________________
છપર. ...
અધ્યાત્મમત પરીક્ષા...
. . . . .ગાથા -૧૫૨ ભાવાર્થ સિદ્ધમાં ચારિત્ર અને તપ નહીં હોવા છતાં ઉપયોગરૂપ લક્ષણ હોવાને કારણે નૈલેષણની આપત્તિ નથી, એનાથી એ પ્રાપ્ત થાય કે, નવતત્ત્વ ગાથાનો અધિકાર જીવના અંતરંગ લક્ષણને ઉદ્દેશીને બહિર્લક્ષણના અભિયાન માટે છે=ગાથાના અંતમાં “ઉપયોગ' શબ્દથી અંતરંગ લક્ષણનું અભિધાન છે, અને તેને ઉદ્દેશીને બાકીના લક્ષણનું બહિર્લક્ષણરૂપે અભિધાન કરેલ છે જીવનો ઉપયોગ એ અંતરંગ લક્ષણ છે, પરંતુ તે ઉપયોગવાળો જીવ આ બહિર્લક્ષણ વગર જાણી શકાય નહીં, તેથી તેને જાણવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ બાહ્ય લક્ષણો બતાવ્યાં છે.
અહીં'જ્ઞાન'પદથી અંતરંગઉપયોગગ્રહણ કરવાનો નથી, પરંતુ જીવ વસ્તુને જાણીને જે જ્ઞાનની અભિવ્યક્તિ કરે છે તેનાથી જણાય છે કે જીવમાં ‘ઉપયોગ'નામનું અંતરંગ લક્ષણ છે. તેથી જ્યાં જ્યાં ઉપયોગ હોય ત્યાં ત્યાં ઉપયોગના કાર્યરૂપ ક્વચિત્ જ્ઞાન, ક્વચિત્ ચારિત્ર-તપાદિ લિંગનું દર્શન થાય છે, તેથી તે બહિર્લક્ષણ છે અને તે બતાવવા માટે આ ગાથાનો અધિકાર છે.
ટીકાર્ય -“યુ ચૈત્' - અને આ=નવતત્ત્વની ના ર ..' આ ગાથાનો અધિકાર અંતરંગ જીવના લક્ષણને ઉદ્દેશીને બહિર્લક્ષણના અભિધાન માટે છે આ યુક્ત છે. ‘મન્યથા'- “અન્યથા' = જો આ ગાથાનો અર્થ બહિર્લક્ષણના અભિધાન માટે ન હોય તો, ચેષ્ટાદિનું પણ જીવલક્ષણપણાથી પ્રસિદ્ધપણું હોવાને કારણે તઢિરહી=ચેષ્ટાદિ રહિત, એવા સિદ્ધોનાનૈર્લક્ષણ્યનો પ્રસંગ પ્રાપ્ત થશે.
ભાવાર્થ - તાત્પર્ય એ છે કે જેમ તપ-ચારિત્રાદિ જીવના લક્ષણ તરીકે ના ...' પ્રસ્તુત નવતત્ત્વની ગાથામાં કહેલ છે, તેમ શાસ્ત્રમાં ચેષ્ટાદિ પણ જીવના લક્ષણ તરીકે પ્રસિદ્ધ છે. અને જે જીવનું લક્ષણ હોય તે સિદ્ધના જીવોમાં હોવું જોઈએ તેમ માનવામાં આવે, અને ચેષ્ટાનો અભાવ સિદ્ધમાં છે તેમ કહેવાથી નૈર્લક્ષણ્યની આપત્તિ આપવામાં આવે, તો ચેષ્ટારહિત સિદ્ધો છે તે બધાને સંમત છે, તેથી સિદ્ધોને નૈર્લક્ષણ્ય માનવાની આપત્તિ આવે. તેથી એમ માનવું પડે કે જેમ ચેષ્ટાદિ જીવનું લક્ષણ હોવા છતાં બહિર્લક્ષણરૂપ છે, માટે ચેષ્ટા લક્ષણ સિદ્ધમાં ન હોવા છતાં અંતરંગઉપયોગરૂપ લક્ષણ હોવાના કારણે સિદ્ધના જીવો નિર્લક્ષણ નથી, પરંતુ ઉપયોગરૂપ લક્ષણવાળા છે; તેમ તપ-ચારિત્રરૂપ બહિર્લક્ષણવાળા નહીં હોવા છતાં અંતરંગઉપયોગરૂપ લક્ષણવાળા હોવાથી સિદ્ધોને નિર્લક્ષણ માનવાની આપત્તિ નથી.
ટીકાર્ય -“વર્તિક્ષા'- અહીં સંપ્રદાયપક્ષી કહે છે કે બહિર્લક્ષણ જ આ છેઃચેષ્ટા છે, પરંતુ અંતરંગ લક્ષણ નથી.
તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે તે આ=જપૂર્વપક્ષીએસમાધાન આપ્યું તેઆ, આપણને બંનેને સમાન છે.
ભાવાર્થ-સંપ્રદાયપક્ષીનું કહેવું છે કે, ચેષ્ટા તો શરીરધારી જીવમાં જ સંભવે, તેથી ચેષ્ટાદિ જીવનું બહિર્લક્ષણ છે માટે સિદ્ધમાં ચેષ્ટા નહીં હોવા છતાં નૈર્લક્ષણ્યનો પ્રસંગ નથી; અને તપ-સંયમ જીવના અંતરંગ પરિણામરૂપ છે માટે અંતરંગલક્ષણરૂપ છે, તેથી તે ન હોય તો સિદ્ધને નિર્લક્ષણ માનવાનો પ્રસંગ આવે.
અહીં વિશેષ એ છે કે પૂર્વપક્ષી ચેષ્ટાને બહિર્લક્ષણ છે એમ કહીને એ કહેવા માંગે છે કે, જેમ અગ્નિ આર્ટ ઇન્જનને કારણે ધૂમને પેદા કરે છે અને ધૂમ અગ્નિનું લિંગ છે અર્થાત્ અનુમાપક લિંગ છે, તેમ જીવ કર્મ અને શરીરની સાથે સંયુક્ત બને છે ત્યારે ચેષ્ટા પેદા થાય છે, અને તે ચેષ્ટાથી શરીરમાં વર્તતા જીવનું અનુમાન થઇ શકે