________________
..૭૪૭
ગાથા : ૧૫૧ .
અધ્યાત્મમત પરીક્ષા (સંપ્રદાયપક્ષી) અમને સિદ્ધમાં ચારિત્રમોહનીયકર્મબંધનો પ્રસંગ આપો, તો તમને (સંપ્રદાયપક્ષીને) પણ સિદ્ધમાં ચારિત્ર હોવા છતાં ચારિત્રમોહનીયકર્મપુદ્ગલના સંસર્ગને કારણે કર્મબંધ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. સિદ્ધમાં ચારિત્રમોહનીયકર્મપુદ્ગલનો સંસર્ગ આ રીતે છે
જ્યાં સિદ્ધના જીવો રહે છે તે જ આકાશપ્રદેશ ઉપર નિગોદના અનંત જીવો રહે છે, અને તેમણે ચારિત્રમોહનીયકર્મનાં પુદ્ગલો બાંધેલાં છે; તેથી એક આકાશપ્રદેશ ઉપર હોવાના કારણે ચારિત્રમોહનીયકર્મપુગલોનો સંસર્ગસિદ્ધોને છે. તેના બળથી સંપ્રદાયપક્ષીને સિદ્ધમાં ચારિત્રમોહનીયકર્મ બાંધવાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
તેનો ઉત્તર સંપ્રદાયપક્ષી આપે કે, સિદ્ધમાં કર્મપુદગલનો સંસર્ગ હોવા છતાં અવિરતિના પરિણામનો અભાવ છે, માટે કર્મબંધનથી. તો સિદ્ધાંતકાર કહે છે કે અમે પણ કહી શકીએ કે, સિદ્ધમાં અચારિત્ર હોવા છતાં અવિરતિનો અભાવ હોવાથી=અવિરતિના પરિણામનો અભાવ હોવાથી, ચારિત્રમોહનીયકર્મબંધ નથી. માટે આ વાતમાં આપણે બંને સમાન છીએ.
અહી વિશેષ એ છે કે, યદ્યપિ અન્ય જીવવર્તી ચારિત્રમોહનીયકર્મ અન્યના બંધનું કારણ બનતું નથી, તેથી નિગોદના જીવોના ચારિત્રમોહનીયકર્મનાં પુદ્ગલો એક ક્ષેત્રરૂપ સંસર્ગને કારણે બંધનું કારણ છે તેમ કહી શકાય નહીં; પરંતુ સિદ્ધાંતકારનું એ કહેવું છે કે, સાક્ષાત્ સંસર્ગ હોય કે એક ક્ષેત્ર અવગાહનને કારણે સંસર્ગ હોય, તો પણ તે ચારિત્રમોમ્બીયકર્મનાં પુદગલો બંધનું કારણ બનતાં નથી, પરંતુ જીવને અવિરતિનો પરિણામ પેદા કરીને
ચારિત્રમોહનીયના પુલો બંધનું કારણ બને છે. આમ છતાં, અર્થાત્ અવિરતિનો પરિણામ નહીં હોવા છતાં, - અચારિત્રરૂપ યત્કિંચિત્ કારણના બળથી જો તમે (સંપ્રદાયપક્ષી) અમને (સિદ્ધાંતીને) કર્મબંધનો પ્રસંગ આપી શકો, તો તે રીતે એક ક્ષેત્રના સંસર્ગથી પણ કર્મબંધ માનવામાં કોઈ વાંધો નથી; કેમ કે અવિરતિના પરિણામ વગર એક ક્ષેત્રમાં રહેલા ચારિત્રમોહનીયકર્મના પુદ્ગલના સંસર્ગમાત્રથી કર્મબંધ થઈ શકે એમ તમે સ્વીકારી શકો, તો અવિરતિના પરિણામ વગર અચારિત્રપણાનડે સિદ્ધમાં તમે ચારિત્રમોહનીયકર્મના બંધનો પ્રસંગ આપી શકો.
ટીકા - તેિજ સિદ્ધાશ્ચરિત્રમોદનીયબદ્ધ, મવરિત્રાત્મી, મિથ્યાવિત્' રૂપાિં , अप्रयोजकत्वात्, हेतोरविरतिप्रयुक्तसाध्यव्याप्त्युपजीवित्वात्। 'अचारित्रमेवाविरतिर्नाधिकेति' चेत् ? न, चारित्रमोहनीयकर्मोदयजन्यत्वेनाऽविरतिपरिणामस्यातिरिक्तत्वात् । 'अचारित्रमेव तज्जन्यमिति चेत् ? न, तस्याभावरूपत्वेनाऽजन्यत्वात् । 'मास्तु जन्यत्वं, तथापि तेनाऽविरतिप्रत्ययकर्मबन्धो निर्वाहयिष्यत' इति चेत् ? न, अविरतेः कर्मोदयजन्यत्वेनोपदेशात् । वस्तुतो हिंसादिपरिणामरूपाया अविरतेस्तत्त्यागपरिणामरूपायाश्च विरतेः स्वसंवेदनेनैव वैलक्षण्यं स्फुटतरमीक्षामहे । ટીકાઈ - પન' = આનાથી = પૂર્વમાં કહ્યું કે ચારિત્રમોહનીયકર્મનો બંધ અચારિત્રથી નથી પરંતુ અવિરતિ પ્રત્યયિક છે એનાથી, સિદ્ધો ચારિત્રમોહનીયકર્મ બાંધનારા છે અચારિત્રપણું હોવાથી મિથ્યાદષ્ટિની જેમ, આ પ્રકારનું અનુમાન અપાત જાણવું; કેમ કે અચારિત્રપણારૂપ હેતુનું અપ્રયોજકપણું છે. અચારિત્રપણારૂપ હેતુનું અપ્રયોજકપણું કેમ છે, તેમાં હેતુ કહે છેતે હેતુનું = પ્રસ્તુત અનુમાનમાં અચારિત્રાત્મક હેતુનું, અવિરતિપ્રયુક્ત સાધ્યવ્યાતિ ઉપજીવીપણું છે.