________________
ગાથા : ૧૫૨. . . . .
અધ્યાત્મમત પરીક્ષા. છે, તેથી ચેષ્ટારૂપ લક્ષણ બહિર્લક્ષણ છે. જ્યારે તપ-સંયમ એ જીવના અંતરંગ પરિણામરૂપ છે, તેથી તે ન હોય તો જીવમાં નૈર્લક્ષણ્ય માનવાનો પ્રસંગ આવે. તો સિદ્ધાંતકાર કહે છે કે આ સમાધાન આપણને બંનેને સમાન છે. અર્થાત્ પૂર્વપક્ષીએ કહ્યું કે ચેષ્ટા જીવનું બહિર્લક્ષણ છે માટે સિદ્ધમાં ન હોવા છતાં નૈર્લક્ષણ્યનો પ્રસંગ નથી, એ જ સમાધાન સિદ્ધાંતકાર આપી શકે છે કે, તપ-ચારિત્ર એ જીવનાં બહિર્લક્ષણ છે માટે તે સિદ્ધમાં નથી. તેથી સિદ્ધોને નિર્લક્ષણ માનવાનો પ્રસંગ નથી.
ટીકાર્ય-‘છાયાઃ'- અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, ચેષ્ટાનું શરીર પરિણામિત્વરૂપ બહિર્પણું સંગત છે પરંતુ ચારિત્રમાં પણ નહીં. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે આ વાત બરાબર નથી. વિવિજ્ઞામિન' - કેમ કે બહિવિજ્ઞાયમાનસ્વરૂપ બહિર્પણાનું કે અસાર્વદિકભાવત્વરૂપ બહિર્પણાનું ઉભયત્ર ચેષ્ટા અને ચારિત્ર ઉભયમાં, તુલ્યપણું છે.
ભાવાર્થ :- શરીર પરિણામિત્વરૂપ બહિર્પણું યદ્યપિ ચેષ્ટામાં છે કેમ કે એ શરીરથી જ થાય છે, પરંતુ વાસ્તવિક રીતે જીવનો સ્વાભાવિક પરિણામ હોય તે અંતરંગ લક્ષણ કહેવાય, અને પુદ્ગલના કારણે વર્તતો જે ભાવ હોય તે બહિરંગ કહેવાય; તેથી છબસ્થ જીવ મતિ-શ્રુત કે યાવત્ અવધિ-મન:પર્યવજ્ઞાન દ્વારા જાણી શકે તે બધા ભાવો બહિરંગ કહેવાય. તે રીતે ચારિત્ર પણ જીવની મન, વચન અને કાયાની હિંસામાંથી નિવૃત્તિને અનુકૂળ પ્રવૃત્તિરૂપ છે, તેથી ચારિત્રમાં પણ બહિર્વિજ્ઞાયમાનત્વરૂપ બહિર્પણું ચેષ્ટાની જેમ છે.
અને તે જ રીતે જે ભાવો અસાર્વદિક જીવમાં સદા ન રહેનારા, હોય તે પણ બહિર્ભાવ કહી શકાય, કેમ કે જીવનો અંતરંગ ભાવ જીવની સાથે સદા હોય તે જ તેનું લક્ષણ કહી શકાય. તેથી જેમ ચેષ્ટા અસાર્વદિક ભાવવાળી છે માટે તેમાં બહિર્પણું છે, તેમ સંસારમાં દેશવિરતિ અને સર્વવિરતિની પૂર્વાવસ્થામાં ચારિત્ર નહીં હોવાને કારણે, અને ક્ષાયિક પણ ચારિત્રને શાસ્ત્રમાં સાદિ સાંત' કહ્યું હોવાના કારણે, ચારિત્રમાં અસાર્વદિક ભાવત્વ છે. તેથી
અસાર્વદિક ભાવત્વરૂપ બહિર્પણું ચેષ્ટા અને ચારિત્રમાં સમાન છે. માટે સંપ્રદાયપક્ષીએ જે કહેલું કે ચેષ્ટા જીવનું - બહિર્લક્ષણ છે માટે ચેષ્ટારહિત એવા સિદ્ધોને નિર્લક્ષણની આપત્તિ નથી, એ જાતનું સમાધાન સંપ્રદાયપક્ષી અને સિદ્ધાંતકારને સમાન છે એમ સિદ્ધાંતપક્ષી કહે છે.
ટીકાર્ય - “યત્ર' – અને જે અવ્યવદાનચેષ્ટાનો પ્રતિપથી પરિણામ નૈઋયિકી તપચેષ્ટા અને આશ્રવચેષ્ટાનો પ્રતિપથી પરિણામ નૈૠયિકી ચારિત્રચેષ્ટા સિદ્ધોને અબાધિત જ છે, એ પ્રમાણે કોઇ સંપ્રદાયપક્ષી કહે છે તે પણ બરાબર નથી. ‘તત્વતઃ'- કેમ કે તત્ત્વથી=વાસ્તવિક રીતે, તેવા પરિણામોનો=અવ્યવદાનચેષ્ટાના અને આશ્રવચેષ્ટાના પ્રતિપંથી પરિણામોનો, તેઓમાં=સિદ્ધોમાં, અભાવ છે; એમ સિદ્ધાંતકાર કહે છે, અને તેની પુષ્ટિ કરતાં કહે છેતત્વ' - તે બે પરિણામના કર્મના=કાર્યના, અભાવમાં, તત્ત્વની વિવક્ષામાંeતે બે પરિણામો સિદ્ધમાં છે એવી વિવક્ષામાં, ઉપચારનો પ્રસંગ પ્રાપ્ત થશે.