________________
અધ્યાત્મમતપરીક્ષા
૭૫૪.
ગાથા ૧૫૨ ભાવાર્થ :- સંસારવર્તી જીવોમાં કર્મો આત્મા સાથે લાગેલાં છે; તેને નહીં કાઢવાનો પરિણામ છે, તે અવ્યવદાન પરિણામ છે; અને નવાં કર્મોને ગ્રહણ કરવાનો પરિણામ છે, તે આશ્રવપરિણામ છે. તે રૂપ જે અવ્યવદાનચેષ્ટા અને આશ્રવચેષ્ટા સંસારમાં છે, તેના પ્રતિપંથી પરિણામો તપચેષ્ટા અને ચારિત્રચેષ્ટા છે, એ પ્રમાણે નિશ્ચયનયને અભિમત છે. અને તપચેષ્ટા અને ચારિત્રચેષ્ટા એ બે પરિણામો સિદ્ધમાં અબાધિત છે; કેમ કે સંસારવર્તી જીવોમાં જે અવ્યવદાનચેષ્ટા અને આશ્રવચેષ્ટા છે તે કર્મના ઉદયથી થનારા પરિણામ છે; અને કર્મનો નાશ થવાથી તેના વિરુદ્ધ પરિણામો જીવમાં આવિર્ભાવ થાય છે, અને તે જ નિશ્ચયનયથી જીવનો તપ-ચારિત્રનો પરિણામ છે.
અહીં નિશ્ચયનયથી એટલા માટે કહેલ છે કે વ્યવહારથી તપ એ ઉપવાસાદિની આચરણારૂપ છે, અને ચારિત્ર સમિતિ-ગુપ્તિની આચરણારૂપ છે; જ્યારે નિશ્ચયથી સંસારવર્તી જીવોમાં વર્તતા અતપ અને અચારિત્રના પરિણામથી વિરુદ્ધ એવા જીવના પરિણામ સ્વરૂપ તપ અને ચારિત્ર છે. આ પ્રમાણેનું સિદ્ધમાં ચારિત્ર માનનાર કોઇ કહે છે તે પણ બરાબર નથી, એમ સિદ્ધાંતકાર કહે છે. કેમ કે તત્ત્વથી અવ્યવદાનચેષ્ટાના અને આશ્રવચેષ્ટાના પ્રતિપંથી પરિણામોનો સિદ્ધોમાં અભાવ છે. તે આ રીતે –
સિદ્ધમાં કર્મવાળી અવસ્થા નથી, તેથી તેને કાઢવાને અનુકૂળ પરિણામ પણ નથી; અને નવા કર્મોનું આગમન પણ નથી, તેથી તેને અટકાવવારૂપ અનાશ્રવ પરિણામ પણ નથી. તેથી કહે છે કે વાસ્તવિક રીતે તેવો પરિણામ સિદ્ધમાં નથી.
પોતાની વાતની પુષ્ટિ કરવા માટે સિદ્ધાંતકાર કહે છે કે, તે બે પરિણામના કાર્યના અભાવમાં તે બે પરિણામો સિદ્ધમાં છે એવી વિવક્ષામાં ઉપચારનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેનું તાત્પર્ય એ છે કે, કોઇપણ વસ્તુના અસ્તિત્વમાં તે વસ્તુની અપેક્ષિત અર્થ-ક્રિયા નિયામક છે. જો તે અર્થ-ક્રિયા ન હોય છતાં તે વસ્તુ છે એમ કહીએ, તો તે ઉપચારથી કહી શકાય. તે જ રીતે સિદ્ધના જીવોમાં કર્મ નથી માટે કર્મને કાઢવાની ચેષ્ટા નથી, અને નવાં કર્મ આવી રહ્યાં નથી માટે તેને અટકાવવાની ચેષ્ટા પણ નથી, તેથી સિદ્ધમાં નૈશ્ચયિક તપ-ચારિત્રની ચેષ્ટાનું કોઇ કૈર્મ=કાર્ય નથી. આમ છતાં, તે બે ભાવો=તપચેષ્ટા અને ચારિત્રચેષ્ટા છે તેમ સંપ્રદાયપક્ષી સ્વીકારે તો તેવી વિવક્ષા કરવામાં ઉપચારનો પ્રસંગ પ્રાપ્ત થશે. કેમ કે તે બે પરિણામો અર્થ-ક્રિયાકારી હોય તો તેનું કાર્ય અવશ્ય હોવું જોઇએ, અને કાર્ય નથી છતાં તે પરિણામો છે એમ કહેવું હોય તો ઉપચારથી માની શકાય, એમ સિદ્ધાંતકાર કહે છે.
ટીકાર્થ :- ‘7 ચ' અહીં સંપ્રદાયપક્ષી કહે કે તેવો ઉપચાર પ્રામાણિક છે, અર્થાત્ તેવો વ્યવહાર પ્રામાણિક છે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે આગમ વિના તેવા પ્રકારના ઉપચારનું=વ્યવહારનું, નિર્મૂલપણું છે.
ભાવાર્થ :- તાત્પર્ય એ છે કે સિદ્ધમાં તેવા પ્રકારના પરિણામો છે તેવો વ્યવહાર તો જ પ્રામાણિક કહેવાય કે તેને
--
સ્વીકારનાર આગમ પ્રાપ્ત થાય. પરંતુ આગમ તો સિદ્ધમાં ચારિત્ર સ્વીકારતું નથી, અને તેવા પરિણામોનું કુર્વદ્નપત્વ=અર્થક્રિયાકારિત્વ, યુક્તિથી સિદ્ધ થતું નથી, માટે સિદ્ધમાં તેવા પ્રકારના પરિણામો નથી, એમ સિદ્ધાંતકારનો આશય છે. ૧૫૨