________________
૭૫૬. . . . . . . . . . . . . . . . .અધ્યાત્મમત પરીક્ષા ......
. . . . . . ગાથા :૧૫૩
ટીકા - ચદપિ રાત્રિ ર તલાન વિદ્યમાન તથાથનાશ્રવત્નક્ષ તત્તે તલાની વિદામાને નિશન तदभेदवृत्तिस्तदुपचारो वा प्रतिसन्धीयते, निश्चयेन फलवत्तयैव वस्तुनः सत्ताऽभ्युपगमात् । अत एव सदपि ज्ञानं विना विरतिलक्षणं फलं न ज्ञानं, असदपि वा तत्स्वप्नादावप्रमादिनः फलसद्भावाद्विद्यमानमेव ।
ટીકાર્ય - “યદ્યપિ'- જો કે ચારિત્ર ત્યારે સિદ્ધાવસ્થામાં હોતું નથી તો પણ અનાશ્રવલક્ષણ તેનું ચારિત્રનું, ફળ
ત્યારે સિદ્ધાવસ્થામાં, વિદ્યમાન હોતે છતે, નિશ્ચયનયથી તદભેદવૃત્તિ કે તદુપચાર પ્રતિસંધાન કરાય છે. કારણ કે નિશ્ચયનયવડે ફળવાળાપણાથી જ=કારણના ફળથી જ, કારણરૂપ વસ્તુની સત્તાનો સ્વીકાર કરાય છે.
ભાવાર્થ “યપિ'થી સિદ્ધાંતકાર કહે છે કે, સિદ્ધાવસ્થામાં જો કે ચારિત્ર નથી, તો પણ ચારિત્રનું ફળ ત્યાં છે; અને તે ચારિત્રના ફળમાં ચારિત્રનો ઉપચાર કરીને અમેદવૃત્તિ કે અભેદ ઉપચારનું પ્રતિસંધાન નિશ્ચયનય કરે છે; કેમ કે નિશ્ચયનય ફલ હોય તો વસ્તુની સત્તા સ્વીકારે છે. તેથી ઔપચારિક ચારિત્રના સ્વીકારમાત્રથી સિદ્ધમાં ચારિત્રની સિદ્ધિ નહીં થાય એ પ્રકારનો સિદ્ધાંતકારનો આશય છે.
અહીં વિશેષ એ છે કે ગાથા-૧૫રની ટીકામાં “યત્ર વ્યવહાન ... 'થી સિદ્ધમાં ચારિત્ર માનનારે કહેલ કે આશ્રવચેષ્ટાના પ્રતિપંથી પરિણામરૂપ નૈક્ષયિકી ચારિત્રચેષ્ટા સિદ્ધમાં અબાધિત છે, તેનું સિદ્ધાંતકારે નિરાકરણ કર્યું તેનાથી એ પ્રાપ્ત થાય છે કે આશ્રવચેષ્ટાનો પ્રતિપંથી અનાશ્રવભાવ સિદ્ધમાં નથી. અને પ્રસ્તુત ગાથા-૧૫૩ની ટીકામાં સિદ્ધાંતકાર કહે છે કે, યદ્યપિ સિદ્ધમાં ચારિત્ર નથી તો પણ અનાશ્રવલક્ષણ ચારિત્રનું ફળ સિદ્ધમાં છે. તેથી બે કથનો પરસ્પર વિરોધી જણાય છે, કેમ કે પૂર્વ ગાથાની ટીકામાં કહ્યું કે અનાશ્રવપરિણામરૂપ ચારિત્ર સિદ્ધમાં નથી અને પ્રસ્તુત ગાથાની ટીકામાં કહે છે કે અનાશ્રવરૂપચારિત્રનું ફળ સિદ્ધમાં છે. તેનું તાત્પર્ય એ છે કે સિદ્ધાંતકારને સિદ્ધમાં અનાશ્રવપરિણામરૂપ ચારિત્ર અભિમત નથી તો પણ સંસારમાં નિષ્પન્ન થયેલ ચારિત્રનું ફળ અનાશ્રવ છે તે સિદ્ધમાં છે.
- અનાશ્રવપરિણામરૂપ ચારિત્ર એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, સંસારવર્તી જીવોને કર્મોનું સતત આગમન ચાલુ છે અને તે કર્મના આગમનને અટકાવવાને અનુકૂળ એવી ચેષ્ટારૂપ ચારિત્ર સિદ્ધમાં હોઈ શકે નહીં, કેમ કે સંસારવર્તી જીવોમાં જ કર્મોનું આગમન સંભવે છે. કારણ કે કર્મવાળી અવસ્થામાં પૂર્વકર્મના ઉદયથી જીવમાં કર્મના આગમનને અનુકૂળ પરિણામ પેદા થાય છે, અને તે પરિણામને અટકાવવાના યત્નસ્વરૂપ ચારિત્રનો પરિણામ છે; અને સિદ્ધમાં કર્મોનું આગમન નહીં હોવાના કારણે તેના પરિણામરૂપ ચારિત્ર નથી, એમ સિદ્ધાંતકારનો આશય છે. અને સંસારમાં નિષ્પન્ન થયેલા ચારિત્રના ફળરૂપે સર્વ કર્મથી મુક્ત એવા સિદ્ધોમાં કર્મોના આગમનને અનુકૂળ એવો પરિણામ જ નથી, તેથી તેને અટકાવવાના યત્નરૂપ ચારિત્ર પણ નથી; તો પણ કર્મ ન આવી શકે તેવી અવસ્થાની પ્રાપ્તિરૂપ ચારિત્રનું ફળ અનાશ્રવરૂપ સિદ્ધોમાં છે. તેથી નિશ્ચયનય અનાશ્રવલક્ષણ તે ફળને આશ્રયીને જ્ઞાનમાં ચારિત્રની અભેદવૃત્તિ કે અભેદ ઉપચારનું પ્રતિસંધાન કરે છે.