________________
૭૬૨.
અધ્યાત્મમત૫રીક્ષા
ગાથા . ૧૫૩
‘ન, તસ્ય’– તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે એમ નકહેવું.કેમ કે તેનોવ્યવહારનયનો, તારા વડે સાધકપણાથી અનબ્યુપગમ છે.
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી=સંપ્રદાયપક્ષી કહે કે, વ્યવહારને પણ અમે અકિંચિત્કર નહીં સ્વીકારીએ. તેથી બીજો હેતુ કહે છે
ટીકાર્ય :-‘તર્થસ્થ’-તદર્થનો=વ્યવહારને અભિમત એવા ચારિત્રરૂપ અર્થનો, ત્યારે=સિદ્ધાવસ્થામાં, અભાવછે.
ભાવાર્થ :- વ્યવહારનયને આચરણારૂપ ચારિત્ર અભિમત છે અને આચરણારૂપ ચારિત્ર સિદ્ધાવસ્થામાં નથી, તેથી વ્યવહારનયથી જ્ઞાનથી પૃથક્ સિદ્ધ થયેલ ચારિત્ર સિદ્ધાવસ્થામાં નથી. અને નિશ્ચયનયથી જ્ઞાનથી અપૃથભૂત જ ચારિત્ર છે જે કેવલજ્ઞાન સ્વરૂપ છે, તે અમને (સિદ્ધાંતકારને) પણ સિદ્ધાવસ્થામાં અભિમત છે. તેથી સ્વભાવમાં સમવસ્થાનને ચારિત્ર માનવું એ તમારી માન્યતાથી વિપરીતની જ સિદ્ધિ કરે છે.
ટીકાર્થ ઃ- ‘તેન’ - આના દ્વારા=પૂર્વમાં કહ્યું કે અનુપચરિત એવંભૂતનય સિદ્ધાવસ્થામાં ચારિત્ર સ્વીકારતો નથી આના દ્વારા, શબ્દ, સમભિરૂઢનય વ્યાખ્યાત થઇ ગયા. (કેમ કે ચારિત્રપદથી વાચ્ય પદાર્થ એવંભૂતનયની જેમ શબ્દનય અને સમભિરૂઢનયને પણ પ્રસિદ્ધ વ્યુત્પત્તિને આશ્રયીને આચરણાલક્ષણ અભિમત છે.) ‘ૠણુસૂત્રોઽપિ’ ઋજુસૂત્રનય પણ શૈલેશીના ચરમ સમયમાં વિશ્રાંત છતે, તેની = શૈલેશીની, ઉત્તરક્ષણોનું ચારિત્રઆક્રાંતપણું કહેતો નથી.
ભાવાર્થ :- જેમ એવંભૂતનય પ્રસિદ્ધ વ્યુત્પત્તિ અર્થને આશ્રયીને જ ચારિત્રપદનો અર્થ કરે છે, તેમ શબ્દ અને સમભિરૂઢનય પણ ચારિત્રપદનો અર્થ કરે છે. અહીં ચારિત્રપદની પ્રસિદ્ધ વ્યુત્પત્તિ એ છે કે ‘કર્મનિર્જરાને અનુકૂળ આત્માનો યત્નવિશેષ' એ ચારિત્ર પદાર્થ છે. તેથી ગ્રંથકારે કહ્યું કે શબ્દ અને સમભિરૂઢનય વ્યાખ્યાત થઇ ગયા=એવંભૂતનયની સાથે એક અર્થવાળા હોવાથી તેના વ્યાખ્યાનથી વ્યાખ્યાત થઇ ગયા. અને ઋજુસૂત્રનય જો કે ચારિત્રપદનો અર્થ એવંભૂતાદિ ત્રણ નયોના જેવો કરતો નથી, તો પણ શૈલેશીના ચરમસમયમાં જ પૂર્ણ ચારિત્ર માને છે; અને તેની ઉત્તરક્ષણોમાં=૧૪મા ગુણસ્થાનક પછી મોક્ષમાં, ચારિત્રને સ્વીકારતો નથી. તેથી ઋજુસૂત્રનયના અભિપ્રાયથી પણ સિદ્ધાવસ્થામાં ચારિત્ર નથી.
ઉત્થાન ઃ- આખા કથનનું નિગમન કરતાં ‘તસ્માત્’થી કહે છે –
टीst :- तस्मादुपचारादभिधीयमानमपि चारित्रं न तत्स्वभावसाधनायालं, न खलु गोत्वेनोपचरितोऽपि ૫૮: પયમાં પાત્રી પૂરવૃતીતિ વિમ્ ॥શ્યરૂશા
ટીકાર્ય :- ‘તસ્માત્’ તે કારણથી ઉપચારથી (સિદ્ધોમાં) અભિધીયમાન=કહેવાતું, પણ ચારિત્ર તત્સ્વભાવને= સિદ્ધભગવાનના સ્વભાવને, સાધવા માટે સમર્થ થતું નથી. ગોત્વપણાથી ઉપચિરત પણ સાંઢ દૂધવડે પાત્રને ભરી દેતો નથી, એ પ્રમાણે દિશાસૂચન છે. II૧૫૩॥