________________
,
,
,
,
,
,
,
3
G
1
૭૪ . . . . અધ્યાત્મમત પરીક્ષા ....
ગાથા -. ૧૫૦ પણ સત્ત્વ હોતે છતે ફરી ઘટની ઉત્પત્તિનો પ્રસંગ આવશે એમ ન કહેવું, કેમ કે સ્થૂલથી તેનું =પૂર્વસદશવ્યાપારવાળા દંડનું, સત્ત્વ હોવા છતાં પણ તે દંડાદિમાં સૂક્ષ્મક્રિયાનો વિગમ છે.
ભાવાર્થ - કોઈ વ્યક્તિ દંડાદિથી ઘટ બનાવે છે અને ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક સમયમાં માનવાથી જે ક્ષણમાં ઘટને અનુકૂળ દંડાદિની ચરમક્ષણ છે તે જ ક્ષણમાં ઘટ ઉત્પન્ન થાય છે, અને ઘટોત્પત્તિ પછી પણ તેવી જ ક્રિયા દંડાદિની ચાલુ રહેતો ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક હોવાથી ફરી તે ઘટોત્પત્તિનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતકાર કહે છે કે, પ્રથમ ઘટની ઉત્પત્તિની ક્રિયા જેવી દેખાય છે તેવી જ ક્રિયા ઘટની ઉત્પત્તિ પછી દેખાય છે. તેથી સ્થૂલથી તે ક્રિયાનું સત્ત્વ છે તો પણ ઘટની નિષ્પત્તિને અનુકૂળત્વરૂપ સૂક્ષ્મ ક્રિયા ત્યાં નથી, માટે બીજી ક્ષણમાં ઘટ થતો નથી, અને પૂર્વેક્ષણમાં તે સૂક્ષ્મ ક્રિયા છે માટે ઘટ ઉત્પન્ન થાય છે.
ટીકાર્ય - Ta' તો પણ = “દિયમા વૃત એ વચનમાં કૃતકરણની અસમાપ્તિ અને ફરી ઉત્પત્તિના પ્રસંગરૂપ દોષ નથી તો પણ, દીર્ઘ પણ ક્રિયાકાળમાં ઘટાદિ કાર્યનું અદર્શન હોવાથી = ઘટાદિ કાર્ય કરાયેલ તરીકે દેખાતું ન હોવાથી, ક્રિયમાણ કૃતઃકરાતું કરાયેલું, નથી, એમ ન કહેવું.
રમ' કેમ કે ચરમસમયમાત્રભાવી ક્રિયાનું અદીર્ઘકાળભાવિપણું હોવાથી અર્થાત્ અલ્પકાળભાવી હોવાથી દીર્ઘકાળમાં તેનો = કાર્યનો, અનુપલંભ હોવા છતાં પણ દોષનો અભાવ છે. તર્દિ-અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે તો પછી મૃત્મઈનાદિ કાળમાં પણ=માટીને મસળવાના કાળમાં પણ, “હું ઘડો કરું છું” એ પ્રમાણે જ કેમ ઉપલંભ થાય છે?
તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે - ત - ત્યાં = મૃન્મદિનાદિ કાળમાં, પણ “હું ઘડો કરું છું” એ પ્રમાણે પ્રતીતિ થવામાં જાતને જ તું ઠપકો આપ, જે કારણથી ઘટગત અભિલાષના ઉત્કર્ષના વશથી સ્થૂલ મતિવાળો તું હોતે છતે, અનંતર ઉત્પન્ન થવાના સ્વભાવવાળા કાર્યકોટિનો અપલાપ કરે છે. કર' - અને ભાષ્યકારે કહ્યું છે -
પફક પ્રતિસમયમાં થતા કાર્યકોટિથી નિરપેક્ષ અને ઘટગત અભિલાષવાળો તું છો, (તેથી) હે સ્કૂલમતિ! પ્રતિસમયની કાર્યકોટિને તું ઘટમાં જોડે છે. ભાવાર્થ -ક્રિયમાણને કૃત માનવામાં પૂર્વમાં બે દોષોનું નિરાકરણ કર્યું. (૧) કાર્ય થયા પછી પણ ક્રિયાની પ્રાપ્તિનો દોષ હતો તે, અને (૨) કાર્ય થઈ ગયા પછી ફરી કરવામાં આવે તો બીજું કાર્યનિષ્પન્ન થવાની આપત્તિ આવે છે. આ બન્ને દોષોનું નિરાકરણ કર્યું તો પણ પૂર્વપક્ષી ત્રીજો દોષ બતાવે છે કે, ઘટબનાવવાની ક્રિયા દીર્ધકાળની છે અને દરેક ક્ષણમાં ઘટકાર્યદેખાતું નથી પરંતુ ચરમક્ષણમાં ઘટકાર્યદેખાય છે, તેથી ‘દિયમvid કહી શકાય નહિ; કેમ કે ક્રિયમાણને કૃત માનીએ તો પ્રથમ ક્ષણમાં પણ ઘટરૂપ કાર્ય દેખાવું જોઈએ. તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતકાર કહે છે. કે, ઘટની ક્રિયા ચરમસમયમાત્રભાવી છે, તેની પૂર્વની ક્રિયા ઘટ કરવાની ક્રિયા નથી પરંતુ ઘટની અવાંતર અવસ્થાને અનુકૂળ તે ક્રિયા છે. માટે ઘટને અનુકૂળ એવી ચરમક્ષણની ક્રિયાથી ઘટ પેદા થાય છે અને પૂર્વની ક્ષણોમાં ઘટની અપ્રાપ્તિ છે, તેમાં કોઈ દોષ નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે માટીના મર્દનકાળમાં પણ “હું ઘટ કરું છું” એ પ્રકારનો વ્યવહાર કેમ પ્રાપ્ત થાય છે?