाद्, भावचरणरूपतदर्थाक्रान्तत्वात्तस्य । ' तथाभिप्रायग्रहे ततस्तथोपस्थितिरविरुद्धैवेति चेत् ? तथापि चारित्रपदप्रवृत्तिनिमित्ताक्रान्तं ज्ञानमेव पर्यवसन्नं नत्वतिरिक्तमिति विपरीतसिद्धिः । 'निश्चयेनाभेदसिद्धावपि व्यवहारेण भेदः सेत्स्यते' इति चेत् ? न, तस्य त्वया साधकत्वेनाऽनभ्युपगमात्, तदर्थस्य तदानीमभावाच्च । एतेन शब्दसमभिरूढौ व्याख्यातौ । ऋजुसूत्रोऽपि शैलेशीचरमसमयविश्रान्तः सन्न तदुत्तरक्षणानां चारित्राक्रान्ततामभिधत्ते,
ટીકાર્ય :- ‘નવેવ’ –‘નવુ’ થી સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, આ રીતે તેઓને=સિદ્ધોને, નિશ્ચયથી ચારિત્ર હોય : છે પરંતુ વ્યવહારથી નહીં એ પ્રમાણે પ્રાપ્ત થશે, અને તે અમને પણ અભિમત છે. કારણ કે નિશ્ચયથી તત્ સત્ત્વ હોતે છતે=ચારિત્રની હાજરી હોતે છતે, વ્યવહારથી તેનો અભાવ=ચારિત્રનો અભાવ, અર્કિંચિત્કર છે. ‘અન્યથા’– અન્યથા=પૂર્વમાં કહ્યું કે, નિશ્ચયથી ચારિત્રનું સિદ્ધમાં સત્ત્વ હોતે છતે વ્યવહારથી ચારિત્રના અભાવનું અકિંચિત્કરપણું છે એમ ન માનો, અને વ્યવહારથી ચારિત્રનો સિદ્ધમાં અભાવ છે માટે વાસ્તવિક રીતે સિદ્ધના જીવો અચારિત્રવાળા છે એમ માનો, તો નિશ્ચયથી અંતરાત્મામાં વિદ્યમાન પણ પરમાત્મપણું વ્યવહારથી નિરાકરણ કરાય છે; અને દુર્દિનથી અભિભૂત સૂર્યનું ભાસ્વરઆલોકશાલીપણું—તેજસ્વીપ્રકાશશાલીપણું, (વ્યવહાર વડે) `નિરાકરણ કરાય છે, અને નિશ્ચયથી પરાકૃત પણ આત્માનું મૂર્તપણું સ્વઅભિમત છે–વ્યવહાર વડે અભિમત છે, એથી કરીને વ્યવહાર વડે સ્વીકારાય છે. તે કારણથી વસ્તુની સત્તામાં નિશ્ચય જ પ્રયોજક છે, વ્યવહાર તો વળી વ્યપદેશમાત્રમાં પ્રયોજક છે.
ભાવાર્થ :- નિશ્ચયનય જે માને છે તે જ વસ્તુની સત્તા છે. જેમ અંતરાત્મામાં પરમાત્મભાવરૂપ વસ્તુની સત્તા છે, જ્યારે વ્યવહારનય તેનું નિરાકરણ કરે છે. વ્યવહારનય કથનમાત્રમાં જ પ્રયોજક છે, કેમ કે કર્મથી તિરોહિત અવસ્થાને જોવાની દૃષ્ટિ વ્યવહારનયમાં નહીં હોવાને કારણે અંતરાત્મામાં વિદ્યમાન પરમાત્મભાવને ‘તે નથી’ એ પ્રકારનો વ્યપદેશ વ્યવહારનય કરે છે; પરંતુ એટલામાત્રથી અંતરાત્મામાં ૫૨માત્મભાવ નથી એમ માની શકાય નહીં. અને વળી વ્યવહારનય કથનમાત્રમાં પ્રયોજક છે, તેથી જ વાદળાથી ઘેરાયેલા સૂર્યને અતેજસ્વી કહે છે અને અમૂર્ત પણ આત્માને શરીરને કારણે મૂર્ત કહે છે. એ જ રીતે વ્યવહારનય સિદ્ધમાં ચારિત્ર ન સ્વીકારતો હોય પરંતુ નિશ્ચયનય જો ચારિત્ર સ્વીકારતો હોય તો તે અમને અભિમત જ છે, કેમ કે નિશ્ચયનય જ વસ્તુની સત્તામાં પ્રયોજક છે. એ પ્રકારનો સંપ્રદાયપક્ષીનો આશય છે.