________________
૭૫૮. . . . . . . • • • • • • અધ્યાત્મમત પરીક્ષા.
ગાથા - ૧૫૩ અપેક્ષા ધરાવતી નથી, તેથી પુરુષ જે પ્રકારની વિવક્ષા કરે છે તે પ્રકારે વસ્તુને સ્વીકારવાની આપત્તિ આવશે. આમ કહીને સંપ્રદાયપક્ષીનું એ કહેવું છે કે, વાસ્તવિક રીતે પુરુષવિવક્ષાનુસારી વસ્તુને સ્વીકારવી ઉચિત નથી, પરંતુ સિદ્ધમાં ચારિત્ર છે તેને સામે રાખીને જ નિશ્ચયનય જ્ઞાનની સાથે ચારિત્રનો અભેદ કરે છે તેમ સ્વીકારવું ઉચિત છે. તેના નિરાકરણરૂપે સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું. એમ કહીને જે કહ્યું કે વસ્તુ સ્વરૂપ અનુસારી હોવા છતાં તેનો વ્યપદેશ પુરુષવિવક્ષાને આધીન છે; તેનાથી એ પ્રાપ્ત થાય કે, વસ્તુનું જ સ્વરૂપ હોય એ પ્રમાણે જ વસ્તુ હોય, છતાં પણ જ્યારે વસ્તુ તેવી ન હોય પરંતુ નયવિશેષથી પુરુષ તેવો વ્યપદેશ કરે તો તેવી વિવેક્ષા થઈ શકે. આથી સિદ્ધાવસ્થામાં વસ્તુના સ્વરૂપને વિચારીએ તો ચારિત્ર નથી, પરંતુ ચારિત્રનું ફળ છે માટે ચારિત્ર છે તેવી વિવક્ષા કરીને, સિદ્ધમાં ચારિત્ર પુરુષ કહે તો કોઈ દોષ નથી, પરંતુ એટલામાત્રથી સિદ્ધમાં ચારિત્રની સિદ્ધિ થાય નહીં.
અહીં શંકા થાય કે જે વસ્તુનું સ્વરૂપ તેવું હોય નહીં અને પુરુષ તેવી વિવક્ષા કરે તો તે કેવી રીતે ઉચિત ગણાય? એથી કહ્યું કે વાસ્તવિક રીતે સિદ્ધમાં ચારિત્ર નથી, છતાં સ્યાદ્વાદનો આશ્રય કરીને ચારિત્રના ફળને ચારિત્ર કહે તો કોઈ દોષ નથી. એમ કહીને સિદ્ધાંતકારને એ કહેવું છે કે, સિદ્ધમાં વાસ્તવિક ચારિત્ર નથી પરંતુ ચારિત્રના ફળની અપેક્ષાએ ચારિત્રની વિવક્ષા સ્યાદ્વાદી કરી શકે છે; અને એ રીતે ચારિત્ર સિદ્ધમાં સ્થાપન કરવા માંગતા હો તો અમને વાંધો નથી. પરંતુ સંપ્રદાયપક્ષીને તો સિદ્ધમાં સ્વરૂપથી જ ચારિત્ર અભિમત છે, તેથી સંપ્રદાયપક્ષી તે વાત સ્વીકારી શકે નહીં.
ટીકા :- વં ચ ચારિત્રમિત્રત્વેન પ્રતિસંહિતાનાશ્રવત્નક્ષની પત્ની જ્ઞાનેડબેલાસિન્યાનાહૂ तत्र ताद्रूप्यप्रतीतिर्न विरुद्धा । अनयैव दिशा सिद्धेषु चारित्रग्राहकाणि प्रमाणानि समर्थितानि
પત્તિ .
ટીકાર્ય - વિંગ' – અને આ રીતે પૂર્વમાં કહ્યું કે સિદ્ધમાં અવિદ્યમાન પણ ચારિત્ર તેના ફળને કારણે છે એમ માનીને, નિશ્ચયનયવડે તદ્અભેદવૃત્તિ અને અભેદનો ઉપચાર પ્રતિસંધાન કરાય છે એ રીતે, ચારિત્રથી અભિન્નપસાવડે પ્રતિસંહિત એવા અનાશ્રવલક્ષણ ફળનું, જ્ઞાનમાં અભેદપાવડે પ્રતિસંધાન હોવાથી, ત્યાં=જ્ઞાનમાં, તાદ્રયની પ્રતીતિ=ચારિત્રના તાલૂણ્યની પ્રતીતિ, વિરુદ્ધ નથી. મનવ'- આ જ દિશાથી સિદ્ધોમાં ચારિત્રગ્રાહક પ્રમાણ સમર્થિત થાય છે.
ઉત્થાન - આ રીતે પૂર્વમાં સિદ્ધાંતકારે સ્થાપન કર્યું કે, ચારિત્રનું ફળ સિદ્ધમાં વિદ્યમાન છે તેની અપેક્ષાએ જ નિશ્ચયનય સિદ્ધમાં ચારિત્ર સ્વીકારે છે, અને તેને આશ્રયીને જ જ્ઞાનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની અભેદવૃત્તિનું પ્રતિસંધાન નિશ્ચયનય કરે છે; પરંતુ સ્વરૂપથી ચારિત્ર સિદ્ધમાં નથી. આ પ્રકારના સિદ્ધાંતકારના સ્થાપનમાં સંપ્રદાયપક્ષી, ફળની અપેક્ષાએ સિદ્ધમાં ચારિત્રના સ્વીકારને લક્ષમાં લીધા વગર જો નિશ્ચયનય સિદ્ધમાં ચારિત્ર સ્વીકારતો હોય, અને વ્યવહારનય ચારિત્રનસ્વીકારતો હોય, તો પોતાની વાત સિદ્ધ થાય છે, એવું સ્થાપન કરતાં ન'થી કહે છે